Friday, October 7, 2022

અમદાવાદ મેટ્રો

તારીખ 03-10-2022 ને સોમવારના દિવ્યભાસ્કરના સમાચાર કે લોકો મેટ્રોને ગંદી ન કરે તે માટે પાન - મસાલા કાઢી લેવાયા અને આજે જ્યારે હું મેટ્રોની મુસાફરી માટે ગયો ત્યારે મે પણ જોયું કે પાન, મસાલા ,સિગારેટ એ બધું બહારજ કાઢી લેવાય છે પરંતુ જૂની કોર્ટ થી મોટેરા સ્ટેડિયમ સુધી સફર કરી અને મોટેરા મેટ્રો સ્ટેશને જોયું તો ત્યાં પાન માવા ની પિચકારીઓ નજરે ચડી.

જે લોકો મુસાફરી કરવા માટે આવે છે તેમની પાસે થી તો પાન મસાલા બહારજ કઢાવી લેવાય છે તેનો હું ખુદ સાક્ષી છું. તો આ પાન મસાલા ની પિચકારીઓ મારનાર કોણ એ એક પ્રશ્ન છે, શું ત્યાં કામ કરતા લોકો .? 
મોટેરા મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમનો ફોટો

ફોટોગ્રાફર - ભાર્ગવ મકવાણા

Wednesday, October 5, 2022

દાનવ દેવો ભવઃ !

સૌરાષ્ટ્ર હેડલાઈન / તા - 05-10-2022 / બુધવાર / દશેરા

AMTS

AMTS અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો જે સરકારી બસો છે પરંતુ કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીની બસો નથી તેવું આપણે સૌ જાણીએ છીએ અને માન્ય પણ છે. પરંતુ સંજોગોવશ ઘણા એવા તારણો ઊભરી આવે છે જેથી ક્યારેક તો એવું લાગે કે આ બસો કોઈ ચોક્કસ રાજકીય પાર્ટી એ મુકાવેલી હોય જ્યારે જ્યારે કોઈ રાજકીય નેતા અમદાવાદમાં આવતા હોય ત્યારે આ બસો પોતાની આખી દિનચર્યાથી વિરુદ્ધમાં કામ કરે છે કે તેમની પાસે કરાવવામાં આવતું હોઈ છે. હાલ જ્યારે ગુજરાતમાં 36 માં રાષ્ટ્રીય રમત ઉત્સવના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બધી બસોને મોદીજીના કાર્યક્રમ માટે મૂકવામાં આવી હતી અને ત્યારે એક દિવસમાં માત્ર બસોનો ખર્ચ 74 લાખની આસપાસ આવ્યો હતો. એ બધું તો ઠીક પરંતુ આવા સમયે રોજ બસ માં અપડાઉન કરતા લોકોને હાલાકી પડી હતી. બસોને પોતાના કાર્યક્રમમાં ગોઠવ્યા બાદ પણ બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. 

આશ્ચર્યની વાત તો ત્યાં છે જ્યારે આ બસો ઉપર ભાજપના પોસ્ટરો લગાડવામાં આવેલા છે.

Tuesday, October 4, 2022

સ્ટાફ પાર્કિંગ

પાર્કિંગ માં યાતાયાતના બધાજ વાહનો પાર્ક કરી જ શકાય !

Sunday, October 2, 2022

વાહન - રક્ષામંત્ર

હેન્ડલ રહે હાથમાં... પગમાં રહે બ્રેક...
ત્રણ દેવ રક્ષા કરે... ટ્યુબ ,ટાયર ને જેક...


Wednesday, September 21, 2022

સ્વચ્છતા એજ આનંદ

ગુજરાત વિદ્યાપીઠ ના નિયમ અનુસાર ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉદ્યોગના ભાગરૂપે કોઈ એક કામમાં જોડાવાનું હોય છે. તેમાં કાંતણ પણ આવે અને પરિસર જાળવણી જેવા વિષયો પણ આવે. વિદ્યાર્થીઓ પોતાના દિલથી પોતાના અભ્યાસના ભાગરૂપે તે વિષયોને પૂરતો ન્યાય આપવાની કોશિશ કરતા હોય છે, તેવી જ રીતે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વર્ષ એકના વિદ્યાર્થીઓ ને ઉદ્યોગના ભાગરૂપે પરિસર જાળવણી ફાળવવામાં આવેલ છે જેમાં અભુભાઈ રબારી (ગુજરાત વિદ્યાપીઠ પરિસર જાળવણી વિભાગ અધ્યક્ષ) ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પરિસરની જાળવણીની સાથે- સાથે વિદ્યાપીઠના અનેક મુદ્દાઓ વિશે વિચાર વિમર્શ કરતા હોય છે.

આજરોજ પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વર્ષ એકના વિદ્યાર્થીઓ દ્વારા અભુભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન કે જ્યાં દેશ-વિદેશની કેટલીક ભાષાઓ શીખવવામાં આવે છે અને બોલતા કરવામાં આવે છે. તે વિભાગની બહાર કેટલાક સમયથી જુના ફર્નિચર અને બીજો કેટલો વધારાનો સમાન અને કચરો પડ્યો રહેતો હતો તેનો યોગ્ય નિકાલ અને તે સ્થાનની સુંદર સફાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે આનંદ છે કે તેઓ કોઈ પણ શરમ કે સંકોચ વિના આવા કામોમાં આગળ આવે છે. અને આમ જોવા જતા આજ સાચું શિક્ષણ છે.
સફાઈ કરતાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વર્ષ 1 ના વિદ્યાર્થીઓ / છબી - ભાર્ગવ મકવાણાસફાઈ થયા બાદની છબી - ભાર્ગવ મકવાણા