Monday, December 26, 2022

ગુજરાતી પ્રકાશનમાં સોંદર્ય નિર્મિતિ રાષ્ટ્રીય પરિસંવાદ

ગુજરાતી પ્રકાશનમાં સોંદર્ય નિર્મિતિ

નવજીવન ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી અ.સો. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદની સવા શતાબ્દી નિર્મિતે, રાષ્ટ્રીય પરીસંવાદ

-------------------------------------------------------------------




 પ્રસિદ્ધ ગુજરાતી લેખક ગોવર્ધન રામ ત્રિપાઠીના પિતરાઈભાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેઓ પોતે પણ ગુજરાતી ભાષાના જાણકાર, નિબંધકાર અને ચિંતક હતા. તેઓ એ જીવનચરિત્ર પણ લખ્યા જેમાં બ્રિટીશ ભારતના સંસ્થાનના સંચાલક એલેકઝાન્ડર ફાર્બસ અને જૂનાગઢના દિવાન ગોકુલજી ઝાલાના જીવન ચરિત્રોનો સમાવેશ થાય છે. 


મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ પત્નિ ડાહીલક્ષ્મીની યાદમાં અ.સો. ડાહીલક્ષ્મી પુસ્તકાલયની નડિયાદ મુકામે સ્થાપના કરી. ડાહીલક્ષ્મી પુસ્તકાલયની સવા શતાબ્દી નિમિત્તે નવજીવન ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો. 


 આ રાષ્ટ્રીય પરિસંવાદમાં સવારે 9:30 થી સાંજના 6:00 વાગ્યા સુધી કુલ પાંચ બેઠકોમાં 6 જેટલા વિષય વિદ્વાનો દ્વારા વક્તવ્ય અપાયા. આઝાદી પહેલાંના પત્રકારત્વ અને મુદ્રણથી લઈને આજે આધુનિક તકનીકો દ્વારા છપાતાં વિવિધ પ્રકારના પુસ્તકો અને મુદ્રણની તર્કબદ્ધ રીતે પ્રસ્તુતિ આપી. જીવનમાં કોઈ એક બાબતોનો રસ તેના ઊંડા જાણકાર બનાવી આપે છે તેના જીવંત ઉદાહરણો જોયા અને સાંભળ્યા એ મારે મન લાહવો છે. હસ્ત લિખિત પત્રો, લાકડાનાં બ્લોક દ્વારા છપાતાં પુસ્તકો અને અત્યારે મોટા - મોટા પ્રિન્ટિંગપ્રેસમાં છપાતાં પુસ્તકો પાછળની કહાની ઉત્સાહ ભેર ગળેથી ઉતારી આપી.

 

ડૉ. હર્ષિલ મહેતા (પરિસંવાદના સંચાલનકર્તા), શ્રી મુરલી રંગનાથન, શ્રી વીરચંદ ધરમશી, શ્રી મદુરાઇ શ્રીધર, શ્રી સુહાગ દવે, શ્રી નૌશિલ મહેતા, શ્રી અપૂર્વ આશર, શ્રી ઉર્વીશ કોઠારી તથા અન્ય દ્વારા આ અઘરા વિષયને સજાવેલો થાળીમાં પીરસી આપ્યો અને શ્રોતાઓ પણ એક પછી એક કોળિયો લાપસીની જેમ ગળે ઉતારતા રહ્યા. તો પણ કોઈને અપચો ના થયો. 


એક સરસ વાત કહેવામાં આવી જેને ધ્યાન દોર્યું કે આપણે પુસ્તકો લેવા જઈએ તો આપણને કેવા પુસ્તકો આકર્ષિત કરે છે ? આ વાત પુસ્તકના બાહરી સોંદર્યની અગત્યતા બતાવે છે. કેમ કે પહેલા તો બહાર થી પુસ્તક ગમે પછીજ એ પુસ્તક કોનું છે?, વિષય શું છે?, લેખક, સંપાદક, પ્રકાશક જેવી બાબતો પર ધ્યાન જાય છે. અત્યાર સુધી મારે મન તો પુસ્તક એટલે પુસ્તક હતું પરંતુ આ વિદ્વાનોને સાંભળ્યા બાદ પુસ્તકનાં હૃદયનાં ધબકારા મહેસૂસ થવા લાગ્યા છે. તે આ પરિસંવાદની સફળતા છે.

-------------------------------------------------------------------

કાર્યક્રમ દરમ્યાનની યાદગાર ક્ષણો


















છબી - ભાર્ગવ મકવાણા 

photographs : Bhargav Makwana

© Bhargav Makwana
-------------------------------------------------------------------
લેખક - ભાર્ગવ મકવાણા
વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)
(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)
મોબાઈલ / વોટસએપ નં: 9328044822
ઈ મેઈલ: makwanabhargav221@gmail.com

કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.





No comments:

Post a Comment