Showing posts with label અહેવાલ. Show all posts
Showing posts with label અહેવાલ. Show all posts

Tuesday, August 30, 2022

બીબીસી CV વર્કશોપ

      તારીખ : 29 ઓગષ્ટ 2022 ને સોમવારે બપોરે 12 વાગ્યે BBC ગુજરાતી (BRITISH BROADCASTING CORPORATION) દ્વારા CV અંગે ઓનલાઇન ZOOM એપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેનો આનંદ છે કે મને પણ આ વર્કશોપમાં જોડાવાની તક મળી હતી.

       આ વર્કશોપમાં મુખ્ય રૂપે પોતાનું CV કઈ રીતે બનાવવું?, કઈ કઈ બાબતો રજુ કરવી, અને બીબીસી જ્યારે કોઈ વ્યક્તિને નોકરી માટે પસંદ કરે છે ત્યારે તે CV માં શું શું જુવે છે તેની ખૂબ જ સારી સમજણ આપી હતી. ત્યારબાદ બીજા મીડિયા હાઉસ થી બીબીસી કઈ રીતે જુદું પડે છે તે સમજાવવા માટે અલગ અલગ વિષયોમાં કઈ રીતે બીબીસી કામ કરે છે અને તેને કઈ રીતે રિપોર્ટિંગ દ્વારા કવર કરે છે તેના વિશે માહિતી આપો વિડીયો બતાવવામાં આવ્યો હતો.

      લગભગ એક કલાકના સમય બાદ BBC અંગે જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો હતા તે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા અને બીબીસી દ્વારા સરળ ભાષામાં સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા.

     અંતે આ વર્કશોપ ના આયોજન માટે પાર્થભાઈ પંડ્યા નો આભાર માનવોજ જોઇએ કે તેમણે અમને આવી વિશેષ તક અપાવી અને ભવિષ્યમાં પણ આવા વર્કશોપ યોજાય અને અમને જોડાવાનો મોકો મળે એવી તો આનંદ થશે.

Sunday, August 7, 2022

ગુજરાત Tak દ્વારા યોજાયેલ બેઠકનો અહેવાલ.

નામ - ભાર્ગવ મકવાણા 
વિભાગ - પત્રકારત્વ અને સમુહ પ્રત્યાયન વિભાગ
વર્ષ - 1 , સત્ર - 1
વિષય - ગુજરાત Tak દ્વારા યોજાયેલ બેઠકનો અહેવાલ.

તારીખ - 01-08-2022
વાર - સોમવાર

       પહેલી ઓગસ્ટ 2022 સોમવારના રોજ હોટલ ક્રાઉન પ્લાઝા અમદાવાદ સ્થળ પર ગુજરાત Tak દ્વારા આવનારી વિધાનસભા ચૂંટણી ઉપક્રમે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા ટુડે ગ્રુપનો એક ભાગ ગુજરાત Tak એ વિશેષ રૂપે આવનારી વિધાનસભા ચૂંટણી 2022 નું આખું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં અમે ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમુહ પ્રત્યાયન વિભાગ ના વર્ષ એક અને વર્ષ બેના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઘણી ખરી માહિતીઓ, પ્રશ્ન પૂછવાનો ઢંગ, જવાબ આપવાની રીતો, પુરાવા સાથે વાત કરવાની ટેવ, જેવા ગુણો ઉપરાંત ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મળી વાર્તાલાપ કરી અને સંપર્કોની આપ - લે કરી હતી અને આ મીડિયા હાઉસ ના ઇવેન્ટ ને માણ્યું હતું.

         આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી વિધાનસભા ચૂંટણીનું એક ચિત્ર પ્રદર્શિત કરવું અને બેઠકની સાથે સાથે ગુજરાત Tak દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત Tak ની ઓફિસિયલ વેબસાઈટ www.gujarattak.in પણ લોન્ચ કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાતના રાજકીય ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓએ પોતાની ઉપસ્થિતિ રાખી હતી અને ગુજરાત તકની ટીમ દ્વારા તેમને સવાલો પૂછાયા અને તેઓ દ્વારા પણ સંતોષકારક જવાબનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.

- ઉપસ્થિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ

1. ભુપેન્દ્રભાઈ પટેલ - (મુખ્યમંત્રી)
2. સી આર પટેલ - (ભાજપ અધ્યક્ષ)
3. હર્ષ સંઘવી - (ગૃહ મંત્રી)
4. વારીસ પઠાણ - (રાષ્ટ્રીય પ્રવક્તા AIMIM)
5. જીગ્નેશ મેવાણી -  (કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસ)
6. ઇમરાન ખેડાવાલા - (ધારાસભ્ય કોંગ્રેસ)
7. અલ્પેશ ઠાકોર -  (નેતા બીજેપી)
8. ગોપાલ ઇટાલીયા - (પ્રમુખ આપ)
9. ગુલાબસિંહ યાદવ - (ચુંટણી ઇન્ચાર્જ આપ)
10. લલિત કથાગરા
11. શંકરસિંહ વાઘેલા - (ભૂતપૂર્વ મુખ્યમંત્રી)
12. ઋત્વિક પટેલ
13. મુમતાજ પટેલ - (અહેમદ પટેલની પુત્રી)
14. યુવરાજસિંહ જાડેજા - (વિદ્યાર્થી નેતા)

      ઉપરાંત રાજકીય સત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ બેઠકમાં હાજર હતી અને ગુજરાત તકની ટીમના એન્કરો દ્વારા તેમની આગામી ચૂંટણીમાં તેમની અને તેમની પાર્ટીની ગતિવિધિઓના સવાલો પૂછવામાં આવ્યા હતા અને બધા દ્વારા સંતોષકારક જવાબો પણ મળ્યા હતા.

- ગુજરાત તકની ટીમ

1. ગોપીબહેન ઘાંઘર
2. સૌરવભાઈ
3. ગૌતમભાઈ
4. નીલમબહેન ખારેચા
5. સૌમ્યાબહેન 

ઉપરોક્ત ગુજરાત તકની ટીમ દ્વારા આ સમગ્ર બેકઅપનું સંચાલન અને બધી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. આ ઇન્ટરવ્યૂમાં વ્યક્તિગત ઇન્ટરવ્યૂ અને ડિબેટ પણ કરવામાં આવી હતી.

- કેટલીક નોંધેલી બાબતો

1. ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી)

• ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત તકની ઓફિસિયલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી.

ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે "નરેન્દ્ર મોદીએ જે કેડી કંડારી છે તેના પર અમારા આગળ ચાલવાનું છે.''

2. સી આર પાટીલ (ભાજપ અધ્યક્ષ)

ભાજપમાં જ લોકશાહી છે બીજી પાર્ટીઓમાં તો પરિવારવાદ છે.

• કોંગ્રેસ ભાઈ બહેન ની પાર્ટી થઈ ગઈ છે.

• 2022 ની ચૂંટણીમાં પણ ભુપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી નો ચહેરો છે.

3. યુવરાજસિંહ જાડેજા (વિદ્યાર્થી નેતા)

હું આપમાં જ છું પણ વિદ્યાર્થીઓનો મુદ્દો છે ત્યાં હું નિષ્પક્ષ છું.

•ભાજપના પ્રવક્તા ટીવી ડિબેટમાં મારું નામ સાંભળીને આવતા જ નથી.

4. ઇમરાન ખેડાવાલા (ધારાસભ્ય કોંગ્રેસ)

અમારી પાર્ટી મજબૂત છે તમામ ધર્મને સાથે લઈને ચાલે છે.

• આ લોકોને ઉમેદવાર મળી જાય તો પણ બહુ છે.

5. વારીસ પઠાણ (AIMIM)

એવી મજબૂત છે કે છેલ્લા 26 વર્ષથી થતામાં નથી.

• તમારા વિસ્તારમાં દૂરબીન લઈને ફર્યો ક્યાંય વિકાસ ન દેખાયો.

6. જીગ્નેશ મેવાણી (કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસ)

સરકારમાં ખાલી પડેલ પદો ભરવાનો કોલ અમે વિધાનસભાનો ઘેરો કરીને આપ્યો હતો.

7. અલ્પેશ ઠાકોર (બીજેપી)

કોંગ્રેસે જાતે આંદોલન કર્યું હોય એવો કિસ્સો બતાવો.


આવી રીતે બધા ઉપસ્થિત રાજકીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા. બેઠક લગભગ સવારે 8:45 થી સાંજે 5:30 સુધી ચાલી. સમગ્ર ડિબેટ દરમિયાન જે મુખ્ય ચર્ચામાં આવેલા વિષયો જોવા મળ્યા તેમાં હાલમાં થયેલો લઠ્ઠા કાંડ, અવારનવાર ફૂટતા પેપરો, ભાજપે કરેલા વિકાસના કાર્યો, આગામી ચૂંટણીમાં આપની પ્રતિક્રિયા, ભાજપમાંથી અગામી મુખ્યમંત્રી નો ચહેરો, અને આપે કરેલા વિકાસ ના વાયદાઓ હતા.

સંદર્ભ - www.gujarattak.in / facebook / twitter / instagram