સાવિત્રીબાઈ ફુલે (૩ જાન્યુઆરી ૧૮૩૧ – ૧૦ માર્ચ ૧૮૯૭) ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ્ અને કવયિત્રી હતા. તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. તેમણે પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું હતું. ફુલે દંપતીએ ૧૮૪૮માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી હતી. તેમણે જાતિ અને લિંગના આધાર પર લોકો સાથે થતા અનુચિત વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું કાર્ય કર્યું હતું. મહારાષ્ટ્રમાં સમાજ સુધાર આંદોલનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સમાજસેવી અને શિક્ષણવિદ્ ફુલે મરાઠી સાહિત્યના અગ્રગણ્ય લેખિકા તરીકે પણ જાણીતા છે.
"હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નહીં અને પત્રકારત્વ જેવો કોઈ વ્યવસાય નહીં." - કાંતિ ભટ્ટ
Tuesday, January 3, 2023
Saturday, December 31, 2022
Friday, December 30, 2022
ગાંધી રસ્તો : યુવાનો અને માધ્યમ - સંજય ભાવસાર
સંજય ભાવસાર જેને મોટા ભાગે લોકો તુલા - સંજય તરીકે ઓળખે છે. તુલા તેમના પત્નીનું નામ છે અટક કાઢીને પતી - પત્નીના નામ સાથે લખવાના ટ્રેન્ડ સેટર એટલે તુલા - સંજય. મહેસાણાનાં બાસણા નામના એક નાનકડા ગામ માંથી આવતા સંજય ભાવસાર એ અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો અને આજે ગાંધી માર્ગે ચાલતા - ચાલતા ભૌગોલિક રીતે જોડાયેલા પ્રદેશોને સ્નેહ, પ્રેમ અને આત્મીયતાથી જોડવાના પ્રયાસ રૂપે વિશ્વગ્રામ નામક સંસ્થા ચલાવે છે.
વિશ્વગ્રામને 10 જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવેલા છે. વિશ્વગ્રામ એ સુનામી વખતે ચેન્નઈ, કાશ્મીરમાં ધરતીકંપ, સુરત રેલ, બિહાર - કોશી પુર, કેદાર - 2013 વગેરે જેવી આપદાઓમાં સહયોગ આપ્યો છે.
વિશ્વગ્રામ એ બીજી સંસ્થાઓ કે ટ્રસ્ટ કરતા અલગ છે. વિશ્વગ્રામ પ્રેમ વહેંચવાનું કાર્ય કરે છે. સંજય ભાવસાર કહે છે કે " આપણી તબિયત ખરાબ હોય અને દવા દ્વારા સારી ન થતી હોય તો ડોક્ટર દવા બદલી આપે છે ના કે એક ને એક દવા પીવડાવે છે, તેમજ કાશ્મીરમાં હવે દવા બદલવાની જરૂર છે, હવા બદલવાની જરૂર છે, પ્રેમ વહેંચવાની જરૂર છે. છેલ્લા 30 વર્ષથી હથિયારોની દવા પીવડાવાય છે સ્નેહની દવાનો અખતરો કરવો જોઈએ. સમૂહ માધ્યમો અને રાજકીય પક્ષો આપણે જે કાશ્મીર બતાવે છે તે કાશ્મીર નથી, કાશ્મીરને આપણે જાતે જોઈને અનુભવવાની જરૂર છે "
તુમ કહેતે હો હથિયાર ખરીદો,
હમ કહતે હૈ પ્યાર ખરીદો.
કાશ્મીરના હૃદયમાં અવાજ એજ આવે છે કે ઈશ્વરની કૃપાથી હું મુસલમાન છું.
© Bhargav Makwana
-------------------------------------------------------------------
લેખક - ભાર્ગવ મકવાણા
વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)
(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)
મોબાઈલ / વોટસએપ નં: 9328044822
ઈ મેઈલ: makwanabhargav221@gmail.com
કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતા સ્વ. હીરાબા મોદીનું 100 ની વયે નિધન થયું. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
Thursday, December 29, 2022
રમતની મોજ માણતા પત્રકારત્વ વિભાગ વર્ષ 1 ના વિદ્યાર્થીઓ
વિડિયો / છબી - ભાર્ગવ મકવાણા
© Bhargav Makwana
-------------------------------------------------------------------
- ભાર્ગવ મકવાણા
વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)
(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)
મોબાઈલ / વોટસએપ નં: 9328044822
ઈ મેઈલ: makwanabhargav221@gmail.com
Wednesday, December 28, 2022
પ્રત્યાયનના કાર્યો
પ્રત્યાયન ના કાર્યો
(1) માહિતી
(2) સુચના
(3) સમજાવવું
(4) મનોરંજન
(5) ચર્ચા વિચારણા
(6) સંસ્કૃતિ બઢતી
(7) રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા
1 માહિતી
માહિતી એ વ્યક્તિ દ્વારા ઘડાય છે અને અને બીજા વ્યક્તિને આ દાન પ્રદાન કરે છે આ તમામ દ્વારા ઉભી થતી પ્રક્રિયા ને માહિતી કહેવામાં આવે છે..
2 સુચના
કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા જે કંઇ સમજણ આપવામાં આવે છે તેને સૂચના આપી કહેવામાં આવે છે પ્રત્યાયન નું કાર્ય સૂચના આપવાનું પણ છે દાખલા તરીકે lockdown શરૂ થયું ત્યારે જે સરકારે જણાવ્યું હતું તે બધું જ મીડિયાના મારફતે જ જણાવ્યું હતું અને લોકોને સૂચના આપી હતી કે કામ વગર બહાર ના નીકળો વારંવાર સાબુથી હાથ સાફ કરો માસ્ક અવશ્ય પહેરો વગેરે વગેરે...... જે સુચના આપવામા આવી હતી.
3 સમજાવવું
જે માહિતી મોકલનાર પ્રાપ્ત કરનારને વિસ્તારથી કોઈ લેખ અથવા સામાન્ય રીતે આકૃતિ દોરીને આપે તેથી પ્રાપ્ત કરનારને આસાનીથી સમજાય છે. ત્યાંનું કાર્ય સમજણ આપવાનું પણ છે જેથી લોકોમાં સમજણ ફેલાય
દાતા- ડોક્ટર દર્દીને દવા કેમ પીવી તે સમજાવે છે
4 મનોરંજન
પ્રત્યાયન મનોરંજન ખૂબ જ જરૂરી છે જ્યારે માણસ હારેલો થાકેલો અને ખૂબ જ વ્યસ્ત હોય ત્યારે તે મનોરંજન દ્વારા અસરકારક પ્રત્યાયન થઈ શકે છે
5 ચર્ચાવિચારણા
પ્રત્યાયનના આ કાર્ય દ્વારા વિવિધ સમૂહ માધ્યમોમાં લોકો જાહેર હિતને સ્પર્શતા મુદ્દાઓ પ્રતિ બિંદુ રજૂ કરે છે વાંચન પ્રજા સમૂહને સ્પર્શતી આવી બાબતો ઉપર ચર્ચા-વિચારણા દ્વારા તેવો કોઇ ચોક્કસ તારણ કે સંમતિ ઉપર આવે છે..
6 સંસ્કૃતિ બઢતી અને વિકાસ
આપણે ત્યા સંસ્કૃતિની જાળવણી તેની બઢતી માટેની તક પૂરી પાડે છે સંસ્કૃતિમાં આદાન-પ્રદાન અને તે દ્વારા એકબીજા દેશ સમાજ કે વ્યક્તિઓની સંસ્કૃતિ ને પણ માધ્યમો દ્વારા માણી શકાય છે જોકે આ તી મહત્વનો પ્રશ્ન એ છે કે માધ્યમો દ્વારા કોની સંસ્કૃતિઓની કેવી રીતે આગળ ધરવામાં આવે છે સાથે સાથે એ પણ એટલું જ અગ્રતા નું છે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા માહિતી મોકલનાર ની રાય શું છે..
7 એકતા અને અખંડિતતા
એકતા અને અખંડિતતા માટે પ્રત્યાયન એ બહુ મોટું સાધન છે જેના દ્વારા વિવિધ સંસ્કૃતિઓ એકબીજાની નજીક આવે છે એકબીજાને જાણે છે એકબીજાને સમજે છે અને એકબીજા સ્વીકારે છે આમ એકબીજા પ્રત્યે સહિષ્ણુતા વિકસે છે જોકે પૂરતી કાળજી અને સભાનતા ન રાખવામાં આવે તો તે ભારે નુકસાન પણ કરી શકે તેમ છે..