છબી - વિકિપીડિયા
રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે.
જીવન - તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.
સન્માન -
- કુમાર સુવર્ણ ચંદ્રક
- ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
- સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર
- રણજિતરામ સુવર્ણચંદ્રક
- જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૫)
- નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૯૫) - તિલક કરે રઘુવીર માટે
સંયોજન - વિકિપીડિયા
No comments:
Post a Comment