Sunday, October 9, 2022

શેઠ વી.એસ. જનરલ હોસપિટલ, અમદાવાદ

વી.એસ. હોસ્પિટલ બહારનો ફોટો

 ઉત્તમ અને અતિ આધુનિક આરોગ્ય સુવિધા માટે અમદાવાદ એલિસબ્રીજ પાસે આવેલ શેઠ વી.એસ.જનરલ હોસપિટલ એ લોકોની પહેલી પસંદ હોય છે. આ હોસ્પિટલને અમદાવાદી લોકો માત્ર વી.એસ. આ નામે ઓળખે છે. પરંતુ થોડીક વધુ કાળજી લેવામાં આવે અને સફાઈમાં વધુ ધ્યાન આપવામાં આવે તો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શકે છે. 

આજ એક મિત્ર સાથે વી.એસ. હોસ્પીટલ જવાનું થયું તો ત્યાં બેન્ચ પર બેઠેલા કુતરા જોયા થોડી વાર તો મન માં વિચાર આવ્યો કે હું પશુ દવાખાનામાં તો નથી આવી ગયો ને. મને લાગ્યું કે આ બાબતે મારે કંઇક લખવું જોઈએ.

વી.એસ. હોસ્પિટલ અંદર ના ફોટો

Saturday, October 8, 2022

પહેલી મેટ્રો સફર

અમદાવાદ મેટ્રોની પહેલી સફરની યાદગાર ક્ષણો

મોટેરા સ્ટેડયમ થી ઓલ્ડ હાઇકોર્ટ

મેટ્રોની ટીકીટમેટ્રોના ટોકન

સાથી મિત્રો - 
1. ધવલ પટેલ  2. સંદીપ માલ  3. સ્મિત દેસાઈ. 4. રાહુલ નાયક

Friday, October 7, 2022

અમદાવાદ મેટ્રો

તારીખ 03-10-2022 ને સોમવારના દિવ્યભાસ્કરના સમાચાર કે લોકો મેટ્રોને ગંદી ન કરે તે માટે પાન - મસાલા કાઢી લેવાયા અને આજે જ્યારે હું મેટ્રોની મુસાફરી માટે ગયો ત્યારે મે પણ જોયું કે પાન, મસાલા ,સિગારેટ એ બધું બહારજ કાઢી લેવાય છે પરંતુ જૂની કોર્ટ થી મોટેરા સ્ટેડિયમ સુધી સફર કરી અને મોટેરા મેટ્રો સ્ટેશને જોયું તો ત્યાં પાન માવા ની પિચકારીઓ નજરે ચડી.

જે લોકો મુસાફરી કરવા માટે આવે છે તેમની પાસે થી તો પાન મસાલા બહારજ કઢાવી લેવાય છે તેનો હું ખુદ સાક્ષી છું. તો આ પાન મસાલા ની પિચકારીઓ મારનાર કોણ એ એક પ્રશ્ન છે, શું ત્યાં કામ કરતા લોકો .? 
મોટેરા મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમનો ફોટો

ફોટોગ્રાફર - ભાર્ગવ મકવાણા

Wednesday, October 5, 2022

દાનવ દેવો ભવઃ !

સૌરાષ્ટ્ર હેડલાઈન / તા - 05-10-2022 / બુધવાર / દશેરા

AMTS

AMTS અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો જે સરકારી બસો છે પરંતુ કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીની બસો નથી તેવું આપણે સૌ જાણીએ છીએ અને માન્ય પણ છે. પરંતુ સંજોગોવશ ઘણા એવા તારણો ઊભરી આવે છે જેથી ક્યારેક તો એવું લાગે કે આ બસો કોઈ ચોક્કસ રાજકીય પાર્ટી એ મુકાવેલી હોય જ્યારે જ્યારે કોઈ રાજકીય નેતા અમદાવાદમાં આવતા હોય ત્યારે આ બસો પોતાની આખી દિનચર્યાથી વિરુદ્ધમાં કામ કરે છે કે તેમની પાસે કરાવવામાં આવતું હોઈ છે. હાલ જ્યારે ગુજરાતમાં 36 માં રાષ્ટ્રીય રમત ઉત્સવના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બધી બસોને મોદીજીના કાર્યક્રમ માટે મૂકવામાં આવી હતી અને ત્યારે એક દિવસમાં માત્ર બસોનો ખર્ચ 74 લાખની આસપાસ આવ્યો હતો. એ બધું તો ઠીક પરંતુ આવા સમયે રોજ બસ માં અપડાઉન કરતા લોકોને હાલાકી પડી હતી. બસોને પોતાના કાર્યક્રમમાં ગોઠવ્યા બાદ પણ બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. 

આશ્ચર્યની વાત તો ત્યાં છે જ્યારે આ બસો ઉપર ભાજપના પોસ્ટરો લગાડવામાં આવેલા છે.

Tuesday, October 4, 2022

સ્ટાફ પાર્કિંગ

પાર્કિંગ માં યાતાયાતના બધાજ વાહનો પાર્ક કરી જ શકાય !

Sunday, October 2, 2022

વાહન - રક્ષામંત્ર

હેન્ડલ રહે હાથમાં... પગમાં રહે બ્રેક...
ત્રણ દેવ રક્ષા કરે... ટ્યુબ ,ટાયર ને જેક...