અસ્પૃશ્યતા
( અમૃત ચાખેલી બીમારી )
હિંદુ ધર્મ વિશ્વનો સૌથી જુનો ધર્મ છે. ધર્મ હંમેશા લોકોની આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા, મનોકામના, તહેવાર અને લાગણીઓ સાથે જોડાયેલો હોય છે. લોકો સાથે સારી કે નસારી જે ઘટનાઓ ઘટે તે બધી ઘટનાઓને લોકો ધર્મ સાથે જોડે છે કે પછી ઈશ્વર સાથે જોડે છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે 33 કરોડ દેવી દેવતાઓ છે. જેવી રીતે સરકાર ચલાવવા માટે મંત્રીમંડળ હોય છે અને બધા મંત્રીઓને અલગ - અલગ ખાતાની વહેંચણી કરવામાં આવેલી હોય છે તેવી જ રીતે અહીં પણ આખું મંત્રીમંડળ છે અને અલગ - અલગ ભગવાને અલગ અલગ ખાતાની વહેંચણી કરવામાં આવેલી છે.
હિસ્ટ્રી ઇન્ડિયા પ્રમાણે "હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે, ઘણા વિદ્વાનોના મતે, મૂળ ધર્મ અને રિવાજો 4,000 વર્ષ કરતાં પણ વધુ જૂના છે. આજે, લગભગ 9000 લાખ અનુયાયીઓ સાથે, હિંદુ ધર્મ એ ખ્રિસ્તી અને ઇસ્લામ પછી ત્રીજો સૌથી મોટો ધર્મ છે. વિશ્વના લગભગ 95 ટકા હિંદુઓ ભારતમાં વસે છે. હિંદુ ધર્મનો કોઈ ચોક્કસ સ્થાપક નથી, તેના મૂળ અને ઇતિહાસને શોધી કાઢવો મુશ્કેલ છે. હિંદુ ધર્મ અનન્ય છે કારણ કે તે કોઈ એક ધર્મ નથી પરંતુ ઘણી પરંપરાઓ અને ફિલસૂફીનું સંકલન છે."
વિશ્વનો સૌથી જુનો અને 3 ક્રમનો સૌથી મોટો ધર્મ હોવા છતાં આજે પણ આ ધર્મ પોતાની અંદર રહેલી બીમારીને જડ - મૂળ માંથી કાઢવામાં અસફળ કેમ છે ? એ એક પ્રશ્ન સ્વભાવિક રીતે થાય છે. ઘણી વખતે કોઈ વ્યક્તિના નિધનના કારણમાં જેમ ડોક્ટર કહે છે કે તેમણે જીવન જીવવાની આશા છોડી દીધી હતી તેમજ શાયદ હિંદુ ધર્મ એ આ બીમારી દૂર કરવાની આશા છોડી દીધી છે. એના ઉદાહરણો રોજ બરોજ જોવા મળતા આવે છે.
ધર્મ એ હંમેશા આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહે છે. લોકો પોતાના ખરાબ સમયમાં પોતાની મુશ્કેલીમાં ઈશ્વરને યાદ કરે છે. હિંદુ ધર્મની આસ્થા તેમના ઈશ્વર અને મંદિર છે. સારા નસારા પ્રસંગે તેઓ મંદિર પર જાય છે. પરંતુ આજે લોકોની મુશ્કેલી જ એ મંદિરમાં જવાની છે જે ધર્મ પ્રત્યે લોકોની આસ્થા છે. લોકોની શ્રદ્ધા છે એજ ધર્મના ઠેકેદારો અસ્પૃશ્યતાની બીમારીના બીજ વાવી છે ઉછેરી રહ્યા છે.
" बी आर अंबेडकर एंड बुद्धिज़्म इन इंडिया " પુસ્તક અનુસાર, આંબેડકરે કહ્યું હતું કે, "હું હિંદુ તરીકે જન્મ્યો હતો, પરંતુ હું હિંદુ તરીકે મરીશ નહીં."
તાજેતરમાં તમિલનાડુના કલ્લકુરિચી જીલ્લાની એક ઘટના સામે આવી કે પહેલી વાર 300 દલિત સમાજના લોકો એ 400 સૈનિકો સાથે મંદિરમાં પ્રવેશ મેળવ્યો. 4000 વર્ષે પછી પણ મંદિરમાં પ્રવેશવા માટે 400 સૈનિકોની જરૂર જણાય છે. દલિતોના મંદિર પ્રવેશની આ ઘટના પર ગર્વ લેવો કે શર્મ અનુભવવી..?
આ અસ્પૃશ્યતાનુ ખાતું કોને વહેંચવામાં આવ્યું છે ? એ પ્રશ્ન મને ઘણી વાર થાય છે ધર્મના જાણકાર દ્વારા કહેવામાં આવે કે હિંદુ ધર્મ પ્રમાણે વર્ણ વ્યવસ્થા એ કાર્ય આધારિત હતી એક ઘરમાં રહેતા ચાર સગા ભાઈ પોતાના કાર્યના આધારે અલગ - અલગ વર્ણના હોય શકે છે અને અસ્પૃશ્યતા જેવી બાબતનો ધર્મમાં કોઈ ઉલેખ નથી. પરંતુ ત્યારે પ્રશ્ન પાછો આવે કે તો મહાભારતના કર્ણ નું શું ? તેને પણ જન્મના આધાર પર શૂદ્ર હતો. સમુદ્ર મંથન માંથી નીકળેલું અમૃત કોઈક રીતે અસ્પૃશ્યતા એ પણ ચાખ્યું હોય એવું લાગે છે.
*સંદર્ભ -
1. History India - website
2. દિવ્યભાસ્કર - 4 જાન્યુઆરી 2023
3. ભાગવત ગીતા
© Bhargav Makwana
-------------------------------------------------------------------
ભાર્ગવ મકવાણા
વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)
(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)
મોબાઈલ / વોટસએપ નં: 9328044822
ઈ મેઈલ: makwanabhargav221@gmail.com
કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
No comments:
Post a Comment