Sunday, July 31, 2022

વિચાર્યા કરું છું.

વિચાર્યા કરું છું.

લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું,
ચહેરો એમનો આંખો માં દેખાય છે કોણ છે એ વિચાર્યા કરું છું,
રૂબરૂ મળ્યા નથી; સંદેશ વ્યવહાર માત્ર સપનાનો,
ફરી એમનો સંદેશ આવશે વિચારી આંખો બંધ કર્યા કરું છું,
લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું.

એ કોણ હશે, એ કેવી હશે બસ અમસ્તો વિચાર્યા કરું છું,
લખવાનું મન થાય એના વિશે, એના માટે નામ વિચાર્યા કરું છું,
મુલાકાત અધૂરી ન રહી જાય, સપનું મારું ન ટૂટી જાય,
બસ એ માટે ડરયા કરું છું,
લખું છું કલમ હાથ માં લઇ ને પછી કઈક વિચાર્યા કરું છું.


મિત્રો

તારીખ - 31-07-2022
વાર - શનિવાર 

આ લેખ કાલે વિશ્વ મિત્રતા દિવસ પર તૈયાર કરેલ પરંતુ કોઈક કારણો સર તેને આજ મૂકું છું.

આમ તો જિંદગીમાં બધું મજાનું છે પરંતુ એક વાત જે મને બોવજ ની ગમે છે એ છે મારું ભાગ્ય એ પણ મિત્રો માટે નું. આજ સુધી મને કેટલા એવા મજાના મિત્રો મળ્યા છે જે આજ ભલે ગમે તેટલા સમય પછી ભેગા થયે પરંતુ તેમના મારા પ્રત્યેના કે મારા તેમના પ્રત્યેના વ્યવહાર માં કઈ પણ ફરક આવ્યો નથી. આજે કેટલાક સમય - સમયે મળેલ મારી જિંદગી ના હિરલાઓ ના નામ કહેતા લખી શકાય કે 

જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર માં 

1. દીપેન શીંગરખીયા
2. અજય રાઠોડ 
3. દશરથ લુવા
4. ગૌરવ કોટેચા
5. હિતેન વરું
6. ધવલ નંદાનીયા 
7. અલ્પેશ બોરખતરિયા

સરકારી વિનયન કૉલેજ રાણાવાવ માં 
1.પ્રકાશ ઘુમલિયા
2.જતીન સોલંકી
3. સંજય જોડ
4. આશિષ પાંડાવદરા
5. દિવ્યેશ વરું
6. પ્રકાશ વઘેડીયા
7. કેવલ સોલંકી

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ માં

1. હર્ષદસિંહ રાઠોડ 
2. યશ રાણા
3. યોગેશ વાઘેલા
4. કલ્પેશ ચાવડા
5. ધવલ પટેલ

Saturday, July 30, 2022

PP - પશુ અને પ્લાસ્ટીક

તારીખ - 30- 07-2022
વાર - શનિવાર

  ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા

વાડજ: એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ બહાર સરકાર શ્રી દ્વારા કચરા પેટી મૂકવામાં આવેલ છે અને તે તદન ખાલી જોવા મળી અને તેજ કચરાપેટી નીચે પ્લાસ્ટિકની કોથળીમાં કોઈ ખાવા ની સામગ્રી કોઈ ફેંકી ને ચાલ્યું ગયું એ ખાવાની સામગ્રી ની ગંધથી ત્યાં એક ગાય ને મે તે પ્લાસ્ટિક ખાતા જોય. હા હોઈ શકે કોઈક ને મોડું થતું હોઈ અને જલ્દી માં કચરો તેમજ ફેંકી ને ચાલ્યા ગયા હોય પણ આ જલ્દી ને લીધે આવા પશુઓ પ્લાસ્ટિક ખાય છે અને ગંભીર રોગ કે મૃત્યુ પામે છે. આવી નાની- નાની વાતો ના લીધે કેટલીક ગંભીર સમસ્યાઓ જન્મ લેતી હોય છે. 

 આપણી વિડંબના તો જૂઓ આવા દ્રશ્યો જ્યારે આંખો સમક્ષ આવે ત્યારે ખરેખર માનવની માનવતા પર પ્રશ્ન થાય એ સ્વભાવીક છે.

Friday, July 29, 2022

આવું કેમ થાય છે ?

આવું કેમ થાય છે?

બીજાને ઓળખવા કરતા પોતાને ઓળખવામાં મોડું થાય છે,
હસ્તી - ખેલતી જિંદગીમાં અચાનક રડવાનુ થાય છે,
રોજ જ્યાંથી નીકળતાં હોઈએ ત્યાં,
રોજ કંઇક નવું થાય છે,
ભાર્ગવ પૂછે છે આવું કેમ થાય છે?

દિવસમાં બે વખત ઘડિયાળના બધા કાંટા પણ ભેગા થાય છે,
સિગ્નલ જોતા અજાણ્યા વાહનો પણ સાથે મળી જાય છે,
રોજ જ્યાંથી નીકળતા હોઈએ ત્યાં,
ફાટેલાં કપડાં વાળો માનવી પણ કેવું મીઠું ગાય છે,
ભાર્ગવ પૂછે છે આવું કેમ થાય છે?

                ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા 

મારો પરિચય

નામ - ભાર્ગવ શામજીભાઈ મકવાણા

જન્મ - 25 જૂન 2002; રાણાવાવ (પોરબંદર)

અભ્યાસ -

✓ ધોરણ 1 થી 5  "શ્રી સ્વામીનારાયણ વિજયાબેન મોહનલાલ કોટેચા પ્રાથમિક શાળા રાણાવાવ " 

✓ ધોરણ 6 થી 10 "જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર" 

✓ ધોરણ 11 - 12 આર્ટસ "જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર"

✓ ઇતિહાસ સ્નાતક (B.A. HISTORY) - "સરકારી વિનયન કૉલેજ રાણાવાવ"

✓ અનુસ્નાતક પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન - " ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ " (હાલ માં શરૂ છે )

રસ ના વિષયો - 

✓ કવિતા લેખક અને વાંચન


Wednesday, July 27, 2022

ઓડ -

તારીખ - 27-07-2022
વાર - બુધવાર

      લગભગ 15 -17 દિવસ થી હું અમદાવાદ માં વાડજ વિસ્તારમાં રહું છું. અહીં મારી બારી પર થી રોજ એક નજારો દેખાય છે જેમાં એક પ્રવેશદ્વાર છે અને તેમાં ' ઓડનો ટેકરો ' એવું લખેલ છે. 
                 ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા 

    એક અંદાજો તો હતો કે આ કોઈ જ્ઞાતિ છે પરંતુ એના સિવાય તેના વિશે કંઈ પણ જાણતો ન હતો. તે જ્ઞાતિ વિશે જાણવા ની જિજ્ઞાસા તો ખરી અને તે જિજ્ઞાસા ને સંતોષવા ખાતર બનતા પ્રયત્નો કર્યા (ઇન્ટરનેટ પર શોધવા નો) પરંતુ જોઈતી માહિતી મળી નહીં. ત્યાર બાદ વિદ્યાપીઠ લાઇબ્રેરી માં પુસ્તકો ખોર્યા અને છેવટે આજ એક પુસ્તક મળ્યું જેમાં ઓડ જ્ઞાતિ વિશે વાત કરવામાં આવેલ હતી. તે પુસ્તક પ્રમાણે 

" ઓડ તે તળાવ ખોદનારા . પોતાને ક્ષત્રિય કહે છે ને સગરના વંશજ ભગીરથથી પોતાની ઉત્પતિ માને છે . તેઓ પ્રાંતમાં ધંધાને માટે આવે છે ને ચોમાસામાં પોતાને ઘેર મારવાડમાં મધ્ય હિંદુસ્તાનમાં પાછા જાય છે . કહેવાય છે કે સિદ્ધરાજે પાટણનું સહસ્ત્રલીંગ તળાવ ખોદવા માટે મારવાડથી કેટલાક ઓડને બોલાવ્યા હતા , એમાંની એક જસમા નામે સ્ત્રી ઉપર રાજા મોહિત થયો ને તેને રાણીવાસમાં આવવાનું કહેવડાવ્યું , પણ જસમાએ ના કહી ને ઓડ ત્યાંથી ભાગ્યા . રાજાએ તેમની પાછળ પડી , કેટલાકને કાંપી નાંખ્યા . જસમા પકડાઇ પણ તેણે આપઘાત કર્યો ને મરતા મરતા શાપ દીધો કે આ તળાવમાં પાણી રહેશે નહીં ." 

સ્ત્રોત -  

પુસ્તક - "કાઠ્યાવાળ સર્વસંગ્રહ" 
લેખક -  કર્નલ જે. ડબલ્યુ. વોટસન
વર્ષ -     ઈ. સ. ૧૮૮૬
સંપાદન - પ્રો. પ્રદ્યુમ્ન ખાચર

Sunday, July 24, 2022

ઇસ્કોન ટેમ્પલ; અમદાવાદ

તારીખ : 24-07-2022
વાર : રવિવાર
    
      આજ રોજ અમદાવાદમાં આવેલ ઇસ્કોન ટેમ્પલની મુલાકાત લેવાનો મોકો મળ્યો અને ત્યાં પ્રવેશદ્વાર પર પ્રવેશતાની સાથે એક અલગ અને અદભુત વ્યવસ્થા જોવા મળી. ત્યાં પગરખા રાખવા માટે આપણને એક થેલી આપવામાં આવે છે અને તે થેલીમાં પોતાના પગરખાં રાખીને ત્યાં બાજુમાં લગાવેલ હુકમાં ટાંગી દેવાનુ હોય છે, આ રીવાજ કે વ્યવસ્થા ખૂબ અલગ અને યોગ્ય હોય તેવું મને લાગ્યું. ઇસ્કોન ટેમ્પલએ જોવા લાયક સ્થળ છે જેની મુલાકાત લેવી જોઈએ.

                ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા

ઉપરોક્ત ફોટોમાં દેખાતી ઠેલીઓમાં પગરખા સચવાયેલા છે.