૧૨૭મી સુભાષ જયંતિ - યુવા સંમેલન
ભારત - ૨૦૪૭A MISSION WITH VISION
યુવાઓની ભૂમિકા
આજ રોજ કોચરબ આશ્રમ પાલડી મુકામે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે ભારત -૨૦૪૭ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સુભાષબ્રિજ પર આવેલ સુભાષબાબુની પ્રતિમાને અંજલિ આપીને બપોરે 3:૦૦ વાગ્યે થય. ત્યાર બાદ ઈન્કમટેકસ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને, ટાઉનહોલ ખાતે વિવેકાનંજીની પ્રતિમાને અંજલી આપી અને ૩:૩૦ કલાકે કોચરબ આશ્રમ પહોંચ્યા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ અત્યારે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા હોય અને આજ થી 25 વર્ષ પછી દેશની આઝાદીની શતાબ્દી ઉજવ્યે ત્યારે ૨૦૪૭ નું ભારત કેવું હોવું જોઈએ એની કલ્પના કરી અને તેને સાર્થક કરવા માટે આપણે શું કરી શકીએ અને મુખ્યત્વે યુવા શું કરી શકે તે છે. આ કાર્યક્રમનું આયોજન યુવા જાગરણ મંચ દ્વારા કરવામાં આવેલ.
કાર્યક્રમ માં કેટલીક કોલેજો માંથી રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને અન્ય વિચારકો પણ જોડાયા. કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને બધા પાસેથી ૨૦૪૭ નું ભારત કેવું હોવું જોઈએ તેના અભિપ્રાયો લેવામાં આવ્યા. અને એ કઈ રીતે સાર્થક કરી શકાય અને કેમ પરિવર્તન લાવી શકાય તેમની પણ ચર્ચા થય.
આર્થિક, સામાજિક, વ્યસન મુક્તિ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, રાજકીય, સાંસ્કૃતિક, પર્યાવરણ, પ્રદૂષણ, મહિલા સલામતી, મોંઘવારી, ગરીબી, આર્થિક અસમાનતા, નૈતિક મૂલ્યો વગેરે જેવા વિષયની ચર્ચામાં સર્વ ઉપસ્થિત લોકો એ ભાગીદારી નોંધાવી.
અંતે બધા પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા જેમાં કાર્યક્રમ અંગે અભિપ્રાય અને સૂચન, દર અઠવાડિયે આપ કેટલો સમય આમાં આપી શકો છો, આ મિશન અંતર્ગત આપ શું કામગીરી કરી શકો જેવા વિષયો હતા.