Tuesday, February 21, 2023

માતૃભાષા ગુજરાતી

લેખક - ભાર્ગવ મકવાણા

આજના યુવાનોમાં પણ માતૃભાષા ગુજરાતી પ્રત્યેની લાગણી છે, ગર્વ છે અને આત્મીયતા છે એ જોઈને ઘણું સારું તો લાગે જ પરંતુ માતૃભાષાનો ગાૈરવ લેવાં માટે પોતાના સ્ટેટસમાં કોઈ કવિતા મુકે, કોઈ પંક્તિ મુકે પરંતુ એ પંકિતઓમાં વ્યાકરણની ભુલ જોઈને દુઃખ તો થાય. 


માતૃભાષા ભૂસાઈ રહી છે, બગડી રહી છે એનો જીવતું જાગતું ઉદાહરણ આજે લોકોના સ્ટેટસમાં જોવા મળે છે.


મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,

ભૂસાવા ક્યાં દીધો ક્કકો હજી પાટીમાં રાખ્યો છે.

#માતૃભાષા દિવસ

❤️ગુજરાતી❤️


No comments:

Post a Comment