વાર - બુધવાર
લગભગ 15 -17 દિવસ થી હું અમદાવાદ માં વાડજ વિસ્તારમાં રહું છું. અહીં મારી બારી પર થી રોજ એક નજારો દેખાય છે જેમાં એક પ્રવેશદ્વાર છે અને તેમાં ' ઓડનો ટેકરો ' એવું લખેલ છે.
એક અંદાજો તો હતો કે આ કોઈ જ્ઞાતિ છે પરંતુ એના સિવાય તેના વિશે કંઈ પણ જાણતો ન હતો. તે જ્ઞાતિ વિશે જાણવા ની જિજ્ઞાસા તો ખરી અને તે જિજ્ઞાસા ને સંતોષવા ખાતર બનતા પ્રયત્નો કર્યા (ઇન્ટરનેટ પર શોધવા નો) પરંતુ જોઈતી માહિતી મળી નહીં. ત્યાર બાદ વિદ્યાપીઠ લાઇબ્રેરી માં પુસ્તકો ખોર્યા અને છેવટે આજ એક પુસ્તક મળ્યું જેમાં ઓડ જ્ઞાતિ વિશે વાત કરવામાં આવેલ હતી. તે પુસ્તક પ્રમાણે
" ઓડ તે તળાવ ખોદનારા . પોતાને ક્ષત્રિય કહે છે ને સગરના વંશજ ભગીરથથી પોતાની ઉત્પતિ માને છે . તેઓ પ્રાંતમાં ધંધાને માટે આવે છે ને ચોમાસામાં પોતાને ઘેર મારવાડમાં મધ્ય હિંદુસ્તાનમાં પાછા જાય છે . કહેવાય છે કે સિદ્ધરાજે પાટણનું સહસ્ત્રલીંગ તળાવ ખોદવા માટે મારવાડથી કેટલાક ઓડને બોલાવ્યા હતા , એમાંની એક જસમા નામે સ્ત્રી ઉપર રાજા મોહિત થયો ને તેને રાણીવાસમાં આવવાનું કહેવડાવ્યું , પણ જસમાએ ના કહી ને ઓડ ત્યાંથી ભાગ્યા . રાજાએ તેમની પાછળ પડી , કેટલાકને કાંપી નાંખ્યા . જસમા પકડાઇ પણ તેણે આપઘાત કર્યો ને મરતા મરતા શાપ દીધો કે આ તળાવમાં પાણી રહેશે નહીં ."
સ્ત્રોત -
પુસ્તક - "કાઠ્યાવાળ સર્વસંગ્રહ"
લેખક - કર્નલ જે. ડબલ્યુ. વોટસન
વર્ષ - ઈ. સ. ૧૮૮૬
સંપાદન - પ્રો. પ્રદ્યુમ્ન ખાચર
No comments:
Post a Comment