Showing posts with label 12 January. Show all posts
Showing posts with label 12 January. Show all posts

Wednesday, January 11, 2023

કેમ આજે પણ સ્વામી વિવેકાનંદ યાદ આવે છે?

 

કેમ આજે પણ સ્વામી વિવેકાનંદ યાદ આવે છે?
લેખક - વિષ્ણુ પંડયા 
સૌજન્ય - દિવ્યભાસ્કર ( 12 જાન્યુઆરી 2022 )

નરેન્દ્ર દત્ત ( સ્વામી વિવેકાનંદ )

 

જે દિવસ તમારી સામે કોઈ સમસ્યા ન આવે,
 તમે સુનિશ્ચિત થઇ શકો છો કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો.


આજ રોજ તારીખ 12 જાન્યુઆરી 2023 ગુરુવાર અને સ્વામી વિવેકાનંદની 160મી જન્મ જયંતીનો દિવસ. આજના જ દિવસે 1863 માં કલકત્તામાં એમનો જન્મ થયો હતો. મૂળે તેઓ બંગાળી હતા. પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરીદેવી. તેઓ પ્રમાણમાં ઠીક-ઠીક ધનિક હતા. પુત્ર નરેન્દ્રની ( વિવેકાનંદની ) એકલાની સેવામાં બબ્બે તો દાસીઓ રાખવામાં આવી હતી !


ગૌતમ બુદ્ધ હોઈ કે પછી સ્વામી વિવકાનંદ આર્થિક સુખ પછીજ પ્રજા કલ્યાણ અને શાંતિની શોધ જેવા રસ્તા મગજે ચડતા હોઈ છે. તેમજ હવે વિવેકાનંદને પણ શાંતીની શોધ ઉત્કંઠના જાગી અને ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા. તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી ઈશ્વર ઉપાસના છે તેવુ જણાવ્યું. રામકૃષ્ણ પરમહંસના મૃત્ય બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન 1893ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ.પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત,યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેઓ એ હિંદુ ધર્મના પ્રચાર પ્રસાર સાથે જ કહ્યું હતું કે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં અમે માનીએ છીએ.


કહે છે ને કે " જિંદગી લાંબી નહીં મોટી હોવી જોઈએ". એમજ વિવેકાનંદ માત્ર 39 વર્ષનું જ ટુંકુ જીવન જીવ્યા પણ 1902 માં વિવેકાનંદે શ્વાસ તો છોડ્યા પણ અમર થય ગયા અને જોત જોતામાં આજે તેમના જન્મ ના 160 વર્ષ પછી પણ એમનું નામ લેતા ની સાથે આજનો યુવાન ઉત્સાહ ભેર થઈ જાય છે. વિવેકાનંદ ટુંકુ જીવ્યા પરંતુ એ ટૂંકા સમય ગાળામાં ધર્મ ,સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને વિવેકાનંદજી ગયા ! આ એક મોટું આશ્ચર્ય છે !