Wednesday, December 28, 2022

પ્રત્યાયનના કાર્યો

પ્રત્યાયન ના કાર્યો

(1) માહિતી 


(2) સુચના


(3) સમજાવવું


(4) મનોરંજન


 (5) ચર્ચા વિચારણા


(6) સંસ્કૃતિ બઢતી


(7) રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા



                     1 માહિતી 

        માહિતી એ વ્યક્તિ દ્વારા  ઘડાય છે અને અને બીજા વ્યક્તિને આ દાન પ્રદાન કરે છે આ તમામ દ્વારા ઉભી થતી પ્રક્રિયા ને માહિતી કહેવામાં આવે છે..

 


                      2 સુચના 

        

        કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા જે કંઇ સમજણ આપવામાં આવે છે તેને સૂચના આપી કહેવામાં આવે છે પ્રત્યાયન નું કાર્ય સૂચના આપવાનું પણ છે દાખલા તરીકે lockdown શરૂ થયું ત્યારે જે સરકારે જણાવ્યું હતું તે બધું જ મીડિયાના મારફતે જ જણાવ્યું હતું અને લોકોને સૂચના આપી હતી કે કામ વગર બહાર ના નીકળો વારંવાર સાબુથી  હાથ સાફ કરો  માસ્ક અવશ્ય પહેરો વગેરે વગેરે...... જે સુચના આપવામા આવી હતી.


                     3 સમજાવવું 

           

             જે માહિતી મોકલનાર પ્રાપ્ત કરનારને વિસ્તારથી કોઈ લેખ અથવા સામાન્ય રીતે આકૃતિ દોરીને આપે તેથી પ્રાપ્ત કરનારને આસાનીથી સમજાય છે. ત્યાંનું કાર્ય સમજણ આપવાનું પણ છે જેથી લોકોમાં સમજણ ફેલાય

દાતા- ડોક્ટર દર્દીને દવા કેમ પીવી તે સમજાવે છે 

                    4   મનોરંજન 

  

       પ્રત્યાયન મનોરંજન ખૂબ જ જરૂરી છે જ્યારે માણસ હારેલો થાકેલો અને ખૂબ જ વ્યસ્ત હોય ત્યારે તે મનોરંજન દ્વારા અસરકારક પ્રત્યાયન થઈ શકે છે


                    5  ચર્ચાવિચારણા

 

               પ્રત્યાયનના આ કાર્ય દ્વારા વિવિધ સમૂહ માધ્યમોમાં લોકો જાહેર હિતને  સ્પર્શતા મુદ્દાઓ પ્રતિ બિંદુ રજૂ કરે છે વાંચન પ્રજા સમૂહને  સ્પર્શતી આવી બાબતો ઉપર ચર્ચા-વિચારણા દ્વારા તેવો કોઇ ચોક્કસ તારણ કે સંમતિ ઉપર આવે છે..



                 6  સંસ્કૃતિ બઢતી અને વિકાસ 


આપણે ત્યા   સંસ્કૃતિની જાળવણી તેની બઢતી  માટેની તક પૂરી પાડે છે સંસ્કૃતિમાં આદાન-પ્રદાન અને તે દ્વારા એકબીજા દેશ  સમાજ કે વ્યક્તિઓની સંસ્કૃતિ ને પણ  માધ્યમો દ્વારા માણી શકાય છે જોકે આ તી મહત્વનો પ્રશ્ન એ છે કે માધ્યમો દ્વારા કોની  સંસ્કૃતિઓની કેવી રીતે આગળ ધરવામાં  આવે છે સાથે સાથે એ પણ એટલું જ અગ્રતા નું છે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા માહિતી મોકલનાર ની રાય શું છે..



                7 એકતા અને અખંડિતતા

 

         એકતા અને અખંડિતતા માટે પ્રત્યાયન એ બહુ મોટું સાધન છે જેના દ્વારા વિવિધ સંસ્કૃતિઓ એકબીજાની નજીક આવે છે એકબીજાને જાણે છે એકબીજાને સમજે છે અને એકબીજા સ્વીકારે છે આમ એકબીજા પ્રત્યે સહિષ્ણુતા વિકસે છે જોકે પૂરતી કાળજી અને સભાનતા ન રાખવામાં આવે તો તે ભારે નુકસાન પણ કરી શકે તેમ છે.. 

No comments:

Post a Comment