ઘડીક કંઈ તો ઘડીક કંઈ વિચાર્યા કરું છું,
સપના સાકાર કરવા માટે પહેલા તેને જોયા કરું છું,
ઘણા પૂછે છે તારે શું બનવું છે?, તારું સપનું શું છે?,
કેમ કહું ભલા માણસ, હું પણ એ જ વિચાર્યા કરું છું,
આકાશમાં ચમકતા તારલાઓને જોઈ વિચાર એ કરું છું,
કયો તારો વધુ ચમકે છે બસ તેને જોયા કરું છું,
ઘણા તારા ચમકતા- ચમકતા ઓઝલ થાય છે,
જે એક તારો સત્તત ચમકે છે તેને જોયા કરું છું,
નદીઓના ખડખડતા પાણીની જેમ વહયા કરું છું,
રસ્તામાં કોઈ બાંધ બાંધે તો તેને તોડ્યા કરું છું,
ભાર્ગવ બાંધ તૂટતાં ઊઠે છે ભ્રષ્ટાચારના પ્રશ્નો,
એ વહેતી નદીની વેદના ને અનુભવ્યા કરું છું,
ઘડીક કંઈ તો ઘડીક કંઈ વિચાર્યા કરું છું...
No comments:
Post a Comment