છબી - ભાર્ગવ મકવાણા
છબી - ભાર્ગવ મકવાણા
ગૂજરાત વિદ્યાપીઠના 68 માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રઘુવીર ચૌધરી
"હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નહીં અને પત્રકારત્વ જેવો કોઈ વ્યવસાય નહીં." - કાંતિ ભટ્ટ
રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે.
જીવન - તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.