Sunday, January 29, 2023

૩૦ જાન્યુઆરી | ગાંધી નિર્વાણ દિવસ | શહીદ દિવસ

 ક્યારે રસ્તા કપાત ? નેહાડા તમારે નાકે !,

વાણિયો છોડી વેપાર, જોગી બન્યો જાતે.

- ઝવેરચંદ મેઘાણી

છબી - BBC


ખોડિયાર માતા મંદિર પાલડી

છબી - ભાર્ગવ મકવાણા

Monday, January 23, 2023

૧૨૭મી સુભાષ જયંતિ - યુવા સંમેલન

૧૨૭મી સુભાષ જયંતિ - યુવા સંમેલન

ભારત - ૨૦૪૭

A MISSION WITH VISION

યુવાઓની ભૂમિકા


આજ રોજ કોચરબ આશ્રમ પાલડી મુકામે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે ભારત -૨૦૪૭ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સુભાષબ્રિજ પર આવેલ સુભાષબાબુની પ્રતિમાને અંજલિ આપીને બપોરે 3:૦૦ વાગ્યે થય. ત્યાર બાદ ઈન્કમટેકસ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને, ટાઉનહોલ ખાતે વિવેકાનંજીની પ્રતિમાને અંજલી આપી અને ૩:૩૦ કલાકે કોચરબ આશ્રમ પહોંચ્યા. 

કાર્યક્રમનો મુખ્ય હેતુ અત્યારે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા હોય અને આજ થી 25 વર્ષ પછી દેશની આઝાદીની શતાબ્દી ઉજવ્યે ત્યારે ૨૦૪૭ નું ભારત કેવું હોવું જોઈએ એની કલ્પના કરી અને તેને સાર્થક કરવા માટે આપણે શું કરી શકીએ અને મુખ્યત્વે યુવા શું કરી શકે તે છે. આ કાર્યક્રમનું આયોજન યુવા જાગરણ મંચ દ્વારા કરવામાં આવેલ. 

કાર્યક્રમ માં કેટલીક કોલેજો માંથી રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને અન્ય વિચારકો પણ જોડાયા. કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને બધા પાસેથી ૨૦૪૭ નું ભારત કેવું હોવું જોઈએ તેના અભિપ્રાયો લેવામાં આવ્યા. અને એ કઈ રીતે સાર્થક કરી શકાય અને કેમ પરિવર્તન લાવી શકાય તેમની પણ ચર્ચા થય.

આર્થિક, સામાજિક, વ્યસન મુક્તિ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, રાજકીય, સાંસ્કૃતિક, પર્યાવરણ, પ્રદૂષણ, મહિલા સલામતી, મોંઘવારી, ગરીબી, આર્થિક અસમાનતા, નૈતિક મૂલ્યો વગેરે જેવા વિષયની ચર્ચામાં સર્વ ઉપસ્થિત લોકો એ ભાગીદારી નોંધાવી. 

અંતે બધા પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા જેમાં કાર્યક્રમ અંગે અભિપ્રાય અને સૂચન, દર અઠવાડિયે આપ કેટલો સમય આમાં આપી શકો છો, આ મિશન અંતર્ગત આપ શું કામગીરી કરી શકો જેવા વિષયો હતા. 
 

Sunday, January 22, 2023

રાણાવાવ ના રોચક ઇતિહાસ વિશે જાણો સંપૂર્ણ વિગત

https://porbandartimes.com/know-complete-details-about-the-interesting-history-of-ranawav/ 


સૌજન્ય - પોરબંદર ટાઈમ્સ

લેખક / સંપાદક: ભાર્ગવ મકવાણા
વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)
(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)
મોબાઈલ / વોટસએપ નં: 9328044822
ઈ મેઈલ: makwanabhargav221@gmail.com


Thursday, January 19, 2023

સંગીતના સૂર અને ગાંધીવિચારનો સમન્વય

 સંગીતના સૂર અને ગાંધીવિચારનો સમન્વય

ગાંધી Caravan, चरखवा चालु रहे ...

આજરોજ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને વિશ્વગ્રામનાં સંયુક્ત સહયોગે ગૂજરાત વિદ્યાપીઠનાં સભાગૃહમાં સવારે 11 કલાકે ગાંધી Caravan નામક કાર્યક્રમ યોજાયો. જેમાં ગાંધી ગીતોનાં ગાન થી લોકગાયિકા મેઘા શ્રીરામ ડાલ્ટને વિદ્યાપીઠને ઝુમાવી. મેઘા ડાલ્ટનનો પરિચય આપતાં સંજય ભાવસારે (વિશ્વગ્રામના અધ્યક્ષ) જણાવ્યું કે ગાંધીના પવિત્ર મન સરોવરને લઈને મેઘા અહીં આવ્યા છે. મેઘા એ લોકગાયિકા છે તેમણે ફિલ્મો માં પણ પોતાનો અવાજ આપ્યો છે. 

મેઘા ડાલ્ટને જણાવ્યું કે ગાંધી ગીતો એમણે ઝારખંડના આદિવાસી ભાઈ - બહેનો પાસેથી શીખ્યા છે. મેઘા ડાલ્ટને તેમને પૂછ્યું કે તમે લોકો ગાંધી થી કેમ પરિચિત છો તો સામે થી ઉત્તર મળ્યો કે ગાંધી અમારા જેવો કાળિયો હતો, ધોતિયું પહેતો અને એમને અમારી જીભનો સ્વાદ અપાવ્યો હતો. (નમક સત્યાગ્રહ સંદર્ભે) તે માટે અમે ગીતોમાં ગાંધીને યાદ રાખ્યા છે. મેઘા ડાલ્ટને જણાવ્યું કે અહીં વિદ્યાપીઠમાં આવીને હું ગાવ છું એ મારા માટે તીર્થ સમાન છે. હું ગાંધીને એ માટે ગાવ છું કે ગાંધી મને મારી ક્ષેત્રીય ભાષામાં મળ્યા છે કોઈ કોન્ફર્સમાં કે પુસ્તકોથી મને ગાંધી મળ્યા નથી.  ચંપારણ સત્યાગ્રહ વખતે જ્યારે પુરુષો તેમાં જોડાયા ત્યારે સ્ત્રીઓ ઘર કામ કરતી - કરતી , જમવાનું બનાવતી - બનાવતી પોતાની ક્ષેત્રીય ભાષામાં ગાંધી ગીતો ગાતી અને ઘણી ગાંધીની ગાળોના ગીતો પણ ગાતી. હું ગાંધીને મહાત્મા ગાંધી નથી કહેતી કેમકે તે ફોરમેલિટી જેવું લાગે પરંતું હું ગાંધીને બૂઢાવ ગાંધી કે બુઢા બાબા કહું કે જેમાં એક અંગત લાગણીનો સંબંધ છલકાય છે.

તેમણે ગાંધી ગીતો સાથે તેની પાછળની વાર્તા અને ગીતોના અર્થ પણ સમજાવ્યા. મને ખુબ ગમેલા એક ગીત ની બે લાઈન કહું તો

" મોરે તુટેના ચરખા કે તાર, ચારખવા ચાલુ રહે,
ગાંધી બાબા દુલ્હા બને હૈ, ઓર દુલ્હન બની સરકાર,
ચરખવા ચાલુ રહે... ચરાખવા ચાલુ રહે..."





છબી / ફોટોગ્રાફ - ભાર્ગવ મકવાણા 


અંતે એમણે ખુશ થઇને જણાવ્યું હતું કે વિદ્યાપીઠ જ્યારે પણ બોલાવશે ગાંધીને ગાવા માટે હું તત્પર છું.