Saturday, August 20, 2022

ફૂટપાથ

ફૂટપાથ

વિષય કંઇજ નવો નથી આપણે લોકો રોજે જેના વિશે સાંભળતા હોઈએ જેને દરોજ ઉપયોગમાં લેતા હોઈએ એવો વિષય છે ફૂટપાથ.

આમ સામાન્ય પણે જો ફૂટપાથની ની વ્યાખ્યા કરવી હોઇ તો આપણે કહી શકીએ કે "શહેરમાંના મોટા રસ્તાઓની બંને ધાર ઉપર માણસોને ચાલવા માટેની ફરસબંદીવાળી પગથી". પરંતુ શાયદ હવે આ વ્યાખ્યાને થોડી બદલવાની જરૂરત અનુભવાઈ રહી છે. કેમકે હવે ફૂટપાથ નું  કામ એ માત્ર માણસ ને ચાલવા પૂરતું સીમિત નથી રહયું ફૂટપાથના વિભિન્ન ઉપયોગો માનવે શોધી કાઢ્યા છે. ટ્રાફીક વધુ હોઇ તો ફૂટપાથ પરથી પોતાનું વાહન કાઢી શકાય, ઊંઘવા માટે સ્થળ ન હોઈ તેવા સંજોગોમાં ફૂટપાથ પર ઓપન હોટલની મજા માણી શકાય, દુકાનના ખર્ચ ને બચાવવા પોતાની લારી ફૂટપાથ પર લાવી વ્યાપાર કરી શકાય, અને આજેજ એક સરસ નવો ફૂટપાથનો ઉપયોગ મને એ શીખવા મળ્યો કે પોસ્ટર હોલ્ડિંગસ પણ ફૂટપાથ પર લગાવી જ શકાય છે.

હવે નવી ફૂટપાથની વ્યાખ્યા આપણે આમ કરીએ તો ચાલે કે "વિના લાગતે પોતાનું કામ સંકટો વિના સરળ રીતે કરવાની રોડ ની બને બાજુ અપાયેલી જગ્યા એટલે ફૂટપાથ." ફૂટપાથ એ કોઈ જાત- ભાત, અમીરી - ગરીબીનો ભેદ જોયા વગર બધાને કામ લાગે છે. કોઈ વ્યક્તિ ચાલવા માટે, કોઈ ગરીબ ઊંઘવા માટે, કોઈ મધ્યમ વર્ગનો વ્યક્તિ પોતાના વ્યાપાર માટે, તો કોઈ અમીર વ્યક્તિ હોલ્ડિંગ લગાવી પ્રચાર માટે ફૂટપાથ માટે બધા સમાન છે. અને બધા ફૂટપાથનો ઉપયોગ કરેજ છે.

No comments:

Post a Comment