Showing posts with label કાશ્મીર. Show all posts
Showing posts with label કાશ્મીર. Show all posts

Friday, December 30, 2022

ગાંધી રસ્તો : યુવાનો અને માધ્યમ - સંજય ભાવસાર

 સંજય ભાવસાર જેને મોટા ભાગે લોકો તુલા - સંજય તરીકે ઓળખે છે. તુલા તેમના પત્નીનું નામ છે અટક કાઢીને પતી - પત્નીના નામ સાથે લખવાના ટ્રેન્ડ સેટર એટલે તુલા - સંજય. મહેસાણાનાં બાસણા નામના એક નાનકડા ગામ માંથી આવતા સંજય ભાવસાર એ અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો અને  આજે ગાંધી માર્ગે ચાલતા -  ચાલતા ભૌગોલિક રીતે જોડાયેલા પ્રદેશોને સ્નેહ, પ્રેમ અને  આત્મીયતાથી જોડવાના પ્રયાસ રૂપે વિશ્વગ્રામ નામક સંસ્થા ચલાવે છે.


વિશ્વગ્રામને 10 જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવેલા છે. વિશ્વગ્રામ એ સુનામી વખતે ચેન્નઈ, કાશ્મીરમાં ધરતીકંપ, સુરત રેલ, બિહાર - કોશી પુર, કેદાર - 2013 વગેરે જેવી આપદાઓમાં સહયોગ આપ્યો છે.


વિશ્વગ્રામ એ બીજી સંસ્થાઓ કે ટ્રસ્ટ કરતા અલગ છે. વિશ્વગ્રામ પ્રેમ વહેંચવાનું કાર્ય કરે છે. સંજય ભાવસાર કહે છે કે " આપણી તબિયત ખરાબ હોય અને દવા દ્વારા સારી ન થતી હોય તો ડોક્ટર દવા બદલી આપે છે ના કે એક ને એક દવા પીવડાવે છે, તેમજ કાશ્મીરમાં હવે દવા બદલવાની જરૂર છે, હવા બદલવાની જરૂર છે, પ્રેમ વહેંચવાની જરૂર છે. છેલ્લા 30 વર્ષથી હથિયારોની દવા પીવડાવાય છે સ્નેહની દવાનો અખતરો કરવો જોઈએ. સમૂહ માધ્યમો અને રાજકીય પક્ષો આપણે જે કાશ્મીર બતાવે છે તે કાશ્મીર નથી, કાશ્મીરને આપણે જાતે જોઈને અનુભવવાની જરૂર છે "


તુમ કહેતે હો હથિયાર ખરીદો, 

હમ કહતે હૈ પ્યાર ખરીદો.


કાશ્મીરના હૃદયમાં અવાજ એજ આવે છે કે ઈશ્વરની કૃપાથી હું મુસલમાન છું.


© Bhargav Makwana


-------------------------------------------------------------------


લેખક - ભાર્ગવ મકવાણા


વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)


(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)


મોબાઈલ / વોટસએપ નં: 9328044822


ઈ મેઈલ: makwanabhargav221@gmail.com




કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.