Tuesday, August 30, 2022

બીબીસી CV વર્કશોપ

      તારીખ : 29 ઓગષ્ટ 2022 ને સોમવારે બપોરે 12 વાગ્યે BBC ગુજરાતી (BRITISH BROADCASTING CORPORATION) દ્વારા CV અંગે ઓનલાઇન ZOOM એપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેનો આનંદ છે કે મને પણ આ વર્કશોપમાં જોડાવાની તક મળી હતી.

       આ વર્કશોપમાં મુખ્ય રૂપે પોતાનું CV કઈ રીતે બનાવવું?, કઈ કઈ બાબતો રજુ કરવી, અને બીબીસી જ્યારે કોઈ વ્યક્તિને નોકરી માટે પસંદ કરે છે ત્યારે તે CV માં શું શું જુવે છે તેની ખૂબ જ સારી સમજણ આપી હતી. ત્યારબાદ બીજા મીડિયા હાઉસ થી બીબીસી કઈ રીતે જુદું પડે છે તે સમજાવવા માટે અલગ અલગ વિષયોમાં કઈ રીતે બીબીસી કામ કરે છે અને તેને કઈ રીતે રિપોર્ટિંગ દ્વારા કવર કરે છે તેના વિશે માહિતી આપો વિડીયો બતાવવામાં આવ્યો હતો.

      લગભગ એક કલાકના સમય બાદ BBC અંગે જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો હતા તે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા અને બીબીસી દ્વારા સરળ ભાષામાં સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા.

     અંતે આ વર્કશોપ ના આયોજન માટે પાર્થભાઈ પંડ્યા નો આભાર માનવોજ જોઇએ કે તેમણે અમને આવી વિશેષ તક અપાવી અને ભવિષ્યમાં પણ આવા વર્કશોપ યોજાય અને અમને જોડાવાનો મોકો મળે એવી તો આનંદ થશે.

Monday, August 29, 2022

ડો. જીવરાજ મહેતા

આજે તારીખ - 29/08/2022 ના રોજ ડો. જીવરાજ નારાયણ મહેતા ની વર્ષગાંઠ છે. જેઓ ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેઓ ૧ મે ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૩ ) ના સમય ગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી પદ પર હતા. અને  ૭ નવેમ્બર ૧૯૭૮ ) ના રોજ છેલ્લો શ્વાસ લીધો હતો.

ફોટોગ્રાફ - વિકીપીડિયા 

Sunday, August 28, 2022

મહાવત ને ટ્રાફીક નિયમો લાગે કે નહીં ?

હું હાથી માં ખોવાયેલો અને મહાવત મોબાઈલ ઘેલો.

આજે એલિસ બ્રિજ પાસે એક હાથી ની સવારી એ જતાં મહાવત ને જોયો. હું તો હાથી ને જોઈ ને આપ મેળે ખુશ થતો હતો ફોટો વિડિયો બનાવતો હતો જ્યારે મહાવત હાથી ની સવારી માણવા ની જગ્યાએ હાથી પર સવાર થઈ અને મોબાઈલ મચકોડતો હતો. ત્યારે એક સવાલ થયો કે મહાવત ને ટ્રાફીક નિયમો લાગે કે નહીં .? તમારો જવાબ શું છે .?


Thursday, August 25, 2022

તો મને ગમશે...!

 
તો મને ગમશે...!

કોયલના મીઠા ટહુકા જેવો તારો અવાજ મારા કાને પડશે, મને ગમશે,
એ કાન, મસ્તિશ થી થઇ સીધો હૃદય સુધી પહોંચશે, મને ગમશે,
એમાં હું લીન થઈશ, થોડો ગાંડો - ઘેલો થઈશ, મને ગમશે,
એક વાતની ખાતરી આપુ,
કશું નહીં હોય ત્યારે તું હોઈશ તો મને ગમશે,
તું ઝરમર ઝરતા ઝરણાં જેવી,
વહેલા ખીલેલા ગુલાબ જેવી,
સુરજ ની પહેલી કિરણ જેવી,
ચંદ્રમાની ચાંદની જેવી,
જ્ઞાનમાં તું ગીતા જેવી,
રૂપમાં તું અપ્સરા જેવી,
બધા રૂપોમાં તું મારી થઈશ મને ગમશે...!

રામે સીતાને માર્યા જો!

રામે સીતાને માર્યા જો!

લેખક - પન્નાલાલ પટેલ

થોડાક દિવસ પહેલા વાંચવામાં આવેલ પુસ્તક ' રામે સીતાને માર્યા જો! '


વાલ્મીકિ કૃત રામાયણ ઉપરથી લોક લાડીલા પ્રખ્યાત  લેખકશ્રી એવા પન્નાલાલ પટેલ દ્વારા રામે સીતાને માર્યા જો ! પુસ્તક ઉજાગર કર્યું જેમાં વાલ્મીકિ રામાયણના ના જીણવટ ભર્યા પ્રસંગોને જીનવટથી અને રસપ્રદ મુક્યા છે. જેનું શીર્ષક પ્રખ્યાત લોકગીત 

' લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો ! ' 

પર થી લેવામા આવેલ છે. તે ખરેખર પુસ્તક પ્રમાણે યથાયોગ્ય છે.

Monday, August 22, 2022

મેં વાચેલા પુસ્તકો

મેં વાચેલા પુસ્તકો

"હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’

- લોકમાન્ય ટિળક     


01. અમદાવાદના પોળો અને પરા - ડો. માણેક પટેલ 'સેતુ'

02. ચોથી જાગીર

03. અખબારી લેખન

04. રિપોર્ટરની ડાયરી

05. પત્રકારત્વના પ્રવાહો (ગઇકાલ, આજ અને આવતીકાલ) ભાગ - 1,2,3,4 અને 5

06. ઐતિહાસિક પરિપ્રેશ્યામા ગુજરાતી પત્રિકા -પ્રવૃત્તિ દફ્તરો આધારિત એક અધ્યયન - બીંદુવાસીની જોશી

07. કિશોરલાલ મશરુવાળા: એક અધ્યયન

08. શ્રેયાર્થીની સાધના: સદગત કિશોરલાલભાઈનું જીવન ચરીત્ર

09. પ્રાસંગીક પત્રો

10. મઘપુડો (પુસ્તક-વાચન-પુસ્તકાલય)

11. યુગ પ્રવર્તક પત્રકાર: ડો. બાબા સાહેબ આંબેડકર

12. પત્રકાર-સેનાપતી: અમૃતલાલ શેઠ

13. ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ

14. આંસુ લુછવા જાઉં છુ

15. ગીતા- દર્શન અધ્યાય: 3 (કર્મયોગ), 4,5

16. ગાંધીજીનું સાહિત્ય - રમણ મોદી

17. હરીલાલ ગાંધી: એક દુ:ખી આત્મા - દેવદાસ ગાંધી

18. આપણા લોક-ઉત્સવ

19. પત્રકારીતા કી કાર્યશૈલી (હિન્દી)

20. ભારતીય પત્રકારીતા (હિન્દી)

21. હિન્દી પત્રકારીતા કા ઈતિહાસ (હિન્દી)

22. સંપાદન, પૃષ્ઠ સાજા ઓર મુદ્રણ (હિન્દી)

23. સંપાદન કલા (હિન્દી)

24. પત્રકારીતા મે સંપાદન કા મહત્વ (હિન્દી)

25. News reporting and editing : on overview

26. ચુની હુઈ હાસ્ય કવિતાએ

27. પ્રિયજન

28. મળેલા જીવ

30. કાનુનની આસપાસ

31. વહીવટી કાયદો

32. મેરે પ્રિય આત્મન 

33. વિજળી હાજી કાસમની

34. આઝાદીના મુકદમા : 1958-1946 - તરુણ ભારતી

35. ઓથાર ભાગ - 1 - અશ્વીની ભટ્ટ

36. મહારાજ: એક પત્રકાર, એક પાવરફુલ ધર્માચાર્ય અને જંગી રમખાણો, બદનક્ષી દાવો

37. કાનૂન અને પત્રકારત્વ

38. અખબારી ઉદ્યોગ : સંગઠન અને સંચાલન

39. પ્રહરીની આંખે

40. રામે સીતાને માર્યા જો! - પન્નાલાલ પટેલ

41. મેરે પ્રિય આત્મન

42. મહોતું - રામ મોરી

43. રમખાણોનું અધૂરું સત્ય - પ્રશાંત દયાળ

44. ૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય -  પ્રશાંત દયાળ

45. એક કેદીની નોંધપોથી

પ્રત્યાયન નો અર્થ અને વ્યાખ્યા

 પ્રત્યાયન નો અર્થ અને વ્યાખ્યા


પ્રસ્તાવના

સામાન્ય રીતે વ્યક્તિ હર પડે પોતાના વિચારો લાગણીઓ ભાવનાઓ જરૂરિયાતો ઈચ્છાઓ વગેરેનું પોતાના સંબંધમાં આવનારા વ્યક્તિઓ સાથે આદાન પ્રદાન કરે છે સાદા અર્થમાં આ આદાન-પ્રદાનને પ્રત્યાયન કહે છે આ આદાન-પ્રદાન શબ્દો સંકેતો વાણી વ્યવહાર કે અન્ય માધ્યમો દ્વારા થાય છે બધા જ પ્રાણીઓ પ્રત્યાયન કરે છે.
દાખલા તરીકે કૂતરો ભસે એટલે તરત જ બીજો કૂતરો ભસવાનું ચાલુ કરે છે સમાજ અને સંગઠન છે સંગઠનની સફળતાનો આધાર તેના કાર્યક્ષમ વ્યવસ્થાપન પર આધાર રાખે છે અને વ્યવસ્થાપનનો આધાર પ્રબંધકના પ્રત્યાયન કૌશલ્ય પર અવલંબે છે. 
શાળા એક સંગઠન છે આચાર્ય શાળાનો પ્રબંધક છે શિક્ષક વર્ગખંડના વ્યવસ્થાપક છે આથી શાળા કક્ષાએ પણ શિક્ષણ પ્રક્રિયાની અસરકારકતા નો આધાર આચાર્ય અને શિક્ષકના કૌશલ્ય પર છે.

અર્થ

પ્રત્યાયન માટે અંગ્રેજી શબ્દ communication છે જે લેટિન ભાષામાંથી મળેલો છે લેટિન ભાષામાં communis શબ્દનો અર્થ સમાન common થાય છે પ્રત્યાયન માં પ્રત્યેક સંદેશો પ્રાપ્ત કરનાર સાથે સમરૂપતા સમાનતા communnes એટલે એક સરખો અર્થ બોધ સ્થાપિત કરવા પ્રયાસ કરે છે.
આમ પ્રત્યાયન એ બે પક્ષો વચ્ચે કોઈ એક વિષય સંબંધમાં એક સરખી સમજ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે પ્રત્યાયન માં સંદેશા ની સાથે સાથે સમજ અન્ડરસ્ટેન્ડિંગ નો વિનિમય પણ આવશ્યક છે.

પ્રત્યાયન ની વ્યાખ્યાઓ

પ્રત્યાયને એવી પ્રક્રિયા છે જેમાં સંદેશ અને સમજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે 
- ક્રીથ ડેવિસ

પ્રત્યાયન એ બે કે બે થી વધુ વ્યક્તિઓ વચ્ચે હકીકતો વિચારો ભાવનાઓ નો વિનિમય છે
- ન્યુમેન અને સમર

સમાન પ્રતિકોના માધ્યમથી માહિતી કે સમજનું સંચરણ એટલે પ્રત્યાયન
- ગીપ્સન અને ઇવેન્સવીચ

Communication is the transfer of conveying of meaning 
- Oxford dictionary

પ્રત્યયની પ્રક્રિયા અને તત્વો

- પ્રત્યાયન એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છે
- પ્રત્યેક કળા છે યુક્તિ છે જેના માધ્યમથી માહિતીનું આદાન-પ્રદાન થાય છે
- માહિતી સંક્રાંત કરવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન

પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકો (તત્વો) 

પ્રત્યાન પ્રક્રિયામાં સામેલ ઘટકો ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે પ્રત્યયની સમગ્ર પ્રક્રિયામાં આ ઘટકોની સક્રિયતા અને આંતરક્રિયા જ જવાબદાર છે દરેક ઘટક પરસ્પર આધારિત છે અને પરસ્પર પ્રભાવિત કરે છે.

- પ્રત્યાયનનો દરેક ઘટક પોતાની આગવી વિશેષતા ધરાવે છે આ વિશેષતાઓની ઓળખ સમજ પર અસરકારક પ્રત્યાયન સ્થાન લે છે પ્રત્યાયનના મહત્વના ઘટકો તત્વો નીચે પ્રમાણે દર્શાવી શકાય.

1. પ્રેષક
2. સંકેતિકરણ
3. સંદેશો
4. માધ્યમ
5. વિસંકેતીકરણ
6. સંદેશો પ્રાપ્ત કરનાર
7. પ્રતિપોષણ
8. વિક્ષેપ

1. પ્રેષક - જય વ્યક્તિ પ્રત્યયની પ્રક્રિયા શરૂ કરે તેને પ્રેષક કહેવાય પ્રેષક માહિતીને નિર્ધારિત કરે છે તથા માધ્યમની પસંદગી પણ તે જ નક્કી કરે છે.

2. સંકેતિકરણ - પ્રેષક દ્વારા જે માહિતી આપવાની હોય તે માટે વિવિધ શાબ્દિક કે અશાબ્દિક સંજ્ઞાઓ વધારે તેને સંકેતિકરણ કહેવાય.

3. સંદેશો - પ્રેષક દ્વારા જે માહિતી અન્યને આપવાની હોય તેને સંદેશો કહેવાય

4. માધ્યમ- સંદેશો આપવા માટે જેનો સહારો લેવાય તેને માધ્યમ કહે છે જેમ માધ્યમ અનુકૂળ હોય તેમ પ્રત્યાયન વધુ અસરકારક બને છે.

5. અસંકેતીકરણ - સંદેશાનુ અર્થઘટન - સંદેશો મેળવનાર વ્યક્તિ સંદેશા નું વિશ્લેષણ કરી વાસ્તવમાં પ્રેષક શું કહેવા માંગે છે તે સમજી જાય છે તેને અસંકેતિકરણ કહે છે

6. સંદેશો પ્રાપ્ત કરનાર - જે વ્યક્તિ સંદેશો મેળવે છે તેને સંદેશો પ્રાપ્ત કરનાર કહેવાય 

- અહીં જો વિદ્યાર્થી રસ પૂર્વક સંદેશો પ્રાપ્ત કરે તો જ અસરકારક પ્રત્યય પ્રાપ્ત થાય છે.

7. પ્રતિપોષણ - સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિ પોતાના ચોક્કસ વર્તન દ્વારા પ્રેષકને વળતો સંદેશ આપે તેને પ્રતિપોષણ કહેવાય

- વર્ગખંડમાં શિક્ષક પ્રેષક અને વ્યક્તિ પોષણ કરનાર હોય છે જો યોગ્ય પ્રત્યાયન થયું હોય તો વિદ્યાર્થી પોતાની ચેષ્ટા દ્વારા જવાબ આપશે

- પરંતુ જવાબ અપાતી વખતે વિદ્યાર્થી પોતે પ્રેષક અને શિક્ષક વચ્ચે સંદેશો પ્રાપ્ત કરનાર બની જાય છે

8. વિક્ષેપ - અવરોધ - સમગ્ર પ્રત્યય પ્રક્રિયાને એટલે કે સંદેશા ની આપલેની પ્રક્રિયામાં ખલેલ ઊભી થાય તેને વિક્ષેપ કહેવાય છે.

પ્રત્યાયન ના પ્રકારો

પ્રત્યાયન ના પ્રકારો નીચે પ્રમાણે છે

1. માહિતી
2. સુચના
3. સમજાવવું
4. મનોરંજન
5. ચર્ચા વિચારણા
6. સંસ્કૃતિ બઢતી
7. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા

1. માહિતી - માહિતી એક વ્યક્તિ દ્વારા ખડાય છે અને બીજા વ્યક્તિને આદાન-પ્રદાન કરે છે આ તમામ દ્વારા ઊભી થતી પ્રક્રિયાને માહિતી કહેવાય છે.

2. સુચના - કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં જે કંઈ સમજણ આપવામાં આવે છે તેને સૂચના આપી કહેવાય છે પ્રત્યાયનનું કાર્ય સૂચના આપવાનું પણ છે દાખલા તરીકે lockdown શરૂ થયું ત્યારે જે સરકારે જણાવ્યું હતું તે બધું જ મીડિયાના માફરે જ જણાવ્યું હતું અને લોકોને સૂચના આપી હતી કે કામ વગર બહાર ના નીકળો વારંવાર સાબુથી હાથ સાફ કરો માસ્ક અવશ્ય પહેરો વગેરે જે સૂચના આપવામાં આવી હતી.

3. સમજાવવું - જે માહિતી મોકલનાર પ્રાપ્ત કરનારને વિસ્તારથી કોઈ લેખ અથવા સામાન્ય રીતે આકૃતિ દોરી ને આપે તેથી પ્રાપ્ત કરનારને આસાનીથી સમજાય છે ત્યાંનું કાર્ય સમજણ આપવાનું પણ છે

- દાખલા તરીકે ડોક્ટર દર્દીને દવા કેમ પીવી તે સમજાવે છે

4. મનોરંજન - પ્રત્યાયન મનોરંજન ખૂબ જ જરૂરી છે જ્યારે માણસ હારેલો થાકેલો અને ખૂબ જ વ્યસ્ત હોય ત્યારે તે મનોરંજન દ્વારા અસરકારક પ્રત્યાયન થઈ શકે છે

5. ચર્ચા વિચારણા - પ્રત્યાયન આ કાર્ય દ્વારા વિવિધ સમૂહ માધ્યમમાં લોકો જાહેર હિત ને સ્પર્શતા મુદ્દાઓ પ્રતિબિંબ રજૂ કરે છે હું વાંચન પ્રજા સમૂહને સ્પર્શતી આવી બાબતો ઉપર ચર્ચા વિચારણા દ્વારા તેઓ કોઇ ચોક્કસ તારણ કે સંમતિ ઉપર આવે છે

6. સંસ્કૃતિ બઢતી અને વિકાસ - આપણે ત્યાં સંસ્કૃતિની જાળવણી તેની બઢતી માટેની તક પૂરી પડાય છે સંસ્કૃતિમાં આદાન-પ્રદાન અને તે દ્વારા એકબીજા દેશ સમાજ કે વ્યક્તિની સંસ્કૃતિને પણ માધ્યમો દ્વારા જાણી શકાય છે જોકે આથી મહત્વનો પ્રશ્ન એ છે કે માધ્યમમાં દ્વારા કોની સંસ્કૃતિની કેવી રીતે આગળ ધરવામાં આવે છે સાથે સાથે એ પણ એટલું જ અગત્યનું છે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા માહિતી મોકલનારની રાય શું છે

7. એકતા અને અખંડિતતા - એકતા અને અખંડિતતા માટે પ્રત્યાયન એ બહુ મોટું સાધન છે જેના દ્વારા વિવિધ સંસ્કૃતિઓ એકબીજાની નજીક આવે છે એકબીજાને જાણે છે એકબીજાને સમજે છે અને એકબીજા સ્વીકારે છે આમ એકબીજા પ્રત્યે સહહિસ્નિતા વિશે છે જોકે પૂર્તિ કાળજી અને સભાનતા ન રાખવામાં આવે તો તે ભારે નુકસાન પણ કરી શકે તેમ છે

- દાખલા તરીકે આમ આદમી પાર્ટીના લોકો એકત્ર થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર ગયા પણ તેમને ભાન ન રહેતા એક મોટી આપત આવી ગઈ.