Sunday, July 31, 2022

વિચાર્યા કરું છું.

વિચાર્યા કરું છું.

લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું,
ચહેરો એમનો આંખો માં દેખાય છે કોણ છે એ વિચાર્યા કરું છું,
રૂબરૂ મળ્યા નથી; સંદેશ વ્યવહાર માત્ર સપનાનો,
ફરી એમનો સંદેશ આવશે વિચારી આંખો બંધ કર્યા કરું છું,
લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું.

એ કોણ હશે, એ કેવી હશે બસ અમસ્તો વિચાર્યા કરું છું,
લખવાનું મન થાય એના વિશે, એના માટે નામ વિચાર્યા કરું છું,
મુલાકાત અધૂરી ન રહી જાય, સપનું મારું ન ટૂટી જાય,
બસ એ માટે ડરયા કરું છું,
લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું.


મિત્રો

તારીખ - 31-07-2022
વાર - શનિવાર 

આ લેખ કાલે વિશ્વ મિત્રતા દિવસ પર તૈયાર કરેલ પરંતુ કોઈક કારણો સર તેને આજ મૂકું છું.

આમ તો જિંદગીમાં બધું મજાનું છે પરંતુ એક વાત જે મને બોવજ ની ગમે છે એ છે મારું ભાગ્ય એ પણ મિત્રો માટે નું. આજ સુધી મને કેટલા એવા મજાના મિત્રો મળ્યા છે જે આજ ભલે ગમે તેટલા સમય પછી ભેગા થયે પરંતુ તેમના મારા પ્રત્યેના કે મારા તેમના પ્રત્યેના વ્યવહાર માં કઈ પણ ફરક આવ્યો નથી. આજે કેટલાક સમય - સમયે મળેલ મારી જિંદગી ના હિરલાઓ ના નામ કહેતા લખી શકાય કે 

જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર માં 

1. દીપેન શીંગરખીયા
2. અજય રાઠોડ 
3. દશરથ લુવા
4. ગૌરવ કોટેચા
5. હિતેન વરું
6. ધવલ નંદાનીયા 
7. અલ્પેશ બોરખતરિયા

સરકારી વિનયન કૉલેજ રાણાવાવ માં 
1.પ્રકાશ ઘુમલિયા
2.જતીન સોલંકી
3. સંજય જોડ
4. આશિષ પાંડાવદરા
5. દિવ્યેશ વરું
6. પ્રકાશ વઘેડીયા
7. કેવલ સોલંકી

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ માં

1. હર્ષદસિંહ રાઠોડ 
2. યશ રાણા
3. યોગેશ વાઘેલા
4. કલ્પેશ ચાવડા
5. ધવલ પટેલ

Saturday, July 30, 2022

PP - પશુ અને પ્લાસ્ટીક

તારીખ - 30- 07-2022
વાર - શનિવાર

  ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા

વાડજ: એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ બહાર સરકાર શ્રી દ્વારા કચરા પેટી મૂકવામાં આવેલ છે અને તે તદન ખાલી જોવા મળી અને તેજ કચરાપેટી નીચે પ્લાસ્ટિકની કોથળીમાં કોઈ ખાવા ની સામગ્રી કોઈ ફેંકી ને ચાલ્યું ગયું એ ખાવાની સામગ્રી ની ગંધથી ત્યાં એક ગાય ને મે તે પ્લાસ્ટિક ખાતા જોય. હા હોઈ શકે કોઈક ને મોડું થતું હોઈ અને જલ્દી માં કચરો તેમજ ફેંકી ને ચાલ્યા ગયા હોય પણ આ જલ્દી ને લીધે આવા પશુઓ પ્લાસ્ટિક ખાય છે અને ગંભીર રોગ કે મૃત્યુ પામે છે. આવી નાની- નાની વાતો ના લીધે કેટલીક ગંભીર સમસ્યાઓ જન્મ લેતી હોય છે. 

 આપણી વિડંબના તો જૂઓ આવા દ્રશ્યો જ્યારે આંખો સમક્ષ આવે ત્યારે ખરેખર માનવની માનવતા પર પ્રશ્ન થાય એ સ્વભાવીક છે.

Friday, July 29, 2022

આવું કેમ થાય છે ?

આવું કેમ થાય છે?

બીજાને ઓળખવા કરતા પોતાને ઓળખવામાં મોડું થાય છે,
હસ્તી - ખેલતી જિંદગીમાં અચાનક રડવાનુ થાય છે,
રોજ જ્યાંથી નીકળતાં હોઈએ ત્યાં,
રોજ કંઇક નવું થાય છે,
ભાર્ગવ પૂછે છે આવું કેમ થાય છે?

દિવસમાં બે વખત ઘડિયાળના બધા કાંટા પણ ભેગા થાય છે,
સિગ્નલ જોતા અજાણ્યા વાહનો પણ સાથે મળી જાય છે,
રોજ જ્યાંથી નીકળતા હોઈએ ત્યાં,
ફાટેલાં કપડાં વાળો માનવી પણ કેવું મીઠું ગાય છે,
ભાર્ગવ પૂછે છે આવું કેમ થાય છે?

                ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા 

મારો પરિચય

નામ - ભાર્ગવ શામજીભાઈ મકવાણા

જન્મ - 25 જૂન 2002; રાણાવાવ (પોરબંદર)

અભ્યાસ -

✓ ધોરણ 1 થી 5  "શ્રી સ્વામીનારાયણ વિજયાબેન મોહનલાલ કોટેચા પ્રાથમિક શાળા રાણાવાવ " 

✓ ધોરણ 6 થી 10 "જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર" 

✓ ધોરણ 11 - 12 આર્ટસ "જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર"

✓ ઇતિહાસ સ્નાતક (B.A. HISTORY) - "સરકારી વિનયન કૉલેજ રાણાવાવ"

✓ અનુસ્નાતક પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન - " ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ " (હાલ માં શરૂ છે )

રસ ના વિષયો - 

✓ કવિતા લેખક અને વાંચન


Wednesday, July 27, 2022

ઓડ -

તારીખ - 27-07-2022
વાર - બુધવાર

      લગભગ 15 -17 દિવસ થી હું અમદાવાદ માં વાડજ વિસ્તારમાં રહું છું. અહીં મારી બારી પર થી રોજ એક નજારો દેખાય છે જેમાં એક પ્રવેશદ્વાર છે અને તેમાં ' ઓડનો ટેકરો ' એવું લખેલ છે. 
                 ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા 

    એક અંદાજો તો હતો કે આ કોઈ જ્ઞાતિ છે પરંતુ એના સિવાય તેના વિશે કંઈ પણ જાણતો ન હતો. તે જ્ઞાતિ વિશે જાણવા ની જિજ્ઞાસા તો ખરી અને તે જિજ્ઞાસા ને સંતોષવા ખાતર બનતા પ્રયત્નો કર્યા (ઇન્ટરનેટ પર શોધવા નો) પરંતુ જોઈતી માહિતી મળી નહીં. ત્યાર બાદ વિદ્યાપીઠ લાઇબ્રેરી માં પુસ્તકો ખોર્યા અને છેવટે આજ એક પુસ્તક મળ્યું જેમાં ઓડ જ્ઞાતિ વિશે વાત કરવામાં આવેલ હતી. તે પુસ્તક પ્રમાણે 

" ઓડ તે તળાવ ખોદનારા . પોતાને ક્ષત્રિય કહે છે ને સગરના વંશજ ભગીરથથી પોતાની ઉત્પતિ માને છે . તેઓ પ્રાંતમાં ધંધાને માટે આવે છે ને ચોમાસામાં પોતાને ઘેર મારવાડમાં મધ્ય હિંદુસ્તાનમાં પાછા જાય છે . કહેવાય છે કે સિદ્ધરાજે પાટણનું સહસ્ત્રલીંગ તળાવ ખોદવા માટે મારવાડથી કેટલાક ઓડને બોલાવ્યા હતા , એમાંની એક જસમા નામે સ્ત્રી ઉપર રાજા મોહિત થયો ને તેને રાણીવાસમાં આવવાનું કહેવડાવ્યું , પણ જસમાએ ના કહી ને ઓડ ત્યાંથી ભાગ્યા . રાજાએ તેમની પાછળ પડી , કેટલાકને કાંપી નાંખ્યા . જસમા પકડાઇ પણ તેણે આપઘાત કર્યો ને મરતા મરતા શાપ દીધો કે આ તળાવમાં પાણી રહેશે નહીં ." 

સ્ત્રોત -  

પુસ્તક - "કાઠ્યાવાળ સર્વસંગ્રહ" 
લેખક -  કર્નલ જે. ડબલ્યુ. વોટસન
વર્ષ -     ઈ. સ. ૧૮૮૬
સંપાદન - પ્રો. પ્રદ્યુમ્ન ખાચર

Sunday, July 24, 2022

ઇસ્કોન ટેમ્પલ; અમદાવાદ

તારીખ : 24-07-2022
વાર : રવિવાર
    
      આજ રોજ અમદાવાદમાં આવેલ ઇસ્કોન ટેમ્પલની મુલાકાત લેવાનો મોકો મળ્યો અને ત્યાં પ્રવેશદ્વાર પર પ્રવેશતાની સાથે એક અલગ અને અદભુત વ્યવસ્થા જોવા મળી. ત્યાં પગરખા રાખવા માટે આપણને એક થેલી આપવામાં આવે છે અને તે થેલીમાં પોતાના પગરખાં રાખીને ત્યાં બાજુમાં લગાવેલ હુકમાં ટાંગી દેવાનુ હોય છે, આ રીવાજ કે વ્યવસ્થા ખૂબ અલગ અને યોગ્ય હોય તેવું મને લાગ્યું. ઇસ્કોન ટેમ્પલએ જોવા લાયક સ્થળ છે જેની મુલાકાત લેવી જોઈએ.

                ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા

ઉપરોક્ત ફોટોમાં દેખાતી ઠેલીઓમાં પગરખા સચવાયેલા છે.

Friday, July 22, 2022

ઉધાર એક જાદુ છે, અમો તમને આપશું તો તમે ગાયબ થઈ જશો !

તારીખ - 22-07-2022
વાર - શુક્રવાર

દુકાનદારો ડરે છે કે તમે ગાયબ થઇ જશો ! તમે ગાયબ થઇ જશો તો તેમનો માલ કોણ ખરીદશે.?

       આજથી થોડા સમય પહેલાં કોઈક દૈનીક જીવનની અંગત સામગ્રી લેવા માટે એક દુકાન પર જવાનું થયું અને પોતાની આદતથી મજબૂર હું આમ તેમ બધું જોવા લાગ્યો ત્યારે સામે લગાવેલ બોર્ડ પર નજર પડી અને મનમાં વિચાર આવ્યો કે પોતાની વાત ને સહજ રીતે સમજાવવા માટે પણ લોકો કંઇક ને કંઇક અવનવા ઉપાયો શોધી કાઢે છે જે એક રીતે તેમની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરે છે. 

                 ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા

" ઉધાર એક જાદુ છે, અમો તમને આપશું તો તમે ગાયબ થઈ જશો "

Sunday, July 17, 2022

મારી પત્રકારત્વ લેખન ની સફર - ઉર્વીશ કોઠારી

તારીખ - 16-07-2022
વાર - શનિવાર 

    પત્રકારત્વ જગતમાં એક ગવાતું નામ એટલે ઉર્વીશ કોઠારી. આજ રોજ ઉર્વીશ કોઠારી દ્રવારા લખાયેલ કહીએ કે પછી તેમણે 1995 થી 2005 ના પોતાના સમય ગાળા દરમ્યાન નું ડોક્યુંમેનટેશન કરી ગુજરાતી પત્રકારત્વ ના ઈતિહાસ માં પ્રથમ વખત આવું પુસ્તક બહાર પાડ્યું છે. તે બદલ ઉર્વીશ કોઠારી ને ખૂબ - ખૂબ અભિનંદન. આ સાથે તેમના દ્વારા એ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી કે આ પુસ્તક બાદ બીજા ગુજરાતી પત્રકારો પણ આવો સાહસ કરે અને ગુજરાતી પત્રકારત્વ જગતનો અરીસો સામો મૂકે .

આ મારી પ્રથમ કોન્ફરન્સ હતી. અને આ પ્રથમ કોન્ફરન્સ માં ગુજરાતી પત્રકારત્વ જગત ના જાણીતી અને માણીતી હસ્તીઓ ને અંગત રીતે મળવાનો સોભાગ્ય પ્રાપ્ત થયો તે બદલ હર્ષની લાગણી છે. અહીં આ કોન્ફન્સમાં દીપક સોલિયા, હેતલ દેસાઈ, પ્રશાંત દયાળ, પૂર્વી ગજ્જર, હર્ષલ પુષ્કર્ણા, ધૈવત ત્રિવેદી, પ્રણવ અધ્યારૂ, હસિત મહેતા, રજનીકુમાર પંડ્યા, રતિલાલ બોરસાગર, પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, જીજ્ઞેશ મેવાણી જેવા અન્ય મહાનુભાવોએ પણ પોતાની હાજરી અહીં આપી હતી.

ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા 

મારી પત્રકારત્વ લેખન ની સફર - ઉર્વીશ કોઠારી

તારીખ - 16-07-2022
વાર - શનિવાર 

    પત્રકારત્વ જગતમાં એક ગવાતું નામ એટલે ઉર્વીશ કોઠારી. આજ રોજ ઉર્વીશ કોઠારી દ્રવારા લખાયેલ કહીએ કે પછી તેમણે 1995 થી 2005 ના પોતાના સમય ગાળા દરમ્યાન નું ડોક્યુંમેનટેશન કરી ગુજરાતી પત્રકારત્વ ના ઈતિહાસ માં પ્રથમ વખત આવું પુસ્તક બહાર પાડ્યું છે. તે બદલ ઉર્વીશ કોઠારી ને ખૂબ - ખૂબ અભિનંદન. આ સાથે તેમના દ્વારા એ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી કે આ પુસ્તક બાદ બીજા ગુજરાતી પત્રકારો પણ આવો સાહસ કરે અને ગુજરાતી પત્રકારત્વ જગતનો અરીસો સામો મૂકે .

આ મારી પ્રથમ કોન્ફરન્સ હતી. અને આ પ્રથમ કોન્ફરન્સ માં ગુજરાતી પત્રકારત્વ જગત ના જાણીતી અને માણીતી હસ્તીઓ ને અંગત રીતે મળવાનો સોભાગ્ય પ્રાપ્ત થયો તે બદલ હર્ષની લાગણી છે. અહીં આ કોન્ફન્સમાં દીપક સોલિયા, હેતલ દેસાઈ, પ્રશાંત દયાળ, પૂર્વી ગજ્જર, હર્ષલ પુષ્કર્ણા, ધૈવત ત્રિવેદી, પ્રણવ અધ્યારૂ, હસિત મહેતા, રજનીકુમાર પંડ્યા, રતિલાલ બોરસાગર, પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, જીજ્ઞેશ મેવાણી જેવા અન્ય મહાનુભાવોએ પણ પોતાની હાજરી અહીં આપી હતી.

ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા 

Thursday, July 14, 2022

કકો - કકી



તારીખ - 14-07-2022
વાર - ગુરુવાર
   
       આજે અચાનક પાસે પડેલા કચરા ના ઢગલા માં કશું શોધતા કાગડા જોવા મળ્યા હું વિચારતો થયો શું આ શોધી રહ્યા છે. ત્યારેજ કચરા માંથી કઈક ઉપાડી ને એક કાગડા એ બીજા ને આપ્યું. આ કાગડાઓ ભોજન ની વ્યવસ્થા કરી રહ્યા હોઈ એવું મારી નજરે ચડ્યું પરંતુ આ  જમાના માણસ માં માણસાઈ ની ખબર નહીં પરંતુ કાગડા માં કાગડાઇ છે એ ચોક્કસ ખબર પડી કેમ કે એ એક કાગડો પોતાની વ્યવસ્થા કરવાની સાથે બીજા કાગડાની પણ વ્યવસ્થા કરતા નજરે જોવા ચડ્યા. માણસાઈ કોઈ ને અઘરી લાગતી હોય તો આ કાગડા નું નામ મે કકો અને કકી રાખ્યું છે તેમની પાસે થી કાગડાઈ શીખી શકો છો. એ પણ એક પણ પૈસો ખર્ચ કર્યા વગર તદન મફત..

ફોટો - ભાર્ગવ મકવાણા

Wednesday, July 13, 2022

ગુજરાત વિદ્યાપીઠ: વિજ્ઞાનશાળાની મુલાકાત

તારીખ :13-07-2022
વાર : બુધવાર

     આજ રોજ દીક્ષારંભ કાર્યક્રમ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ માં આવેલ અદભૂત વિજ્ઞાનશાળા ની મુલાકાત લીધી. આ અદભૂત શબ્દ વાપરવો એ માટે યોગ્ય રહે છે કેમ કે ત્યાંની મુલાકાત દરમ્યાન માત્ર જોવાની નહિ પરંતુ વિજ્ઞાન ના એવા અદભૂત સાધનો નિહાળવાની સાથે - સાથે તે સાધનો કે તે મોડલ નો ઉપયોગ અમે અમારી જાતે કરીને એક ખુબજ વિશાળ વિષય વિજ્ઞાન ને કઈ રીતે હસતાં - રમતા શીખી શકાય તેનો એક ઉપરછલ્લો ખ્યાલ મેળવ્યો.
ફોટોગ્રાફર - ભૂમિકા વાઘેલા  MPSW 1st year Gujarat vidhyapith 

    ત્યાર બાદ માર્ગદર્શક શ્રી દ્વારા તે વિજ્ઞાનશાળા વિશે ઘણી વાતો કરવામાં આવી જેવી કે વિજ્ઞાનશાળા ની શરૂઆત ક્યારે થય કય રીતે વિદ્યાર્થીઓ પોતાના દ્વારા બનાવેલા મોડલો અને વિજ્ઞાનશાળા ના બીજા ઘણા સાધનો દ્વારા સહજ રીતે વિજ્ઞાનને સમજે છે અને વધુ ને વધુ જાણવાની જિજ્ઞાસા વિકસાવે છે. એક વાત એમાં ની મને યે ગમી કે માત્ર વિદ્યાપીઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નહિ પરંતુ આસપાસ ની શાળાઓ માંથી પણ વિદ્યાર્થી આ શાળા ની મુલાકાત માટે આવતા રહે છે. આ વિજ્ઞાનશાળા માં ખુદ વિજ્ઞાનિકો પણ આવે છે અને વિદ્યાર્થીઓ ને પોતાનો અમૂલ્ય સમય આપી ને કઈક નવું ને નવું શીખવાડતા રહે છે. અને પોતાના દ્વારા શોધ કરેલ નાના - મોટા મોડલો થી પણ વિદ્યાર્થીઓ ને અવગત કરાવે છે . 

   આમ વિજ્ઞાનશાળા માં  અમે લગભગ એક કલાક જેવો સમય પસાર કર્યો અને આજ નું ટૂકડી કાર્ય સંપન્ન કર્યું.બધા લોકો એ એક વખત તો વિદ્યાપીઠની વિજ્ઞાનશાળાની મુલાકાત તો લેવીજ જોઈએ..

ઊંઘ કોની સગી .!

તારીખ - 13-07-2022 
વાર - બુધવાર

વિષય - ઊંઘ કોની સગી .!

      કાલ રાત્રીની વાત છે. રોજની જેમ હું ટેબલ - ખુરસી પર બેસીને ઘરકામ કરતો હતો પાછળ થી અવાજ આવ્યો હજી કેટલા વાગ્યા સુધી લાઈટ બંધ કર ઊંઘવું છે .. હું વિચારવા લાગ્યો કે લાઈટના લીધે કોઈની ઊંઘ બગડી શકે ખરી? પોતાની જાતને એ સવાલ કર્યા બાદ જવાબ ના મળતા હા થતું હસે ! એમ કરીને હું પણ ઊંઘી ગયો .

      આજ સવારે જ્યારે વાડજ થી વિદ્યાપીઠ તરફ આવતો હતો ત્યારે રસ્તા પર તડકા માં હું પરસેવે રેબઝેબ થયેલો આવતો હતો .. અને સાથે - સાથે  સાધનોનો એટલો ઘોંઘાટ અને ત્યાં બાજુમાં ભરેલા પાણીમાં મસ્તી મજાક કરતા મચ્છરો ની કંપની ની સાથે એક વ્યક્તિ ત્યાં એક હલકા સ્મિત સાથે ઊંઘતો હતો તેને જોઈને મને મારો જવાબ મળી ગયો કે કાલે તેને ઊંઘવા માટે મારી લાઈટ નહિ પરંતુ બીજું કંઇક તેની ઊંઘને ટ્રાફિક સિગ્નલ આપીને રોકતું હશે.. એટલે ખબ્બર પડીકે ઊંઘ કોઈની સગી નથી ..

Monday, July 11, 2022

ભુવાડો



તારીખ - 11-07-2022 (સોમવાર)     

       અમદાવાદ શહેરને લાગતા ઘણા સાંભળ્યા ન હોઈ તેવા કિસ્સજો હાલતા જોવા મળે છે. અહી આ શહેર માં આવતા ના થોડાજ દિવસો માં એક નવી વાત જાણવા મળેલી કે અહી શિયાળા, ઉનાળા પછી ભુવાળા ની ઋત આવે છે . અને આ ભૂવાળાની ઋતની અનુભૂતિ પણ આ થોડા દિવસો માજ નજરે જોવા મળી એ મારું સોભગ્ય છે ....

ફોટોગ્રાફ - zee24kalaak 
ભૂવાળો વિષય - અશ્વિન સર (ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, પત્રકારત્વ ભવન ના અધ્યાપક )

Saturday, July 9, 2022

ગુજરાત વિદ્યાપીઠ માં મારો પહેલો અનુભવ

તારીખ - 08-07-2022 , વાર - શુક્રવાર

      આ દિવસ એટલે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં M.A. journalism and maas comunication વર્ષ - 1 સત્ર - 1 ના વિદ્યાર્થી તરીકેનો મારો પહેલો દિવસ, અને અભૂતપૂર્વ અનુભવ.  

     મનમાં પડેલ પૂર્વધારણાથી કઈક અલગ અનુભવ થયેલો .. વિદ્યાપીઠ યે જેટલું જાણીતું છે યે ઘણું ઓછું છે એવું મને લાગ્યું આવી સંસ્થામાં અભ્યાસ માટે આવવું એ શાયદ સોભાગય ગણી શકાય...

     વિદ્યાપીઠ માં ઘણું હળવું વાતાવરણ છે પરંતુ ઘણા કડક નિયમો પણ છે જે આ અદભૂત અને રમણીય વાતાવરણ ને જાળવી રાખે છે.

   ઓછા શબ્દો માં વધુ લખું તો વિદ્યાપીઠ મને મળી એટલે મને મારા ગજા બહાર નું મળ્યું.

ફોટોગ્રાફર - ભાર્ગવ મકવાણા તારીખ - 09-07-2022