Showing posts with label માણેક બુરજ. Show all posts
Showing posts with label માણેક બુરજ. Show all posts

Sunday, February 26, 2023

માણેક બુરજ - અમદાવાદની કિલ્લે બંદીનો પાયો

ઇ.સ.૧૪૧૧માં બાદશાહ અહમદશાહે તેમના ધર્મગુરુ શેખ અહમદ ગંજબક્ષ ખટ્ટુના માર્ગદશર્ન પ્રમાણે અહીંથી કિલ્લાનો પાયો ચણવાની શરૂઆત કરી. કિલ્લાના બુરજોમાં આ બુરજ, સંત માણેકનાથના નામ પરથી માણેક બુરજ તરીકે ઓળખાય છે. તેઓ નાથ સંપ્રદાયના ૮૪ મુખ્ય સંતોમાંના એક હતા.

 બુરજના નીચેના હિસ્સામાં કારીગરો નાં અક્ષરો અંકિત જોવા મળે છે. અમુક જગ્યા પર તોપગોળા કે લડાઈ વખતના નિશાનો જોવા મળે છે તે કદાચ ઇ.સ.૧૭૭૯ સમયની અંગ્રેજ જનરલ ગોડાર્ડ ની ચડાઈ વખતના હોઇ શકે છે.

 અમદાવાદની કિલ્લેબંદી લગભગ ૧૦કીમીનો પરિઘ ધરાવે છે. તેમાં ૧૨થી વધુ દરવાજાઓ ૧૩૯ બુરજો અને ૬૦૦૦થી વધુ કાંગરા છે. પશ્ચિમે કિલ્લો સાબરમતી નદીને લગોલગ છે. ઇ.સ.૧૮૬૯માં અહીં નદી પરનો સૌપ્રથમ પુલ એલિસ બ્રિજ બન્યો હતો. સાબરમતી નદીનો સુરમ્ય નજારો આ બુરજ પરથી જોઇ શકાય છે.