Monday, October 31, 2022

મોરબી

તારીખ -30/10/2022

વાર - રવિવાર

સમય -6:30


મોરબીને પાણીની ઘાત 43 વર્ષે વળાકો


#black_for_Morbi


મચ્છુ નદી પર ના પુલ નો સેટેલાઇટ નજારો



પુલ તૂટતા સમયનો સીસીટીવી ફોટેજ





Saturday, October 29, 2022

દ્વારકા

દ્વારકાધીશ મંદિરનો પ્રવેશ દ્વાર

દ્વારકાધીશ મંદિર



દ્વારકા : ગોમતી નદી પર રિલાયન્સ દ્વારા બાંધેલો સુદામા સેતુ 

હાલ બેટ દ્વારકા જવા માટે વહાણ સેવા


બેટ દ્વારકા ને સ્થળ માર્ગે જોડવા માટે બનતો બેટ દ્વારકા બ્રિજ

બેટ દ્વારકા બ્રિજનો સેટેલાઇટ ઇમેજ

બેટ દ્વારકા મંદિર સુધી જવા માટે રેકડી સેવા

બેટ દ્વારકા મંદિર સુધી જવા માટે ઇલેક્ટ્રિક રિક્ષા


Wednesday, October 19, 2022

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિની યાદી

મોહનદાસ કે. ગાંધી
(મહાત્મા ગાંધી)
18-10-1920 થી 30-01-1948
શ્રી વલ્લભભાઈ પટેલ
14-06-1948 થી 15-12-1950

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 
14-03-1951 થી 28-02-1963

શ્રી મોરારજીભાઈ દેસાઈ
 16-06-1963 થી 10-04-1995

પ્રોફેસર રામલાલ પરીખ
 23-06-1996 થી 21-11-1999

ડૉ. સુશીલાબહેન નાયર
26-06-2000 થી 03-01-2001

શ્રી નવીનચંદ્ર બારોટ 
26-06-2001 થી 01-08-2002

શ્રી નવલભાઈ શાહ 
04-10-2002 થી 15-02-2003


શ્રી રવિદ્ર વર્મા 
18-07-2003 થી 09-10-2006


શ્રી નારાયણભાઈ દેસાઈ
 23-07-2007 થી 07-03-2015

શ્રી ઈલા રમેશ ભટ્ટ
 07-03-2015 થી 19-10-2022

શ્રી આચાર્ય દેવવ્રત 
20-10-2022 થી ( હાલ સુધી )






Tuesday, October 18, 2022

રઘુવીર ચૌધરી

 

છબી - ભાર્ગવ મકવાણા 

છબી - ભાર્ગવ મકવાણા

ગૂજરાત વિદ્યાપીઠના 68 માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રઘુવીર ચૌધરી

Sunday, October 16, 2022

રઘુવીર ચૌધરી


છબી - વિકિપીડિયા

   રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે.


જીવન - તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.


સન્માન -
  • કુમાર સુવર્ણ ચંદ્રક
  • ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
  • સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર
  • રણજિતરામ સુવર્ણચંદ્રક
  • જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૫)
  • નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૯૫) - તિલક કરે રઘુવીર માટે

સંયોજન - વિકિપીડિયા

Sunday, October 9, 2022

અમદાવાદનાં પોળો અને પરાં

અમદાવાદનાં પોળો અને પરાં એ ડૉ. માણેક પટેલ ' સેતુ ' દ્વારા રચાયેલ પુસ્તક છે. પુસ્તક કરતા એક સંદર્ભગ્રંથ શબ્દ પ્રયોજવો વધુ  યોગ્ય જણાય છે. અહીં સેતુ એ સંપૂર્ણ અમદાવાદને જેમ નુ તેમ વેઠ ઉતાર્યું છે. અમદાવાદને આજે ઘણા લોકો એક અતિઆધુનિક શહેર માત્ર ઓળખે છે. પરંતુ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શું છે એ તો અહીંના પૂર્વ અમદાવાદી લોકો જ જાણે છે. અમદાવાદ શહેરને સાબરમતી નદી બે ભાગમાં વિભાજિત કરે છે અને એ વિભાજન માત્ર ભૌતિક નથી પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ એ સૂર્ય અને ચંદ્રમા જેવા છે. બંને વિભિન્ન છે. 

એક બાજુ ગગન ચૂમી ઇમારતો તો એક બાજુ એક ઘર થી બીજા ઘરમાં હાથ મિલાવી શકાય તેવી પોળો. બંને અલગ છે. સેતુ પ્રમાણે જે લોકો પોળોને મૂકીને બહાર રહેવા ચાલ્યા જાય છે એમને ત્યાં ફાવતું નથી અને તે પાછા પોળોમાં રહેવા માટે આવી જતા હોઈ છે. અમદાવાદમાં આવેલ આ પોળ જેટલી રોમાંચક લાગે, તેની વાત કરવી ગમે, ત્યાં ફરવા જવું ગમે, તો વિચારો ત્યાં રહેતા લોકોને તે પોળો પ્રત્યે કેટલો પ્રેમ હશે. બધી પોળોના નામ હોઈ છે ઘણી પોળો કોઈ ચોક્કસ જ્ઞાતિ સમુદાયની હોઈ છે તો ક્યાંક બધા લોકો સાથે મળીને રહેતા હોઈ છે. અત્યારના સમયમાં મોટા ભાગની પોળોમાં બધા લોકો સાથે મળીને રહે છે. પોળ નામ સાંભળતાની સાથે જ આપના દિમાગમાં એ સાંકડી ગલીઓ આવે એની પાછળ પણ ઇતિહાસ છે કે પહેલા પોળોમાં પણ ગલીઓ પહોળી હતી, પણ પછી થી એક સુરક્ષાની ભાવનાની સાથે બધા લોકો પાસે - પાસે રહેવા લાગ્યા પોળોની એક ડેલી (દરવાજો) પણ હોઈ એટલે એ દરવાજો બંધ થાય જાય એટલે પોળમાં બહારનું કોઈ આવી શકે નહીં આથી સલામતી માટે લોકો પાસે પાસે રહેવા લાગ્યા અને થોડા પૈસા આપતા જ્યા ત્યાં ઘર બનાવવાની પરવાનગી પણ આસાનીથી મળી જતી .. આમ અમદાવાદની પોળોની એક - એક બાબત કે જે આપણાને અલગ લાગે છે તે બધી બાબતો પાછળ કોઈ ચોક્કસ ઇતિહાસ છુપાયેલો છે. જેનો ડૉ. માણેક પટેલ ' સેતુ ' દ્વારા અહીં દસ્તાવેજીકરણ કરવામાં આવેલ છે.

" અમદાવાદનું કેન્દ્ર એટલે ભદ્ર. તેનાથી શરૂ કરી, પછી બધા પરાં - વિસ્તારો વર્ણાનુક્રમે - કક્કાવારી પ્રમાણે ગોઠવ્યા છે. અંતે અમદાવાદના જાણીતા સ્થળો ની માહિતી ટૂંકમાં આપવામાં આવી છે. જ્યારે અજાણી વાતો કે માહિતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે ધ્યાનમાં લેવા વિનંતી છે.

વર્લ્ડ હેરિટેજ સિટી - અમદાવાદના મુલાકાતિઓ - પ્રવાસીઓ માટે આ પુસ્તક ગાઈડગ્રંથ અને અભ્યાસુઓ માટે વિશ્વાસનિય રેફરન્સગ્રંથ તરીકે પુરવાર થશે, એની મને પ્રતીતિ છે." - ડૉ. માણેક પટેલ 'સેતુ'

ડૉ. માણેક પટેલ 'સેતુ'

લેખક ના અન્ય પુસ્તકો 

1. વેલકમ ટુ અમદાવાદ - અ કમ્પ્લીટ સીટી ગાઈડ
2. અમદાવાદ કથા
3. આ છે અમદાવાદ
4. અમદાવાદની અસ્મિતા

અમદાવાદની વધુ માહિતી માટે ડૉ. માણેક પટેલની વેબસાઇટ અહીં ક્લિક કરો

એક મહાન આત્મા મહાત્મા ગાંધી - રાષ્ટ્રપિતા


શેઠ વી.એસ. જનરલ હોસપિટલ, અમદાવાદ

વી.એસ. હોસ્પિટલ બહારનો ફોટો

 ઉત્તમ અને અતિ આધુનિક આરોગ્ય સુવિધા માટે અમદાવાદ એલિસબ્રીજ પાસે આવેલ શેઠ વી.એસ.જનરલ હોસપિટલ એ લોકોની પહેલી પસંદ હોય છે. આ હોસ્પિટલને અમદાવાદી લોકો માત્ર વી.એસ. આ નામે ઓળખે છે. પરંતુ થોડીક વધુ કાળજી લેવામાં આવે અને સફાઈમાં વધુ ધ્યાન આપવામાં આવે તો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શકે છે. 

આજ એક મિત્ર સાથે વી.એસ. હોસ્પીટલ જવાનું થયું તો ત્યાં બેન્ચ પર બેઠેલા કુતરા જોયા થોડી વાર તો મન માં વિચાર આવ્યો કે હું પશુ દવાખાનામાં તો નથી આવી ગયો ને. મને લાગ્યું કે આ બાબતે મારે કંઇક લખવું જોઈએ.

વી.એસ. હોસ્પિટલ અંદર ના ફોટો

Saturday, October 8, 2022

પહેલી મેટ્રો સફર

અમદાવાદ મેટ્રોની પહેલી સફરની યાદગાર ક્ષણો

મોટેરા સ્ટેડયમ થી ઓલ્ડ હાઇકોર્ટ

મેટ્રોની ટીકીટમેટ્રોના ટોકન

સાથી મિત્રો - 
1. ધવલ પટેલ  2. સંદીપ માલ  3. સ્મિત દેસાઈ. 4. રાહુલ નાયક

Friday, October 7, 2022

અમદાવાદ મેટ્રો

તારીખ 03-10-2022 ને સોમવારના દિવ્યભાસ્કરના સમાચાર કે લોકો મેટ્રોને ગંદી ન કરે તે માટે પાન - મસાલા કાઢી લેવાયા અને આજે જ્યારે હું મેટ્રોની મુસાફરી માટે ગયો ત્યારે મે પણ જોયું કે પાન, મસાલા ,સિગારેટ એ બધું બહારજ કાઢી લેવાય છે પરંતુ જૂની કોર્ટ થી મોટેરા સ્ટેડિયમ સુધી સફર કરી અને મોટેરા મેટ્રો સ્ટેશને જોયું તો ત્યાં પાન માવા ની પિચકારીઓ નજરે ચડી.

જે લોકો મુસાફરી કરવા માટે આવે છે તેમની પાસે થી તો પાન મસાલા બહારજ કઢાવી લેવાય છે તેનો હું ખુદ સાક્ષી છું. તો આ પાન મસાલા ની પિચકારીઓ મારનાર કોણ એ એક પ્રશ્ન છે, શું ત્યાં કામ કરતા લોકો .? 
મોટેરા મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમનો ફોટો

ફોટોગ્રાફર - ભાર્ગવ મકવાણા

Wednesday, October 5, 2022

દાનવ દેવો ભવઃ !

સૌરાષ્ટ્ર હેડલાઈન / તા - 05-10-2022 / બુધવાર / દશેરા

AMTS

AMTS અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો જે સરકારી બસો છે પરંતુ કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીની બસો નથી તેવું આપણે સૌ જાણીએ છીએ અને માન્ય પણ છે. પરંતુ સંજોગોવશ ઘણા એવા તારણો ઊભરી આવે છે જેથી ક્યારેક તો એવું લાગે કે આ બસો કોઈ ચોક્કસ રાજકીય પાર્ટી એ મુકાવેલી હોય જ્યારે જ્યારે કોઈ રાજકીય નેતા અમદાવાદમાં આવતા હોય ત્યારે આ બસો પોતાની આખી દિનચર્યાથી વિરુદ્ધમાં કામ કરે છે કે તેમની પાસે કરાવવામાં આવતું હોઈ છે. હાલ જ્યારે ગુજરાતમાં 36 માં રાષ્ટ્રીય રમત ઉત્સવના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બધી બસોને મોદીજીના કાર્યક્રમ માટે મૂકવામાં આવી હતી અને ત્યારે એક દિવસમાં માત્ર બસોનો ખર્ચ 74 લાખની આસપાસ આવ્યો હતો. એ બધું તો ઠીક પરંતુ આવા સમયે રોજ બસ માં અપડાઉન કરતા લોકોને હાલાકી પડી હતી. બસોને પોતાના કાર્યક્રમમાં ગોઠવ્યા બાદ પણ બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. 

આશ્ચર્યની વાત તો ત્યાં છે જ્યારે આ બસો ઉપર ભાજપના પોસ્ટરો લગાડવામાં આવેલા છે.

Tuesday, October 4, 2022

સ્ટાફ પાર્કિંગ

પાર્કિંગ માં યાતાયાતના બધાજ વાહનો પાર્ક કરી જ શકાય !

Sunday, October 2, 2022

વાહન - રક્ષામંત્ર

હેન્ડલ રહે હાથમાં... પગમાં રહે બ્રેક...
ત્રણ દેવ રક્ષા કરે... ટ્યુબ ,ટાયર ને જેક...