ક્યારે રસ્તા કપાત ? નેહાડા તમારે નાકે !,
વાણિયો છોડી વેપાર, જોગી બન્યો જાતે.
- ઝવેરચંદ મેઘાણી
"હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નહીં અને પત્રકારત્વ જેવો કોઈ વ્યવસાય નહીં." - કાંતિ ભટ્ટ
ક્યારે રસ્તા કપાત ? નેહાડા તમારે નાકે !,
વાણિયો છોડી વેપાર, જોગી બન્યો જાતે.
- ઝવેરચંદ મેઘાણી
https://porbandartimes.com/know-complete-details-about-the-interesting-history-of-ranawav/
સૌજન્ય - પોરબંદર ટાઈમ્સ
લેખક / સંપાદક: ભાર્ગવ મકવાણા
વિદ્યાર્થી (એમ. એ. પત્રકારત્વ, પ્રથમ વર્ષ)
(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)
મોબાઈલ / વોટસએપ નં: 9328044822
ઈ મેઈલ: makwanabhargav221@gmail.com
ગાંધી કુટુંબનું મુળ વતન કુતિયાણા છે. ત્યાં હજુ પણ તેના નામની જમીન અને કુળદેવીનું થાનક છે. ગાંધીજીના પરદાદા હરજીવન ગાંધી પોરબંદર રાજયની નોકરીમાં હતા. તેણે આજની ગાંધી જન્મ સ્થાનવાળી જમીન ખરીદી હતી. હરજીવનમનાં દીકરા ઓતા ગાંધીએ માધવપુરનો ઇજારો રાખ્યો હતો. ઓતા ગાંધીને છ દીકરા હતા, તેમાંથી પાંચમાં કબા ગાંધી અને છઠ્ઠા ચકન ગાંધી, ઓતા ગાંધીને બે પત્નીઓ હતી. પહેલી પત્ની કડવીમાંથી ચાર દીકરા અને એક એક દીકરી, જયારે બીજી પત્ની લક્ષ્મીમાંથી કબા ગાંધી અને ચકન ગાંધી. આ બન્ને સગા ભાઈઓ આજના મકાનમાં સાથે રહેતા. 1869 માં ગાંધીજીનો જ્ન્મ થયો ત્યારે દાદી લક્ષ્મીમાં જીવતા હતા અને ગાંધીજીથી મોટા બે ભાઇઓ તથા એક મોટી બહેન આમ સંયુકત કુટુંબ હતું.
દાદી લક્ષ્મીમા નિયમિત શ્રીનાથજીની હવેલીએ જતા અને માતા પુતળીબા શ્રીકુષ્ણ પ્રણામી મંદિરે જતા, પિતાને રામાયણની કથા વધારે ગમતી એટલે સમય મળ્યે બાજુના રધુનાથજીના મંદિરમાં જતા. આમ સાત વર્ષમાં ગાંધીજી ઘર ઉપરાંત હવેલી, કુષ્ણ પ્રણામી અને રામ મંદિર આ ત્રણ સ્થળો સાથે સંબંધ હતો, પાંચમે વર્ષે એમને લુલા માસ્તરની પાઠશાળાઓમાં એકડો- બગડો શીખવા માટે મુકવામાં આવ્યા હતા. પગે લંગડા હતા એટલે ‘લુલા માસ્તર’ તરીકે જાણીતા. આ શિક્ષકનું મૂળ નામ વીરજી કામદાર હતુ. તે સમયે રાજકુમારોના ટયુટર તરીકે આણંદજીભાઈ અધ્યારુ હતા. ગાંધીજી અહીં પણ જતા એવી નોંધ મળે છે. લુલા માસ્તરની પાઠશાળા કયા હતી તે જાણી શકાયું નથી. આમ નાનપણમાં ઘર અને ત્રણ ધર્મસ્થળો ગાંધી સાથે સંબધિત છે.
1876 માં ગાંધી કુટુંબ પોરબંદર થી રાજકોટ રહેવા ગયું. 1881 ના મે મહિનામાં ગાંધીજીના લગ્ન કસ્તુરબા સાથે થયા. તે નિર્મિતે પોરબંદર આવ્યા. લગભગ એક મહિનો પોરબંદર રહયા તે દરમિયાન વરરાજાના વેશે કસ્તુરબાના ઘરે, મોઢ વણિક જ્ઞાતિની વંડીમાં અને વરઘોડિયા તરીકે ઉપરના ત્રણ ધર્મસ્થાનો સાથે કરોટ અને મેમણવાડના રસ્તા ઉપર આવેલી મુરાદશા પીરની દરગાહે માથું નમાવવા ગયા. જુન 1881 માં પાછા રાજકોટ ત્યાં અભ્યાસ ચાલુ છે. 1888 સપ્ટેમ્બર માં બેરિસ્ટર થવા લંડન અને 1891માં રાજકોટ પાછા આવી એપ્રિલ 1893 માં દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યા. તેની પહેલા એક વખત પોરબંદર આવી ગયા છે પણ પોરબંદરમાં કોઈ બીજા સ્થળે ગયા નથી. બાવીશ વર્ષના દક્ષિણ આફ્રિકાના રોક દરમિયાન 1901 ના ડિસેમ્બરમાં ગાંધીજી પોરબંદર આવ્યા છે. અને એક અઠવાડિયું રોકાયા છે. પણ ઘર સિવાય કયાંયક બહાર ગયા નથી. સ્વ. મથુરાદાસભાઇ ભુપ્તાએ એવી નોંધ કરી છે કે આ દિવસોમાં ગાંધીજી અહીં એક કેસ લડવા વકીલ તરીકે આવ્યા છે. આ સિવાય કોઇ વિગત હજુ સુધી પ્રકાશમાં આવી નથી. 1914 જુલાઇમાં કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડી ગાંધીજી સહકુટુંબ ભારત આવવા નીકળ્યા, વચ્ચે પાંચ મહિના લંડનમાં રોકાયા અને નવમી જાન્યુઆરી 1915 ના રોજ મુંબઈ ઉતર્યા. જુલાઇમાં દક્ષિણ આફ્રિકા છોડ્યુ ત્યારે કોટ, પેન્ટ,ટાઈમાં સજજ હતા, જાન્યુઆરી 1915 માં મુંબઇ ઉતર્યા ત્યારે માથે પાઘડીવાળો અસલ કાઠિયાવાડી પોશાક હતો!
22 થી 26 જાન્યુઆરી ગાંધીજી પોરબંદરમાં છે. તે દરમિયાન 25 મી તારીખે સવારે મોઢ વણિક જ્ઞાતિની વંડીમા જ્ઞાતિ તરફથી માનપત્ર, બપોરે ગામ બહાર રાજવાડી (આજના ભારત મંદિરમાં) રાજના વનસ્પતિ શાસ્ત્રી જય કૃષ્ણ ઇન્દ્રજીની મુલાકાતે આ પ્રસંગ ગાંધીજીના હાથે એક વડલો વાવવામાં આવ્યો. સાંજે ટાઉન હોલ (સ્ટેટ લાઇબ્રેરી) માં શહેર તરફથી માનપત્ર 26 મીએ પોરબંદર થી ગોંડલ રવાના. આ વખતે રાજવાડી અને લાઇબ્રેરી બે સ્થળો વધ્યા. આ પછી 1925 અને 1928 એમ બે પોરબંદર આવ્યા છે. 1925 માં અંત્યજ વાસને નગીનદાસ મોદી પ્લોટ નામ આપ્યુ અને જાહેર ભાષણ કર્યુ છે. 1928 માં પોરબંદરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદનું ઓછું અધિવેશન ઠકકર બાપાના પ્રમુખ પણા હેઠળ તે વખતે ચણાતા હતા તે મહારાણા મીલના છાપરાંમાં ભરાયુ હતું. બીજા દિવસ રેલ્વે સ્ટેશન સામે ભાણજી લવજી સેનેટરીયમમાં લોહાણા મહાજન તરફથી ઠકકરબાપાનું સન્માન, જ્ઞાતિએ જે થેલી આપી તે રકમમાંથી અનાથ બાળકોને ભણવા માટે છાંયામા ગાંધી આશ્રમ બન્યો. મહારાણા નટવરસિંહજીએ જમીન આપી. આમ મહારાણા મીલ, ભાણજી લવજી સેનેટરીયમ અને છાંયાનો આશ્રમ (પાછળથી તેનું નામ ગાંધી આશ્રમ થયું) આ ત્રણ વધુ સ્થળો ઉમેરાયા. આમ. ગાંધીજી સાથે સંબંધિત કુલ બાર જેટલાં સ્થળો પોરબંદરમાં છે.
સૌજન્ય - 'આજકાલ', તારીખ - 09-10-2021, શનિવાર
લેખક - નરોત્તમ પલાણ