Sunday, September 4, 2022

વિવેકાનંદ અને ભગત સિંહ

આજના વૈચારિક યુગમાં પણ યુવાનોને જેના ઉદાહરણો આપવામાં આવે તેવી વ્યક્તિ એટલે સ્વામી વિવેકાનંદ અને ભગત સિંહ. જ્યારે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ દિવસે તો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. અને ભગત સિંહ જ્યારે ફાંસી પર ચડ્યા તે દિવસને શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિઓએ દેશ માટે ઘણું બધું કર્યું, પણ શું આપણે તેમનું સન્માન જાળવી શક્યા ખરા .? એ એક પ્રશ્ન છે પોતાની જાત ને પૂછવો જ જોઈએ...

આજે દેશના યુવાનોમાં જોવાતી મોટી સમસ્યા એટલે વ્યસન. વ્યસનના લીધે તો કેટલા પરિવારો રજળતા બન્યા છે કેટલી માં એ પોતાના જુવાન દિકરા- દિકરી ખોયા છે. આજે જેમ આપણે જોઈએ છીએ વ્યસનના વેચાણ માટે તો ઘણા ચહિતા કલાકારો પણ આજ કાલ પ્રચાર માટે આવે છે. તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે તેમની ઈચ્છા ની વાત છે તેમાં ન પડયે.

    પરંતુ આવા જીવલેણાં પદાર્થને વિવેકાનંદ અને ભગત સિંહના ફોટા લગાવી વેચવા એ તો યોગ્ય ન કહેવાય, આપડા માટે ખુબજ શરમ જનક બાબત છે અને તેમનું અપમાન છે. 

Saturday, September 3, 2022

લખું છું, લખાય છે, લખતો જાવ છું

 લખું છું, લખાય છે, લખતો જાવ છું,

વિચારો ઘણા આવ્યા કરે કાગળ પર ચીતરતો જાવ છે,

ચાલતા -ચાલતા જતા -જતા નજરો એ ઘણા કિસ્સા પડે,

એ કિસ્સાઓમાં પોતાની જિંદગીને હું જીવતો જાવ છું,


સાંજ પડે અને સવારની રાહ જોતો જાવ છું,

ક્યારેક તો તું આવીને મળીશ એ જ વિચારતો જાવ છું,

તારે ને મારે શું ? માટીના રમકડાના ખેલ,

વરસાદ આવે પાણી પડે અને રમકડા ધોતો જાવ છું,


વાતો કરતા આવડતી નથી કાલી ઘેલી કરતો જાવ છું,

વિચારોના વૃંદાવનમાં એકલો જ ફરતો જાવ છું,

સાથીદારની ખોજ નથી પણ કમી તો ખરી ને ભાર્ગવ,

મળે કોઈ તો બસ એની સાથે બેસી જાવ છું....

Thursday, September 1, 2022

ઘડીક કંઈ તો ઘડીક કંઈ વિચાર્યા કરું છું


 ઘડીક કંઈ તો ઘડીક કંઈ વિચાર્યા કરું છું,

સપના સાકાર કરવા માટે પહેલા તેને જોયા કરું છું,

ઘણા પૂછે છે તારે શું બનવું છે?, તારું સપનું શું છે?,

કેમ કહું ભલા માણસ, હું પણ એ જ વિચાર્યા કરું છું,


આકાશમાં ચમકતા તારલાઓને જોઈ વિચાર એ કરું છું,

કયો તારો વધુ ચમકે છે બસ તેને જોયા કરું છું,

ઘણા તારા ચમકતા- ચમકતા ઓઝલ થાય છે,

જે એક તારો સત્તત ચમકે છે તેને જોયા કરું છું,


નદીઓના ખડખડતા પાણીની જેમ વહયા કરું છું,

રસ્તામાં કોઈ બાંધ બાંધે તો તેને તોડ્યા કરું છું,

ભાર્ગવ બાંધ તૂટતાં ઊઠે છે ભ્રષ્ટાચારના પ્રશ્નો,

એ વહેતી નદીની વેદના ને અનુભવ્યા કરું છું,


ઘડીક કંઈ તો ઘડીક કંઈ વિચાર્યા કરું છું...

Tuesday, August 30, 2022

બીબીસી CV વર્કશોપ

      તારીખ : 29 ઓગષ્ટ 2022 ને સોમવારે બપોરે 12 વાગ્યે BBC ગુજરાતી (BRITISH BROADCASTING CORPORATION) દ્વારા CV અંગે ઓનલાઇન ZOOM એપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેનો આનંદ છે કે મને પણ આ વર્કશોપમાં જોડાવાની તક મળી હતી.

       આ વર્કશોપમાં મુખ્ય રૂપે પોતાનું CV કઈ રીતે બનાવવું?, કઈ કઈ બાબતો રજુ કરવી, અને બીબીસી જ્યારે કોઈ વ્યક્તિને નોકરી માટે પસંદ કરે છે ત્યારે તે CV માં શું શું જુવે છે તેની ખૂબ જ સારી સમજણ આપી હતી. ત્યારબાદ બીજા મીડિયા હાઉસ થી બીબીસી કઈ રીતે જુદું પડે છે તે સમજાવવા માટે અલગ અલગ વિષયોમાં કઈ રીતે બીબીસી કામ કરે છે અને તેને કઈ રીતે રિપોર્ટિંગ દ્વારા કવર કરે છે તેના વિશે માહિતી આપો વિડીયો બતાવવામાં આવ્યો હતો.

      લગભગ એક કલાકના સમય બાદ BBC અંગે જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો હતા તે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા અને બીબીસી દ્વારા સરળ ભાષામાં સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા.

     અંતે આ વર્કશોપ ના આયોજન માટે પાર્થભાઈ પંડ્યા નો આભાર માનવોજ જોઇએ કે તેમણે અમને આવી વિશેષ તક અપાવી અને ભવિષ્યમાં પણ આવા વર્કશોપ યોજાય અને અમને જોડાવાનો મોકો મળે એવી તો આનંદ થશે.

Monday, August 29, 2022

ડો. જીવરાજ મહેતા

આજે તારીખ - 29/08/2022 ના રોજ ડો. જીવરાજ નારાયણ મહેતા ની વર્ષગાંઠ છે. જેઓ ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેઓ ૧ મે ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૩ ) ના સમય ગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી પદ પર હતા. અને  ૭ નવેમ્બર ૧૯૭૮ ) ના રોજ છેલ્લો શ્વાસ લીધો હતો.

ફોટોગ્રાફ - વિકીપીડિયા 

Sunday, August 28, 2022

મહાવત ને ટ્રાફીક નિયમો લાગે કે નહીં ?

હું હાથી માં ખોવાયેલો અને મહાવત મોબાઈલ ઘેલો.

આજે એલિસ બ્રિજ પાસે એક હાથી ની સવારી એ જતાં મહાવત ને જોયો. હું તો હાથી ને જોઈ ને આપ મેળે ખુશ થતો હતો ફોટો વિડિયો બનાવતો હતો જ્યારે મહાવત હાથી ની સવારી માણવા ની જગ્યાએ હાથી પર સવાર થઈ અને મોબાઈલ મચકોડતો હતો. ત્યારે એક સવાલ થયો કે મહાવત ને ટ્રાફીક નિયમો લાગે કે નહીં .? તમારો જવાબ શું છે .?