Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Thursday, October 12, 2023

એ મને ના સમજી શક્યા

એ મને ના સમજી શક્યા -

એ જાણતા હોવા છતાં બધું,
એ માનતા હોવા છતાં બધું,
વાત જ્યારે જ્યારે મારી આવી,
એ મને ના સમજી શક્યા

મિત્રતા કરી ઘણા સાથે,
નિભાવી મે બધા સાથે,
હું ઊભો રહ્યો સંકટ સમયે, પણ,
એ તો હરખમાં પણ ના ભેટી શક્યા,
એ મને ના સમજી શક્યા

દિવસ આખો હુ હસતો રહ્યો,
એમા રાતો આખી ભીની થઈ,
મારુ દર્દ હુ છુપાવતો રહ્યો,
એ પણ ના શોધી શક્યા,
એ મને ના સમજી શક્યા

~ ભાર્ગવ મકવાણા



Wednesday, November 9, 2022

જીંદગી

તને જોવી, તને જાણવી, તને માણવી, તને પરખવી, શું આ મજા છે જિંદગી,
ક્યારેક તું મજાની તો ક્યારેક સજાની છે જિંદગી,
વિચારતો હતો ભાર્ગવ કે જિંદગીમાં અનુભવો ક્યારેક સારા ને મોટા ભાગના ખરાબ મળે છે,
સમજ પડી તો ખબર પડી કે સારા ખરાબ નહીં દરેક અનુભવ અલગ દે છે આ  જિંદગી,
ક્યારેક તું મજાની તો ક્યારેક સજાની છે જિંદગી,
ઘણા લોકો પ્રશ્ન કરે કાલનો દિવસ કેવો હશે,
ઘણા લોકો જવાબ આપે આજનો હતો એવો જ હશે,
આજથી કંઈક અલગ હશે એ હંમેશા નો જવાબ તારો એ જિંદગી

Thursday, September 1, 2022

ઘડીક કંઈ તો ઘડીક કંઈ વિચાર્યા કરું છું


 ઘડીક કંઈ તો ઘડીક કંઈ વિચાર્યા કરું છું,

સપના સાકાર કરવા માટે પહેલા તેને જોયા કરું છું,

ઘણા પૂછે છે તારે શું બનવું છે?, તારું સપનું શું છે?,

કેમ કહું ભલા માણસ, હું પણ એ જ વિચાર્યા કરું છું,


આકાશમાં ચમકતા તારલાઓને જોઈ વિચાર એ કરું છું,

કયો તારો વધુ ચમકે છે બસ તેને જોયા કરું છું,

ઘણા તારા ચમકતા- ચમકતા ઓઝલ થાય છે,

જે એક તારો સત્તત ચમકે છે તેને જોયા કરું છું,


નદીઓના ખડખડતા પાણીની જેમ વહયા કરું છું,

રસ્તામાં કોઈ બાંધ બાંધે તો તેને તોડ્યા કરું છું,

ભાર્ગવ બાંધ તૂટતાં ઊઠે છે ભ્રષ્ટાચારના પ્રશ્નો,

એ વહેતી નદીની વેદના ને અનુભવ્યા કરું છું,


ઘડીક કંઈ તો ઘડીક કંઈ વિચાર્યા કરું છું...

Thursday, August 25, 2022

તો મને ગમશે...!

 
તો મને ગમશે...!

કોયલના મીઠા ટહુકા જેવો તારો અવાજ મારા કાને પડશે, મને ગમશે,
એ કાન, મસ્તિશ થી થઇ સીધો હૃદય સુધી પહોંચશે, મને ગમશે,
એમાં હું લીન થઈશ, થોડો ગાંડો - ઘેલો થઈશ, મને ગમશે,
એક વાતની ખાતરી આપુ,
કશું નહીં હોય ત્યારે તું હોઈશ તો મને ગમશે,
તું ઝરમર ઝરતા ઝરણાં જેવી,
વહેલા ખીલેલા ગુલાબ જેવી,
સુરજ ની પહેલી કિરણ જેવી,
ચંદ્રમાની ચાંદની જેવી,
જ્ઞાનમાં તું ગીતા જેવી,
રૂપમાં તું અપ્સરા જેવી,
બધા રૂપોમાં તું મારી થઈશ મને ગમશે...!

Monday, August 22, 2022

બેઠા - બેઠા

બેઠા - બેઠા

અમસ્તા વિચારો આવી જાય આમ બેઠા - બેઠા,
લાગણી આંખે છલકાઈ જાય આમ બેઠા - બેઠા,
લોકો કહે છે પ્રેમ સમજે છે ઇશારા ની ભાષા,
સાચી પ્રીતમાં તો કોરા કાગળ વંચાઈ જાય આમ બેઠા - બેઠા,

દિલ દરિયાના લાગણીના ટાપુમાં,
તારું વહાણ આવી જાય આમ બેઠા - બેઠા,
લહેરોમાં, તુફાનમાં, એ અશાંત દરિયામાં,
ભાર્ગવ વહાણ વિખરાઈ જાય આમ બેઠા - બેઠા...

Saturday, August 13, 2022

સપનાં

❛બે મીઠા સપનાની હોડમાં
રાતો આખી ખારી થાય છે!❜

~ ભાર્ગવ મકવાણા

Friday, August 5, 2022

તને મળવું છે..!

તને મળવું છે..! 

સપનાઓના શહેર માં,
લાગણીઓ માં ઘેરા માં,
વાત વિનાની હસી માં,
કોફી વિનાની ડેટ માં,
તને મળવું છે...!

એ પંખીઓના કલબલાટ માં,
વૃક્ષોના છાયડામાં,
AMTS ની લાઈન માં,
ટીકીટ વિનાની સવારી માં,
તને મળવું છે,
બસ તને મળવું છે...!


તને મળવું છે..!

તને મળવું છે..! 

સપનાઓના શહેર માં,
લાગણીઓ માં ઘેરા માં,
વાત વિનાની હસી માં,
કોફી વિનાની ડેટ માં,
તને મળવું છે...!

એ પંખીઓના કલબલાટ માં,
વૃક્ષોના છાયડામાં,
AMTS ની લાઈન માં,
ટીકીટ વિનાની સવારી માં,
તને મળવું છે,
બસ તને મળવું છે...!


Sunday, July 31, 2022

વિચાર્યા કરું છું.

વિચાર્યા કરું છું.

લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું,
ચહેરો એમનો આંખો માં દેખાય છે કોણ છે એ વિચાર્યા કરું છું,
રૂબરૂ મળ્યા નથી; સંદેશ વ્યવહાર માત્ર સપનાનો,
ફરી એમનો સંદેશ આવશે વિચારી આંખો બંધ કર્યા કરું છું,
લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું.

એ કોણ હશે, એ કેવી હશે બસ અમસ્તો વિચાર્યા કરું છું,
લખવાનું મન થાય એના વિશે, એના માટે નામ વિચાર્યા કરું છું,
મુલાકાત અધૂરી ન રહી જાય, સપનું મારું ન ટૂટી જાય,
બસ એ માટે ડરયા કરું છું,
લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું.


Friday, July 29, 2022

આવું કેમ થાય છે ?

આવું કેમ થાય છે?

બીજાને ઓળખવા કરતા પોતાને ઓળખવામાં મોડું થાય છે,
હસ્તી - ખેલતી જિંદગીમાં અચાનક રડવાનુ થાય છે,
રોજ જ્યાંથી નીકળતાં હોઈએ ત્યાં,
રોજ કંઇક નવું થાય છે,
ભાર્ગવ પૂછે છે આવું કેમ થાય છે?

દિવસમાં બે વખત ઘડિયાળના બધા કાંટા પણ ભેગા થાય છે,
સિગ્નલ જોતા અજાણ્યા વાહનો પણ સાથે મળી જાય છે,
રોજ જ્યાંથી નીકળતા હોઈએ ત્યાં,
ફાટેલાં કપડાં વાળો માનવી પણ કેવું મીઠું ગાય છે,
ભાર્ગવ પૂછે છે આવું કેમ થાય છે?

                ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા