સંગીતના સૂર અને ગાંધીવિચારનો સમન્વય
ગાંધી Caravan, चरखवा चालु रहे ...
આજરોજ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને વિશ્વગ્રામનાં સંયુક્ત સહયોગે ગૂજરાત વિદ્યાપીઠનાં સભાગૃહમાં સવારે 11 કલાકે ગાંધી Caravan નામક કાર્યક્રમ યોજાયો. જેમાં ગાંધી ગીતોનાં ગાન થી લોકગાયિકા મેઘા શ્રીરામ ડાલ્ટને વિદ્યાપીઠને ઝુમાવી. મેઘા ડાલ્ટનનો પરિચય આપતાં સંજય ભાવસારે (વિશ્વગ્રામના અધ્યક્ષ) જણાવ્યું કે ગાંધીના પવિત્ર મન સરોવરને લઈને મેઘા અહીં આવ્યા છે. મેઘા એ લોકગાયિકા છે તેમણે ફિલ્મો માં પણ પોતાનો અવાજ આપ્યો છે.
મેઘા ડાલ્ટને જણાવ્યું કે ગાંધી ગીતો એમણે ઝારખંડના આદિવાસી ભાઈ - બહેનો પાસેથી શીખ્યા છે. મેઘા ડાલ્ટને તેમને પૂછ્યું કે તમે લોકો ગાંધી થી કેમ પરિચિત છો તો સામે થી ઉત્તર મળ્યો કે ગાંધી અમારા જેવો કાળિયો હતો, ધોતિયું પહેતો અને એમને અમારી જીભનો સ્વાદ અપાવ્યો હતો. (નમક સત્યાગ્રહ સંદર્ભે) તે માટે અમે ગીતોમાં ગાંધીને યાદ રાખ્યા છે. મેઘા ડાલ્ટને જણાવ્યું કે અહીં વિદ્યાપીઠમાં આવીને હું ગાવ છું એ મારા માટે તીર્થ સમાન છે. હું ગાંધીને એ માટે ગાવ છું કે ગાંધી મને મારી ક્ષેત્રીય ભાષામાં મળ્યા છે કોઈ કોન્ફર્સમાં કે પુસ્તકોથી મને ગાંધી મળ્યા નથી. ચંપારણ સત્યાગ્રહ વખતે જ્યારે પુરુષો તેમાં જોડાયા ત્યારે સ્ત્રીઓ ઘર કામ કરતી - કરતી , જમવાનું બનાવતી - બનાવતી પોતાની ક્ષેત્રીય ભાષામાં ગાંધી ગીતો ગાતી અને ઘણી ગાંધીની ગાળોના ગીતો પણ ગાતી. હું ગાંધીને મહાત્મા ગાંધી નથી કહેતી કેમકે તે ફોરમેલિટી જેવું લાગે પરંતું હું ગાંધીને બૂઢાવ ગાંધી કે બુઢા બાબા કહું કે જેમાં એક અંગત લાગણીનો સંબંધ છલકાય છે.
તેમણે ગાંધી ગીતો સાથે તેની પાછળની વાર્તા અને ગીતોના અર્થ પણ સમજાવ્યા. મને ખુબ ગમેલા એક ગીત ની બે લાઈન કહું તો
" મોરે તુટેના ચરખા કે તાર, ચારખવા ચાલુ રહે,
ગાંધી બાબા દુલ્હા બને હૈ, ઓર દુલ્હન બની સરકાર,
ચરખવા ચાલુ રહે... ચરાખવા ચાલુ રહે..."
છબી / ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા
અંતે એમણે ખુશ થઇને જણાવ્યું હતું કે વિદ્યાપીઠ જ્યારે પણ બોલાવશે ગાંધીને ગાવા માટે હું તત્પર છું.