વાર - બુધવાર
વિષય - ઊંઘ કોની સગી .!
કાલ રાત્રીની વાત છે. રોજની જેમ હું ટેબલ - ખુરસી પર બેસીને ઘરકામ કરતો હતો પાછળ થી અવાજ આવ્યો હજી કેટલા વાગ્યા સુધી લાઈટ બંધ કર ઊંઘવું છે .. હું વિચારવા લાગ્યો કે લાઈટના લીધે કોઈની ઊંઘ બગડી શકે ખરી? પોતાની જાતને એ સવાલ કર્યા બાદ જવાબ ના મળતા હા થતું હસે ! એમ કરીને હું પણ ઊંઘી ગયો .
આજ સવારે જ્યારે વાડજ થી વિદ્યાપીઠ તરફ આવતો હતો ત્યારે રસ્તા પર તડકા માં હું પરસેવે રેબઝેબ થયેલો આવતો હતો .. અને સાથે - સાથે સાધનોનો એટલો ઘોંઘાટ અને ત્યાં બાજુમાં ભરેલા પાણીમાં મસ્તી મજાક કરતા મચ્છરો ની કંપની ની સાથે એક વ્યક્તિ ત્યાં એક હલકા સ્મિત સાથે ઊંઘતો હતો તેને જોઈને મને મારો જવાબ મળી ગયો કે કાલે તેને ઊંઘવા માટે મારી લાઈટ નહિ પરંતુ બીજું કંઇક તેની ઊંઘને ટ્રાફિક સિગ્નલ આપીને રોકતું હશે.. એટલે ખબ્બર પડીકે ઊંઘ કોઈની સગી નથી ..
No comments:
Post a Comment