ગાંધી - ગોડસે એક યુદ્ધ
ગાંધી, સત્ય, અહિંસા, આઝાદી આવા વિષયો ઉપર તો અઢળક લોકો બોલે છે, દલીલો આપે છે, સાચા - ખોટાની સલાહ આપે છે. પરંતુ શાયદ ઇતિહાસમાં પ્રથમ વખત રાજકુમાર સંતોષીના નિર્દેશન હેઠળ ગાંધી અને ગોડસે બંને વિરોધાભાષી જણાતા વિષયો કે વ્યક્તિઓને એક સાથે એક પડદા પર દેખાડવાની હિંમત બતાવી છે. ગાંધી ગોડસે એક યુદ્ધ નામક ફિલ્મ 26 જાન્યુઆરી 2023 ના રોજ સિનેમામાં જોવા મળશે.
આશા છે આ ફિલ્મ દ્વારા ગાંધી અને ગોડસે ને લઈ ને લોકોમાં જે ખોટી માન્યતાઓ છે એ દુર થશે.