તસવીર - ભાર્ગવ મકવાણા
સ્થળ - પાલડી
"હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નહીં અને પત્રકારત્વ જેવો કોઈ વ્યવસાય નહીં." - કાંતિ ભટ્ટ
8 જુલાઈ, 1932 થી 14 જાન્યુઆરી, 2021
સ્વામી બ્રહ્મવેદાંતજી, એક ઓશો પ્રેમી અને આત્મસાક્ષાત્કાર સન્યાસી હતા. 14મી જાન્યુઆરી 2021 ની સવારે, માધવપુર-ઘેડ ( પોરબંદર ) ગુજરાતમાં તેમના ઓશો આનંદ સન્યાસ આશ્રમમાં દેહ છોડ્યો. ઘણા લોકો તેમને ભગવાન કહે છે, પરંતુ તેઓ ફક્ત સ્વામી બ્રહ્મવેદાંત કહેવાનું પસંદ કરતા હતા, જે નામ તેમને સિત્તેરના દાયકાની શરૂઆતમાં ઓશો દ્વારા તેમની સન્યાસ દીક્ષા દરમિયાન આપવામાં આવ્યું હતું.
સમુદ્રની નજીક માધવપુરમાં સ્વામી બ્રહ્મવેદાંતનો ખૂબ જ સરળ આશ્રમ, વિશ્વભરના ધ્યાનકારો અને સાધકો માટે હંમેશા ખુલ્લો રહ્યો છે. આશ્રમમાં રહેવા માટે કોઈ ફરજિયાત ફી નથી. તે મોટે ભાગે ડોનેશન સિસ્ટમ પર ચાલે છે. વ્યક્તિ તેની અનુકૂળતા મુજબ દાન કરી શકે છે અને જો કોઈની પાસે પૈસા ન હોય તો પણ ઠીક છે. કામ એ ધ્યાન છે અને વ્યક્તિ આશ્રમમાં કોઈપણ કાર્ય કરવા માટે મુક્ત છે અને મોટાભાગે લોકો તેમના કામ કરવા માટે વહેલા જાગી જાય છે. સ્વામી બ્રહ્મવેદાંત પોતે રોજનું કામ શરૂ કરવા માટે સવારે 6 વાગે ઉઠી જતા હતા. માં ધર્મ જ્યોતિ, અમૃત સાધના, અને કેટલાક અન્ય વારંવાર ધ્યાન શિબિરો કરવા ત્યાં જતા હતા. ઓશોના સૌથી પ્રિય કીર્તન અને મંત્ર ગાયક મા આનંદ તારુએ તેમના જીવનના છેલ્લા વર્ષો ઓશો આનંદ સંન્યાસ આશ્રમમાં વિતાવ્યા હતા.
સ્વામી બ્રહ્મવેદાંતજીના પ્રવચન અને વિડિયો જોવા માટે નીચેની ટેલીગ્રામ લીંકનો ઉપયોગ કરો.
દાન-પુણ્ય સાથે જોડાયેલ આ તહેવારમાં નાના બાળકોમાં
નાસ્તો વહેંચવાની પ્રથા પણ ઘણી જૂની છે સૌરાષ્ટ્રમાં તેને લાણ કહે છે. ઉતરાયણનાં
દિવસે સવારે બાળકો કોથળી કે ઠેલી લઈને આજુ બાજુનાં વિસ્તારોમાં ઘરે-ઘરે અને દુકાનો
પર જાય છે અને ત્યાંથી ઉતરાયણની લાણ માંગે છે સામે ઘરેથી બાળકોને તલ-મમરાના લાડુ,
ચોકલેટ, બિસ્કીટ વગેરે જેવી લાણ (નાસ્તો) આપવામાં આવે છે. આવી પ્રથા આજ સુધી
ગામડાઓમાં ખુબજ પ્રચલિત છે. અને બાળકો ઉત્સાહભેર જોડાય છે.
ઉતરાયણનાં દિવસે સૂર્ય ઉતર દિશા તરફ પ્રયાણ કરે
છે. એટલે આ દિવસને ઉતરાયણનાં નામે ઓળખવામાં આવે છે. ઉતરાયણ પહેલા સૂર્ય દક્ષિણ
દિશામાં હોઈ છે અને ઉતરાયણનાં દિવસથી તે ઉતર દિશા તરફ પ્રયાણ કરે છે. ઉતરાયણને મકરસંક્રાંતિનાં
નામે પણ ઓળખવામાં આવે છે. સૂર્ય જ્યારે દક્ષિણ તરફ થી ઉતર તરફ પ્રયાણ કરે છે
ત્યારે ઉતરમાં પવેશની સાથે-સાથે મકર રાશીમાં પ્રવેશે છે તેથીજ આ દિવસને મકરસંક્રાંતિનાં
નામે પણ ઓળખવામાં આવે છે. ઉતરાયણનો તહેવાર એ સૂર્યની સ્થિતિને અનુરૂપ હોઈ છે મોટા ભાગે આ તિથી એ ૧૪મી
કે ૧૫મી જાન્યુઆરીનાં રોજ આવતી હોઈ છે.આ વખતે પણ સૂર્ય ૧૪મી જાન્યુઆરી ૨૦૨૩ ને શનિવારનાં
રોજ સાંજે ૮ વાગ્યા આસપાસ મકર રાશીમાં પ્રવેશે છે.
ઉતરાયણનાં દિવસે દાન-પુણ્યનો પણ અનેરો મહિમા છે. લોકો
દાન કરે છે અને બધા દોષો માંથી મુક્તિ માંગે છે. ઉતરાયણની સવાર એ દાન-પુણ્ય માટે
ઉતમ માનવામાં આવે છે. એટલેજ આ વખતે સૂર્ય ૧૪મી ની સાંજના સમયે ઉતરમાં પ્રયાણ કરશે એટલે
૧૫મી ની સવારનો સમય દાન-પુણ્ય માટે શ્રેષ્ઠ છે. અને સાચી ઉતરાયણ પણ સૂર્યનાં ઉતરમાં
પ્રયાણ પછીની સવારેજ હોય છે.
ઉતરાયણનાં દિવસે લોકો દાન-દક્ષિણા કરે છે, પુણ્યની
માંગ કરે છે અને દોષોનાં નિવારણ અર્થે પ્રાથના કરે છે. આ દિવસે લોકો ગરીબ,
બ્રાહ્મણ, ગાય અને પશુઓને દાન આપે છે. ગાયને લીલું (ઘાંસ) ખવડાવવાની પ્રથા એ સારી
પ્રચલનમાં છે.
દરેક તહેવારની સાથે-સાથે બીજી નાની મોટી કેટલી
ઘટનાઓ હોય છે જે તે વિષયને વધુ રસપ્રદ બનાવતી હોય છે. જેવી રીતે ઉતરાયણમાં પતંગ
ઉડાડવાની સાથે-સાથે આ લાણ વહેંચવાની, ગાયને લીલું ખવડાવવાની, તથા દાન-પુણ્ય કરવાની
પ્રથા.
ગાંધી, સત્ય, અહિંસા, આઝાદી આવા વિષયો ઉપર તો અઢળક લોકો બોલે છે, દલીલો આપે છે, સાચા - ખોટાની સલાહ આપે છે. પરંતુ શાયદ ઇતિહાસમાં પ્રથમ વખત રાજકુમાર સંતોષીના નિર્દેશન હેઠળ ગાંધી અને ગોડસે બંને વિરોધાભાષી જણાતા વિષયો કે વ્યક્તિઓને એક સાથે એક પડદા પર દેખાડવાની હિંમત બતાવી છે. ગાંધી ગોડસે એક યુદ્ધ નામક ફિલ્મ 26 જાન્યુઆરી 2023 ના રોજ સિનેમામાં જોવા મળશે.
આશા છે આ ફિલ્મ દ્વારા ગાંધી અને ગોડસે ને લઈ ને લોકોમાં જે ખોટી માન્યતાઓ છે એ દુર થશે.