તારીખ :13-07-2022
વાર : બુધવાર
આજ રોજ દીક્ષારંભ કાર્યક્રમ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ માં આવેલ અદભૂત વિજ્ઞાનશાળા ની મુલાકાત લીધી. આ અદભૂત શબ્દ વાપરવો એ માટે યોગ્ય રહે છે કેમ કે ત્યાંની મુલાકાત દરમ્યાન માત્ર જોવાની નહિ પરંતુ વિજ્ઞાન ના એવા અદભૂત સાધનો નિહાળવાની સાથે - સાથે તે સાધનો કે તે મોડલ નો ઉપયોગ અમે અમારી જાતે કરીને એક ખુબજ વિશાળ વિષય વિજ્ઞાન ને કઈ રીતે હસતાં - રમતા શીખી શકાય તેનો એક ઉપરછલ્લો ખ્યાલ મેળવ્યો.
ફોટોગ્રાફર - ભૂમિકા વાઘેલા MPSW 1st year Gujarat vidhyapith
ત્યાર બાદ માર્ગદર્શક શ્રી દ્વારા તે વિજ્ઞાનશાળા વિશે ઘણી વાતો કરવામાં આવી જેવી કે વિજ્ઞાનશાળા ની શરૂઆત ક્યારે થય કય રીતે વિદ્યાર્થીઓ પોતાના દ્વારા બનાવેલા મોડલો અને વિજ્ઞાનશાળા ના બીજા ઘણા સાધનો દ્વારા સહજ રીતે વિજ્ઞાનને સમજે છે અને વધુ ને વધુ જાણવાની જિજ્ઞાસા વિકસાવે છે. એક વાત એમાં ની મને યે ગમી કે માત્ર વિદ્યાપીઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નહિ પરંતુ આસપાસ ની શાળાઓ માંથી પણ વિદ્યાર્થી આ શાળા ની મુલાકાત માટે આવતા રહે છે. આ વિજ્ઞાનશાળા માં ખુદ વિજ્ઞાનિકો પણ આવે છે અને વિદ્યાર્થીઓ ને પોતાનો અમૂલ્ય સમય આપી ને કઈક નવું ને નવું શીખવાડતા રહે છે. અને પોતાના દ્વારા શોધ કરેલ નાના - મોટા મોડલો થી પણ વિદ્યાર્થીઓ ને અવગત કરાવે છે .
આમ વિજ્ઞાનશાળા માં અમે લગભગ એક કલાક જેવો સમય પસાર કર્યો અને આજ નું ટૂકડી કાર્ય સંપન્ન કર્યું.બધા લોકો એ એક વખત તો વિદ્યાપીઠની વિજ્ઞાનશાળાની મુલાકાત તો લેવીજ જોઈએ..