Wednesday, September 21, 2022

સ્વચ્છતા એજ આનંદ

ગુજરાત વિદ્યાપીઠ ના નિયમ અનુસાર ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગના ભાગરૂપે કોઈ એક કામમાં જોડાવાનું હોય છે. તેમાં કાંતણ પણ આવે અને પરિસર જાળવણી જેવા વિષયો પણ આવે. વિદ્યાર્થીઓ પોતાના દિલથી પોતાના અભ્યાસના ભાગરૂપે તે વિષયોને પૂરતો ન્યાય આપવાની કોશિશ કરતા હોય છે, તેવી જ રીતે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વર્ષ એકના વિદ્યાર્થીઓ ને ઉદ્યોગના ભાગરૂપે પરિસર જાળવણી ફાળવવામાં આવેલ છે જેમાં અભુભાઈ રબારી (ગુજરાત વિદ્યાપીઠ પરિસર જાળવણી વિભાગ અધ્યક્ષ) ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પરિસરની જાળવણીની સાથે- સાથે વિદ્યાપીઠના અનેક મુદ્દાઓ વિશે વિચાર વિમર્શ કરતા હોય છે.

આજરોજ પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વર્ષ એકના વિદ્યાર્થીઓ દ્વારા અભુભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન કે જ્યાં દેશ-વિદેશની કેટલીક ભાષાઓ શીખવવામાં આવે છે અને બોલતા કરવામાં આવે છે. તે વિભાગની બહાર કેટલાક સમયથી જુના ફર્નિચર અને બીજો કેટલો વધારાનો સમાન અને કચરો પડ્યો રહેતો હતો તેનો યોગ્ય નિકાલ અને તે સ્થાનની સુંદર સફાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે આનંદ છે કે તેઓ કોઈ પણ શરમ કે સંકોચ વિના આવા કામોમાં આગળ આવે છે. અને આમ જોવા જતા આજ સાચું શિક્ષણ છે.
સફાઈ કરતાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વર્ષ 1 ના વિદ્યાર્થીઓ / છબી - ભાર્ગવ મકવાણાસફાઈ થયા બાદની છબી - ભાર્ગવ મકવાણા

Sunday, September 11, 2022

ફાટેલી નોટો લેનાર

છબી - ભાર્ગવ મકવાણા
સ્થળ - શહીદ ચોક (અમદાવાદ)

આજ રોજ શહીદ ચોક પર એક લારી માં એક કાકા ને સિંગ વેચતા જોયા વરસાદ રિમઝિમ ચાલુ હતો મારું મન પણ સિંગ ખાવા નું મન થયું. કાકા પાસે ગયો સિંગ લેતા ત્યાં લગાવેલ બોર્ડ પર મારી નજર ગઈ તે બોર્ડ માં લખ્યું હતું "ફાટેલી નોટ લેનાર" આવા બોર્ડ વાંચી આશ્ચર્ય સર્જાય સ્વભાવિક છે. કાકા ખૂબ મજાના માણસ હતા એટલે તો પછી કાકા સાથે ઘણી વાત કરી અને વાત- વાતમાં જાણવા મળ્યું કે આજુ બાજુ ઘણી જગ્યાએ થોડી ફાટેલી નોટો પણ ચલાવતા નથી તો કાકા એ વિચાર્યું કે આવી નોટો બેંક તો સંભાળે છે તો આવો બોર્ડ લગાવી ને લોકો ફાટેલી નોટો ના બદલામાં સિંગ લેતા થયા અને કાકા નો ધંધો પણ ગતિ પામ્યો. #કાકા ની માર્કેટિંગ પોલિસી 

Thursday, September 8, 2022

અદભુત અને અડીખમ

 આજ રોજ કોઈક કારણો સર ગૂજરાત વિદ્યાપીઠના ના જૂના મકાનો માના એક એટલે કે એક સમય નું ભોજનાલય. હાલ તે બંધ છે પરંતુ અત્યારે પણ એવુજ અદભુત અને અડીખમ છે. આ પણ આપણી વિરાસત છે. અને આવનારા દિવસોમાં હેરિટેજ માં પણ સમાવેશ થઈ શકે છે.


ચલચિત્ર - ભાર્ગવ મકવાણા 

Wednesday, September 7, 2022

આશા જ નિરાશ

કોરોના ના કપરા સંજોગોમાં પણ આશા જ એક છેવાડા ની આરોગ્ય કાર્યકર તરીકે કામ કરતી હતી પરંતુ તેના સામે તેમને યોગ્ય મહેનતાણું પણ ચુકવવા માં આવતું ન હોવાથી આશા જ નિરાશ છે. જોઈએ શું કામ કરે છે આશા

 
આશાના મુખ્ય કાર્યો 

_ સામાન્ય બીમારીઓ માટે દરેક કુટુંબને તેની પાસે આવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને આશાની ગૃહ મુલાકાત થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ નહીં.

_ આશા મુખ્યત્વે બીમારીઓની સામાન્ય સારવાર અને આરોગ્યપ્રદ ટેવો ના સંપરામર્શ માટે જવાબદાર છે.

_ મમતા દિવસ - તેણી આશા ને મોં વાટ લેવાની ગર્ભ ગોળીઓ તેમજ સગર્ભા અને ધાત્રી માતાને આપવા માટેની આયન ફોલિક એસિડ ની ગોળીઓ પૂરી પાડે છે.

_ અહીં આશાની જવાબદારી પ્રોત્સાહિત અને સંપરામર્શ કરીને માતા અને બાળકને ગ્રામ્ય આરોગ્ય અને મમતા દિવસની મુલાકાત લેતા કરવાની છે. આ અંગે આશા સંપરામર્શ કરીને આરોગ્યના યોગ્ય સંદેશો આપે તે જરૂરી છે.

_ સંસ્થામાં લાભાર્થીઓની સાથે જવું ફરજિયાત નથી આશાની ઈચ્છા ની વાત છે.

_ ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ અથવા મહિલા ગ્રુપની ગ્રામ્ય સ્તરની મીટીંગો સંચાલન કરવાની જવાબદારી આશાની છે.

નોંધ - કામગીરીની નોંધ રાખવાની મુખ્ય જવાબદારી સ્ત્રી આરોગ્ય પરિચારિકા અને આંગણવાડી કાર્યકરની જ છે અને તે કામગીરીને આશાને સોંપી શકાય નહીં . આશા પાસે પોતાની પ્રવૃતિઓની નોંધ રાખવા માટે ડાયરી હોય છે પરંતુ તે ફક્ત પ્રોત્સાહક રકમ અને કરેલ પ્રવૃતિઓની માહિતી રાખવા માટે છે . આશા પાસે રજીસ્ટર હોય છે પરંતુ તે ફક્ત લાભાર્થીઓ કે જેને સેવાઓની જરૂરીયાત છે તેને શોધવા તેમજ પોતાના કામનું આયોજન કરવા માટે મદદરૂપ થાય છે . સ્ત્રી આરોગ્ય પરિચારિકા અને આંગણવાડી કાર્યકરે ટ્રેકીંગ રજીસ્ટર રાખવાનું હોય છે અને જે સેવાઓ આપેલ છે તેની નોંધ કરવાની હોય છે.

સંદર્ભ :  

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંદર્ભદર્શીત પત્ર અન્વયે સામુદાયિક સ્તરે આશાની  મુખ્ય ફરજો અને જવાબદારીઓ અંગેની મળેલ સ્પષ્ટતા આ સાથે સામેલ છે . જેની નકલ સાથે જોડેલ છે.

Sunday, September 4, 2022

વિવેકાનંદ અને ભગત સિંહ

આજના વૈચારિક યુગમાં પણ યુવાનોને જેના ઉદાહરણો આપવામાં આવે તેવી વ્યક્તિ એટલે સ્વામી વિવેકાનંદ અને ભગત સિંહ. જ્યારે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ દિવસે તો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. અને ભગત સિંહ જ્યારે ફાંસી પર ચડ્યા તે દિવસને શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિઓએ દેશ માટે ઘણું બધું કર્યું, પણ શું આપણે તેમનું સન્માન જાળવી શક્યા ખરા .? એ એક પ્રશ્ન છે પોતાની જાત ને પૂછવો જ જોઈએ...

આજે દેશના યુવાનોમાં જોવાતી મોટી સમસ્યા એટલે વ્યસન. વ્યસનના લીધે તો કેટલા પરિવારો રજળતા બન્યા છે કેટલી માં એ પોતાના જુવાન દિકરા- દિકરી ખોયા છે. આજે જેમ આપણે જોઈએ છીએ વ્યસનના વેચાણ માટે તો ઘણા ચહિતા કલાકારો પણ આજ કાલ પ્રચાર માટે આવે છે. તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે તેમની ઈચ્છા ની વાત છે તેમાં ન પડયે.

    પરંતુ આવા જીવલેણાં પદાર્થને વિવેકાનંદ અને ભગત સિંહના ફોટા લગાવી વેચવા એ તો યોગ્ય ન કહેવાય, આપડા માટે ખુબજ શરમ જનક બાબત છે અને તેમનું અપમાન છે.