Wednesday, January 18, 2023

ગાંધી સાથે સબંધિત પોરબંદરના સ્થળો

 ગાંધી સાથે સબંધિત પોરબંદરના સ્થળો


ગાંધી કુટુંબનું મુળ વતન કુતિયાણા છે. ત્યાં હજુ પણ તેના નામની જમીન અને કુળદેવીનું થાનક છે. ગાંધીજીના પરદાદા હરજીવન ગાંધી પોરબંદર રાજયની નોકરીમાં હતા. તેણે આજની ગાંધી જન્મ સ્થાનવાળી જમીન ખરીદી હતી. હરજીવનમનાં દીકરા ઓતા ગાંધીએ માધવપુરનો ઇજારો રાખ્યો હતો. ઓતા ગાંધીને છ દીકરા હતા, તેમાંથી પાંચમાં કબા ગાંધી અને છઠ્ઠા ચકન ગાંધી, ઓતા ગાંધીને બે પત્નીઓ હતી. પહેલી પત્ની કડવીમાંથી ચાર દીકરા અને એક એક દીકરી, જયારે બીજી પત્ની લક્ષ્મીમાંથી કબા ગાંધી અને ચકન ગાંધી. આ બન્ને સગા ભાઈઓ આજના મકાનમાં સાથે રહેતા. 1869 માં ગાંધીજીનો જ્ન્મ થયો ત્યારે દાદી લક્ષ્મીમાં જીવતા હતા અને ગાંધીજીથી મોટા બે ભાઇઓ તથા એક મોટી બહેન આમ સંયુકત કુટુંબ હતું.


દાદી લક્ષ્મીમા નિયમિત શ્રીનાથજીની હવેલીએ જતા અને માતા પુતળીબા શ્રીકુષ્ણ પ્રણામી મંદિરે જતા, પિતાને રામાયણની કથા વધારે ગમતી એટલે સમય મળ્યે બાજુના રધુનાથજીના મંદિરમાં જતા. આમ સાત વર્ષમાં ગાંધીજી ઘર ઉપરાંત હવેલી, કુષ્ણ પ્રણામી અને રામ મંદિર આ ત્રણ સ્થળો સાથે સંબંધ હતો, પાંચમે વર્ષે એમને લુલા માસ્તરની પાઠશાળાઓમાં એકડો- બગડો શીખવા માટે મુકવામાં આવ્યા હતા. પગે લંગડા હતા એટલે ‘લુલા માસ્તર’ તરીકે જાણીતા. આ શિક્ષકનું મૂળ નામ વીરજી કામદાર હતુ. તે સમયે રાજકુમારોના ટયુટર તરીકે આણંદજીભાઈ અધ્યારુ હતા. ગાંધીજી અહીં પણ જતા એવી નોંધ મળે છે. લુલા માસ્તરની પાઠશાળા કયા હતી તે જાણી શકાયું નથી. આમ નાનપણમાં ઘર અને ત્રણ ધર્મસ્થળો ગાંધી સાથે સંબધિત છે.


1876 માં ગાંધી કુટુંબ પોરબંદર થી રાજકોટ રહેવા ગયું. 1881 ના મે મહિનામાં ગાંધીજીના લગ્ન કસ્તુરબા સાથે થયા. તે નિર્મિતે પોરબંદર આવ્યા. લગભગ એક મહિનો પોરબંદર રહયા તે દરમિયાન વરરાજાના વેશે કસ્તુરબાના ઘરે, મોઢ વણિક જ્ઞાતિની વંડીમાં અને વરઘોડિયા તરીકે ઉપરના ત્રણ ધર્મસ્થાનો સાથે કરોટ અને મેમણવાડના રસ્તા ઉપર આવેલી મુરાદશા પીરની દરગાહે માથું નમાવવા ગયા. જુન 1881 માં પાછા રાજકોટ ત્યાં અભ્યાસ ચાલુ છે. 1888 સપ્ટેમ્બર માં બેરિસ્ટર થવા લંડન અને 1891માં રાજકોટ પાછા આવી એપ્રિલ 1893 માં દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા. તેની પહેલા એક વખત પોરબંદર આવી ગયા છે પણ પોરબંદરમાં કોઈ બીજા સ્થળે ગયા નથી. બાવીશ વર્ષના દક્ષિણ આફ્રિકાના રોક દરમિયાન 1901 ના ડિસેમ્બરમાં ગાંધીજી પોરબંદર આવ્યા છે. અને એક અઠવાડિયું રોકાયા છે. પણ ઘર સિવાય કયાંયક બહાર ગયા નથી. સ્વ. મથુરાદાસભાઇ ભુપ્તાએ એવી નોંધ કરી છે કે આ દિવસોમાં ગાંધીજી અહીં એક કેસ લડવા વકીલ તરીકે આવ્યા છે. આ સિવાય કોઇ વિગત હજુ સુધી પ્રકાશમાં આવી નથી. 1914 જુલાઇમાં કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડી ગાંધીજી સહકુટુંબ ભારત આવવા નીકળ્યા, વચ્ચે પાંચ મહિના લંડનમાં રોકાયા અને નવમી જાન્યુઆરી 1915 ના રોજ મુંબઈ ઉતર્યા. જુલાઇમાં દક્ષિણ આફ્રિકા છોડ્યુ ત્યારે કોટ, પેન્ટ,ટાઈમાં સજજ હતા, જાન્યુઆરી 1915 માં મુંબઇ ઉતર્યા ત્યારે માથે પાઘડીવાળો અસલ કાઠિયાવાડી પોશાક હતો!


22 થી 26 જાન્યુઆરી ગાંધીજી પોરબંદરમાં છે. તે દરમિયાન 25 મી તારીખે સવારે મોઢ વણિક જ્ઞાતિની વંડીમા જ્ઞાતિ તરફથી માનપત્ર, બપોરે ગામ બહાર રાજવાડી (આજના ભારત મંદિરમાં) રાજના વનસ્પતિ શાસ્ત્રી જય કૃષ્ણ ઇન્દ્રજીની મુલાકાતે આ પ્રસંગ ગાંધીજીના હાથે એક વડલો વાવવામાં આવ્યો. સાંજે ટાઉન હોલ (સ્ટેટ લાઇબ્રેરી) માં શહેર તરફથી માનપત્ર 26 મીએ પોરબંદર થી ગોંડલ રવાના. આ વખતે રાજવાડી અને લાઇબ્રેરી બે સ્થળો વધ્યા. આ પછી 1925 અને 1928 એમ બે પોરબંદર આવ્યા છે. 1925 માં અંત્યજ વાસને નગીનદાસ મોદી પ્લોટ નામ આપ્યુ અને જાહેર ભાષણ કર્યુ છે. 1928 માં પોરબંદરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદનું ઓછું અધિવેશન ઠકકર બાપાના પ્રમુખ પણા હેઠળ તે વખતે ચણાતા હતા તે મહારાણા મીલના છાપરાંમાં ભરાયુ હતું. બીજા દિવસ રેલ્વે સ્ટેશન સામે ભાણજી લવજી સેનેટરીયમમાં લોહાણા મહાજન તરફથી ઠકકરબાપાનું સન્માન, જ્ઞાતિએ જે થેલી આપી તે રકમમાંથી અનાથ બાળકોને ભણવા માટે છાંયામા ગાંધી આશ્રમ બન્યો. મહારાણા નટવરસિંહજીએ જમીન આપી. આમ મહારાણા મીલ, ભાણજી લવજી સેનેટરીયમ અને છાંયાનો આશ્રમ (પાછળથી તેનું નામ ગાંધી આશ્રમ થયું) આ ત્રણ વધુ સ્થળો ઉમેરાયા. આમ. ગાંધીજી સાથે સંબંધિત કુલ બાર જેટલાં સ્થળો પોરબંદરમાં છે.


સૌજન્ય - 'આજકાલ', તારીખ - 09-10-2021, શનિવાર

લેખક - નરોત્તમ પલાણ 


પાકિસ્તાનનું ગુજરાતી છાપું






Tuesday, January 17, 2023

ભરત જોશી : ગૂજરાત વિદ્યાપીઠના નવા નિમાયેલા કાર્યકાળી કુલનાયક

Prof. Bharat Joshi

BHARATKUMAR HARGOVINDBHAI JOSHI

Dean and Head

M.A. (English);
 M.A. (Gandhian Thought);
M.Ed.;  
Ph.D.(Education)

Date of Joining : 5-12-2006        

Phone: 079-40016343       
 e-mail : drbhjoshi@gmail.com

Monday, January 16, 2023

તસ્વીરને ચુંબન : પ્રત્યાયન કૌશલ્ય

તસ્વીરને ચુંબન : પ્રત્યાયન કૌશલ્ય


આજ એક છાપાંનો કટકો મળ્યો જોયું તો ઓશો (તત્વજ્ઞાની, આધ્યાત્મિક ગુરુ)નો ફોટો હતો અને લખ્યું હતું કે તસ્વીરને ચુંબન. વિષય અટપટો લાગતા વાંચવાની રૂચી જાગી, અંદર લખ્યું હતું કે

   " જાણીતા ફિલ્મ સર્જક ઓસ્કાર વાઈલ્ડ પોતાના એક ચાહક પરિવારને ત્યાં મહેમાન તરીકે રોકાયા હતા. યજમાનની પત્ની અતિ સુંદર હતી. ઓસ્કાર વાઈલ્ડ  આગમનથી અતિ ખુશ થયેલ એણીએ ઓસ્કારને કહ્યું, 'મારી પાસે આપની એક તસ્વીર છે ! ક્યારેક તો એ જોઇને હું એટલી અભિભૂત થઈ જાઉ છું કે, એ તસ્વીરને ચુંબન કરી લઉં છું,'

   સાંભળીને ઓસ્કારે આશ્ચર્યથી માથું હલાવ્યું અને પછી પૂછ્યું,'પ્રતિસાદરૂપે તસ્વીર વળતું ચુંબન આપે છે કે નહીં ?'
યજમાન સ્ત્રીએ શરમાતાં કહ્યું, નહીં !"

   આસ્કર વાઈલ્ડે તરત કહ્યું,'તો પછી એ તસ્વીર મારા જેવી નથી. કારણ કે, હું હોઉં તો પ્રતિસાદરૂપે વળતું ચુંબન આપું જ ! તસ્વીર બેજાન છે અને હું જીવંત છું. નિર્જીવ પાસેથી ઉત્તર કે પ્રતિસાદ ન મળે.' "

   વિષય વાંચીને તો વિચાર કંઇક અલગ આવ્યો હતો કે શું હશે પરંતુ અંદર તો આખી વાતજ અલગ નીકળી. આ વાંચીને મને  અમારા પત્રકારત્વના પ્રાધ્યાપક ડો. અશ્વિનકુમાર ની વાત યાદ આવી ગય. એ વારંવાર વર્ગમાં વિદ્યાર્થીઓને શીખ્વ્યા કરે કે કોઈંકનાં મેસેજનો જવાબ આપવાની સારી ટેવ વિકસાવો. અહીં પણ વાત એજ આવી નિર્જીવ કે બેજાન ચીજ પાસેથી વળતા ઉત્તરની આશા ન હોઈ પરંતુ આપને તો જીવંત છીએ પ્રત્યાયનને સફળ બનાવવા અને પોતાને જીવંત સાબિત કરવા વળતો જવાબ આપવો એ અગત્યનો છે.

સોજન્ય - ફુલછાબ પૂર્તિ "યુવાભુમી", તા-૦૭/૦૧/૨૦૨૩


મોહનદાસનું ઘર- (કીર્તિ મંદિર)

મોદાનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી) નું જન્મસ્થળ; પોરબંદરમાં સ્થિત તેમનું ઘર "કીર્તિ મંદિર"


































PHOTOGRAPHS - GANDHI HERITAGE SITES MISSION BAPU'S HOUSE, PORBANDAR





 

Sunday, January 15, 2023

મારું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ

કાંતો સ્લોગન બદલો કાંતો સ્લોગનને અનુરૂપ સ્થિતિ બનાવો


તસવીર - ભાર્ગવ મકવાણા

સ્થળ - પાલડી

 

Saturday, January 14, 2023

સ્વામી બ્રહ્મવેદાંતજી

 સ્વામી બ્રહ્મવેદાંતજી

8 જુલાઈ, 1932 થી 14 જાન્યુઆરી, 2021





 સ્વામી બ્રહ્મવેદાંતજી, એક ઓશો પ્રેમી અને આત્મસાક્ષાત્કાર સન્યાસી હતા. 14મી જાન્યુઆરી 2021 ની સવારે, માધવપુર-ઘેડ ( પોરબંદર ) ગુજરાતમાં તેમના ઓશો આનંદ સન્યાસ આશ્રમમાં દેહ છોડ્યો. ઘણા લોકો તેમને ભગવાન કહે છે, પરંતુ તેઓ ફક્ત સ્વામી બ્રહ્મવેદાંત કહેવાનું પસંદ કરતા હતા, જે નામ તેમને સિત્તેરના દાયકાની શરૂઆતમાં ઓશો દ્વારા તેમની સન્યાસ દીક્ષા દરમિયાન આપવામાં આવ્યું હતું.


 સમુદ્રની નજીક માધવપુરમાં સ્વામી બ્રહ્મવેદાંતનો ખૂબ જ સરળ આશ્રમ, વિશ્વભરના ધ્યાનકારો અને સાધકો માટે હંમેશા ખુલ્લો રહ્યો છે. આશ્રમમાં રહેવા માટે કોઈ ફરજિયાત ફી નથી. તે મોટે ભાગે ડોનેશન સિસ્ટમ પર ચાલે છે. વ્યક્તિ તેની અનુકૂળતા મુજબ દાન કરી શકે છે અને જો કોઈની પાસે પૈસા ન હોય તો પણ ઠીક છે. કામ એ ધ્યાન છે અને વ્યક્તિ આશ્રમમાં કોઈપણ કાર્ય કરવા માટે મુક્ત છે અને મોટાભાગે લોકો તેમના કામ કરવા માટે વહેલા જાગી જાય છે. સ્વામી બ્રહ્મવેદાંત પોતે રોજનું કામ શરૂ કરવા માટે સવારે 6 વાગે ઉઠી જતા હતા. માં ધર્મ જ્યોતિ, અમૃત સાધના, અને કેટલાક અન્ય વારંવાર ધ્યાન શિબિરો કરવા ત્યાં જતા હતા. ઓશોના સૌથી પ્રિય કીર્તન અને મંત્ર ગાયક મા આનંદ તારુએ તેમના જીવનના છેલ્લા વર્ષો ઓશો આનંદ સંન્યાસ આશ્રમમાં વિતાવ્યા હતા.

સ્વામી બ્રહ્મવેદાંતજીના પ્રવચન અને વિડિયો જોવા માટે નીચેની ટેલીગ્રામ લીંકનો ઉપયોગ કરો.

https://t.me/brahmavedantjisangeet