Monday, January 16, 2023

તસ્વીરને ચુંબન : પ્રત્યાયન કૌશલ્ય

તસ્વીરને ચુંબન : પ્રત્યાયન કૌશલ્ય


આજ એક છાપાંનો કટકો મળ્યો જોયું તો ઓશો (તત્વજ્ઞાની, આધ્યાત્મિક ગુરુ)નો ફોટો હતો અને લખ્યું હતું કે તસ્વીરને ચુંબન. વિષય અટપટો લાગતા વાંચવાની રૂચી જાગી, અંદર લખ્યું હતું કે

   " જાણીતા ફિલ્મ સર્જક ઓસ્કાર વાઈલ્ડ પોતાના એક ચાહક પરિવારને ત્યાં મહેમાન તરીકે રોકાયા હતા. યજમાનની પત્ની અતિ સુંદર હતી. ઓસ્કાર વાઈલ્ડ  આગમનથી અતિ ખુશ થયેલ એણીએ ઓસ્કારને કહ્યું, 'મારી પાસે આપની એક તસ્વીર છે ! ક્યારેક તો એ જોઇને હું એટલી અભિભૂત થઈ જાઉ છું કે, એ તસ્વીરને ચુંબન કરી લઉં છું,'

   સાંભળીને ઓસ્કારે આશ્ચર્યથી માથું હલાવ્યું અને પછી પૂછ્યું,'પ્રતિસાદરૂપે તસ્વીર વળતું ચુંબન આપે છે કે નહીં ?'
યજમાન સ્ત્રીએ શરમાતાં કહ્યું, નહીં !"

   આસ્કર વાઈલ્ડે તરત કહ્યું,'તો પછી એ તસ્વીર મારા જેવી નથી. કારણ કે, હું હોઉં તો પ્રતિસાદરૂપે વળતું ચુંબન આપું જ ! તસ્વીર બેજાન છે અને હું જીવંત છું. નિર્જીવ પાસેથી ઉત્તર કે પ્રતિસાદ ન મળે.' "

   વિષય વાંચીને તો વિચાર કંઇક અલગ આવ્યો હતો કે શું હશે પરંતુ અંદર તો આખી વાતજ અલગ નીકળી. આ વાંચીને મને  અમારા પત્રકારત્વના પ્રાધ્યાપક ડો. અશ્વિનકુમાર ની વાત યાદ આવી ગય. એ વારંવાર વર્ગમાં વિદ્યાર્થીઓને શીખ્વ્યા કરે કે કોઈંકનાં મેસેજનો જવાબ આપવાની સારી ટેવ વિકસાવો. અહીં પણ વાત એજ આવી નિર્જીવ કે બેજાન ચીજ પાસેથી વળતા ઉત્તરની આશા ન હોઈ પરંતુ આપને તો જીવંત છીએ પ્રત્યાયનને સફળ બનાવવા અને પોતાને જીવંત સાબિત કરવા વળતો જવાબ આપવો એ અગત્યનો છે.

સોજન્ય - ફુલછાબ પૂર્તિ "યુવાભુમી", તા-૦૭/૦૧/૨૦૨૩


No comments:

Post a Comment