Sunday, October 9, 2022

અમદાવાદનાં પોળો અને પરાં

અમદાવાદનાં પોળો અને પરાં એ ડૉ. માણેક પટેલ ' સેતુ ' દ્વારા રચાયેલ પુસ્તક છે. પુસ્તક કરતા એક સંદર્ભગ્રંથ શબ્દ પ્રયોજવો વધુ  યોગ્ય જણાય છે. અહીં સેતુ એ સંપૂર્ણ અમદાવાદને જેમ નુ તેમ વેઠ ઉતાર્યું છે. અમદાવાદને આજે ઘણા લોકો એક અતિઆધુનિક શહેર માત્ર ઓળખે છે. પરંતુ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શું છે એ તો અહીંના પૂર્વ અમદાવાદી લોકો જ જાણે છે. અમદાવાદ શહેરને સાબરમતી નદી બે ભાગમાં વિભાજિત કરે છે અને એ વિભાજન માત્ર ભૌતિક નથી પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ એ સૂર્ય અને ચંદ્રમા જેવા છે. બંને વિભિન્ન છે. 

એક બાજુ ગગન ચૂમી ઇમારતો તો એક બાજુ એક ઘર થી બીજા ઘરમાં હાથ મિલાવી શકાય તેવી પોળો. બંને અલગ છે. સેતુ પ્રમાણે જે લોકો પોળોને મૂકીને બહાર રહેવા ચાલ્યા જાય છે એમને ત્યાં ફાવતું નથી અને તે પાછા પોળોમાં રહેવા માટે આવી જતા હોઈ છે. અમદાવાદમાં આવેલ આ પોળ જેટલી રોમાંચક લાગે, તેની વાત કરવી ગમે, ત્યાં ફરવા જવું ગમે, તો વિચારો ત્યાં રહેતા લોકોને તે પોળો પ્રત્યે કેટલો પ્રેમ હશે. બધી પોળોના નામ હોઈ છે ઘણી પોળો કોઈ ચોક્કસ જ્ઞાતિ સમુદાયની હોઈ છે તો ક્યાંક બધા લોકો સાથે મળીને રહેતા હોઈ છે. અત્યારના સમયમાં મોટા ભાગની પોળોમાં બધા લોકો સાથે મળીને રહે છે. પોળ નામ સાંભળતાની સાથે જ આપના દિમાગમાં એ સાંકડી ગલીઓ આવે એની પાછળ પણ ઇતિહાસ છે કે પહેલા પોળોમાં પણ ગલીઓ પહોળી હતી, પણ પછી થી એક સુરક્ષાની ભાવનાની સાથે બધા લોકો પાસે - પાસે રહેવા લાગ્યા પોળોની એક ડેલી (દરવાજો) પણ હોઈ એટલે એ દરવાજો બંધ થાય જાય એટલે પોળમાં બહારનું કોઈ આવી શકે નહીં આથી સલામતી માટે લોકો પાસે પાસે રહેવા લાગ્યા અને થોડા પૈસા આપતા જ્યા ત્યાં ઘર બનાવવાની પરવાનગી પણ આસાનીથી મળી જતી .. આમ અમદાવાદની પોળોની એક - એક બાબત કે જે આપણાને અલગ લાગે છે તે બધી બાબતો પાછળ કોઈ ચોક્કસ ઇતિહાસ છુપાયેલો છે. જેનો ડૉ. માણેક પટેલ ' સેતુ ' દ્વારા અહીં દસ્તાવેજીકરણ કરવામાં આવેલ છે.

" અમદાવાદનું કેન્દ્ર એટલે ભદ્ર. તેનાથી શરૂ કરી, પછી બધા પરાં - વિસ્તારો વર્ણાનુક્રમે - કક્કાવારી પ્રમાણે ગોઠવ્યા છે. અંતે અમદાવાદના જાણીતા સ્થળો ની માહિતી ટૂંકમાં આપવામાં આવી છે. જ્યારે અજાણી વાતો કે માહિતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે ધ્યાનમાં લેવા વિનંતી છે.

વર્લ્ડ હેરિટેજ સિટી - અમદાવાદના મુલાકાતિઓ - પ્રવાસીઓ માટે આ પુસ્તક ગાઈડગ્રંથ અને અભ્યાસુઓ માટે વિશ્વાસનિય રેફરન્સગ્રંથ તરીકે પુરવાર થશે, એની મને પ્રતીતિ છે." - ડૉ. માણેક પટેલ 'સેતુ'

ડૉ. માણેક પટેલ 'સેતુ'

લેખક ના અન્ય પુસ્તકો 

1. વેલકમ ટુ અમદાવાદ - અ કમ્પ્લીટ સીટી ગાઈડ
2. અમદાવાદ કથા
3. આ છે અમદાવાદ
4. અમદાવાદની અસ્મિતા

અમદાવાદની વધુ માહિતી માટે ડૉ. માણેક પટેલની વેબસાઇટ અહીં ક્લિક કરો

No comments:

Post a Comment