વાર - શનિવાર
પત્રકારત્વ જગતમાં એક ગવાતું નામ એટલે ઉર્વીશ કોઠારી. આજ રોજ ઉર્વીશ કોઠારી દ્રવારા લખાયેલ કહીએ કે પછી તેમણે 1995 થી 2005 ના પોતાના સમય ગાળા દરમ્યાન નું ડોક્યુંમેનટેશન કરી ગુજરાતી પત્રકારત્વ ના ઈતિહાસ માં પ્રથમ વખત આવું પુસ્તક બહાર પાડ્યું છે. તે બદલ ઉર્વીશ કોઠારી ને ખૂબ - ખૂબ અભિનંદન. આ સાથે તેમના દ્વારા એ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી કે આ પુસ્તક બાદ બીજા ગુજરાતી પત્રકારો પણ આવો સાહસ કરે અને ગુજરાતી પત્રકારત્વ જગતનો અરીસો સામો મૂકે .
આ મારી પ્રથમ કોન્ફરન્સ હતી. અને આ પ્રથમ કોન્ફરન્સ માં ગુજરાતી પત્રકારત્વ જગત ના જાણીતી અને માણીતી હસ્તીઓ ને અંગત રીતે મળવાનો સોભાગ્ય પ્રાપ્ત થયો તે બદલ હર્ષની લાગણી છે. અહીં આ કોન્ફન્સમાં દીપક સોલિયા, હેતલ દેસાઈ, પ્રશાંત દયાળ, પૂર્વી ગજ્જર, હર્ષલ પુષ્કર્ણા, ધૈવત ત્રિવેદી, પ્રણવ અધ્યારૂ, હસિત મહેતા, રજનીકુમાર પંડ્યા, રતિલાલ બોરસાગર, પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, જીજ્ઞેશ મેવાણી જેવા અન્ય મહાનુભાવોએ પણ પોતાની હાજરી અહીં આપી હતી.
No comments:
Post a Comment